________________
૪૦૧
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા હોય તો વાચાળ કહેવાય. ઘણા બોલકણા માણસો વાયડા હોય છે. અમારે આમ છે, અમારે આમ છે, હોય કાંઈ નહિ. માત્ર વાચજ્ઞાન. વાચાજ્ઞાનમાં બે દર્શનોની વાત એક જ કડીમાં કરી છે. એક પક્ષ વેદાંતનો છે અને એક પક્ષ અધ્યાત્મનો છે. બંને પક્ષની વાત ૧૪૦મી ગાથામાં કરવાની છે.
અમે આત્મસિદ્ધિની વાત કરી. આત્માના ષ સ્થાનકની વાત પણ કરી, તમે તે વાત સાંભળી. હવે અમારે એ કહેવું છે કે આનો વિચાર કરી તમારે કરવું શું? આટલું કહ્યા પછી અમારું કામ પૂરું થાય છે. અમે હવે બોલવાના નથી. અમારું મૌન ચાલુ થશે. આ વર્ણન કર્યા પછી આ વાત છેલ્લે છેલ્લે તમને કહીશું કે આવી અવસ્થા જેઓએ પ્રાપ્તિ કરી છે અને આ ધરતી ઉપર આપણી વચ્ચે જીવતા હોય, શરીરમાં હોય, શરીરધારી હોવા છતાં તેઓ નિરાકાર પરમાત્માની ભૂમિકા ઉપર જીવતા હોય, તેવા સાકાર પરમાત્માની ઓળખાણ કરાવી, તેના ચરણોમાં વંદન કરીને અમારી આત્મસિદ્ધિની સમાપ્તિ થશે.
ધન્યવાદ, આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે માટે ધન્યવાદ. દરેકના અંતરમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org