________________
૪૦૨
પ્રવચન ક્રમાંક - ૧૧૩, ગાથા ક્યાંક-૧૪૦
પ્રવચન ક્રમાંક - ૧૧૩
ગાથા માંક - ૧૪૦ જાગીને જોઉં તો જગત દિસે નહિ
સકળ જ ગત તે એઠવત્ અથવા સ્વપ્ન સમાન ;
તે કહીએ જ્ઞાનીદશા, બાકી વાચા જ્ઞાન. (૧૪૦) ટીકા - સમસ્ત જગત જેણે એઠ જેવું જાણ્યું છે, અથવા સ્વપ્ન જેવું જગત જેને જ્ઞાનમાં વર્તે છે તે જ્ઞાનીની દશા છે, બાકી માત્ર વાચજ્ઞાન એટલે કહેવા માત્ર જ્ઞાન છે. (૧૪૦)
આત્મસિધ્ધિ શાસ્ત્રની અંતિમ ગાથાઓ છે. મહાપુરુષોને કહેવાની ખૂબી હોય છે. તેમને જે કહેવું હોય તે પ્રારંભમાં જ કહી દે. એમણે કહ્યું કે આપણે દુઃખી છીએ. અનંત દુઃખ આપણે ભોગવતા આવ્યા છીએ. આજે પણ ભોગવીએ છીએ. તેના કારણની ખબર છે ? જે સ્વરૂપ સમજ્યા વિના', આત્મસિધ્ધિનો પાયો અહીં નખાયો. દુઃખનું કારણ બહાર કયાંય નથી પણ પોતાનું સ્વરૂપ સમજયા નથી એટલે દુઃખ છે. તો ઉપાય શું ? “સમજાવ્યું તે પદ નમું.” એ પદ સમજવું પડશે અને જેમણે સમજાવ્યું તે અમારા સદ્ગુરુ છે અને એ જ વાત અંતિમ ગાથામાં કહી કે.
દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત';
તે જ્ઞાનીના ચરણમાં, હો વંદન અગણિત. વળી આ ૧૪૦મી ગાથામાં કહ્યું કે,
સકળ જગત તે એઠવત્, અથવા સ્વપ્ન સમાન;
તે કહીએ જ્ઞાનીદશા, બાકી વાચાશાન. જે જ્ઞાની છે તેની આંતરિક અવસ્થાની વાત કરી. એમના મોહભાવનો ક્ષય થયો છે, એ સ્વરૂપમાં રમે છે, તેમનામાં સ્થિરતા આવી છે. તેમની વૃત્તિ બહાર જતી નથી, તેમને વિકલ્પો નથી, ભય નથી, મૂંઝવણ નથી, આસક્તિ અને પ્રમાદ નથી. એમને કષાયો નથી, રાગદ્વેષના આંદોલન નથી. નિરંતર સત્ ચિત આનંદ સ્વરૂપ પોતાના આત્મામાં ઉપયોગ ઠેરવે છે, અર્થાત્ અપને ઘરમેં નિવાસ કરતા હૈ.' આ તેમની અંદરની અવસ્થા છે.
સમગ્ર સાધના મોહનો જય કરવા માટે છે. પરમકૃપાળુ દેવે કહ્યું કે ચારિત્રમોહનો પરાજય કરીને જયાં અપૂર્વકરણ ગુણસ્થાન છે, ત્યાં હું આવું છું. પરંતુ પછીનું કામ મહત્ત્વનું છે. “મોહ સ્વયંભૂ રમણ સમુદ્ર તરી કરી, સ્થિતિ ત્યાં જયાં ક્ષીણવોહ ગુણસ્થાન જો.” મોહરૂપી સ્વયંભૂ સમુદ્ર તરીને જયાં ક્ષીણમોહ ગુણસ્થાન છે ત્યાં હું આવું છું. દશમેથી સીધો બારમે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org