________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૪૦૩ જાય તો ત્યાંથી પાછું આવવું ન પડે. પરંતુ દશમેથી અગિયારમે ગુણસ્થાનકે પહોંચે તો તે પાછો ફરવાનો જ. બારમે ગયો તે ક્ષીણમોહ અવસ્થા છે. ત્યાં મોહનો સંપૂર્ણ ક્ષય છે. ખૂબીની વાત તો એ છે કે મોહનીય કર્મનો ક્ષય જેવો જાય તેની સાથે બાકીના ત્રણ કર્મો – અંતરાય, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીયનો અંતર્મુહૂર્તમાં ક્ષય થાય છે કારણકે તેને ટેકો મળતો નથી. મોહ એ આધાર છે, મોહ એ છત છે. મોહ હોય તો જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય પૂરેપૂરું કામ કરે. મોહ ગયો એટલે ત્રણે કર્મોનું જોર તૂટયું, બળ તૂટયું અને તે અંતર્મુહૂર્તમાં ક્ષય થઈ જાય, એટલે આત્માની પોતાની અસ્મિતા, તેજસ્વિતા ઉપલબ્ધ થાય અને આત્મદ્રવ્ય પૂરેપૂરું ખીલે. આવા જે જ્ઞાની તેમની આંતરિક અવસ્થાની વાત કરી.
આ ગાથામાં એક મૌલિક વાત કરી કે જ્ઞાનીપુરુષ જગતને કેવી રીતે જોતા હશે? જ્ઞાનીનો જગત પ્રત્યે કેવો અભિપ્રાય હશે ? કેવો અભિગમ હોય ? જ્ઞાની કદી પણ જગતની નિંદા કરતા નથી. જ્ઞાની જગતને વગોવતા નથી. જ્ઞાની કદીપણ જગત ખરાબ છે એમ કહેતા નથી. તેમનો અભિગમ વાસ્તવિક છે. તેમને એમ કહેવું છે કે આ જગત જે દેખાય છે તે અને તે જગતના પદાર્થો આપણે વારંવાર વાપરીએ છીએ, તે એઠ જેવા છે.
સંસારમાં રહેવું, મોહમાં રહેવું અને જગતમાં રહેવું તેનો અર્થ જગતમાં જે પદ્ગલિક પદાર્થો છે તેને વારંવાર ભોગવવા અને વારંવાર તેમાંથી સુખ મેળવવાની કોશિશ કરવી. તેમાંથી શું મળે છે, તેનો વિચાર આપણે કરતા નથી. આપણને પણ આશા છે કે આજ નહિ તો કાલ તેમાંથી સુખ મળશે. આમ આશા આપણને ખેંચી જાય છે. ગાયને ઘેર લઈ જવી હોય તો ભરવાડ એક ઉપાય કરે છે. ઘાસનો પૂળો આગળ રાખે. બહુ દૂર પણ નહિ અને નજીક પણ નહિ. તેને ઘાસ ખાવા દેતો નથી પણ ગાયને દેખાયા કરે તેમ રાખે. આ કારણથી ગાય દોરાઈને ઘેર આવી જાય છે. મોહનું કામ પણ આવું જ છે. આપણી સામે જગતનાં પુદ્ગલોનો પૂળો રાખે. ખાવા ન મળે પણ નજર સામે હોય એટલે સંસારમાં પ્રવેશ થઈ જાય અને તેમાં ને તેમાં જ ઉપયોગ રહે.
જગત પ્રત્યે જ્ઞાનીની દૃષ્ટિ અદ્દભુત છે. શબ્દ છે, “સકળ જગત તે એઠવ.” શબ્દ કડવો છે પણ તથ્ય જે છે તે મહત્ત્વનું છે. આ જગતમાં પૌદ્ગલિક પદાર્થો અનંત છે અને તે પદાર્થોને ભોગવનારા જીવો પણ અનંત છે. અનંતવાર ભોગવવાની અપેક્ષાએ પૌદ્ગલિક પદાર્થો ઓછા છે, મર્યાદામાં છે એટલે એનાં એ પદાર્થો વારંવાર અનેક વ્યકિતઓ ભોગવે છે અને ભોગવીને છોડે છે, એ જે પદાર્થો છોડ્યા છે તેનો ભોગવટો આપણે કરીએ છીએ અને તેમાં સુખ માનીએ છીએ. જ્ઞાની એમ કહે છે કે બીજાએ જે પુદ્ગલો ભોગવીને છોડ્યાં તે પુદ્ગલો એઠ કહેવાય. તમે જગતના પૌદ્ગલિક પદાર્થો તથા તેના ગુણો રૂપ, રસ, ગંધ, સ્પર્શ, શબ્દને ભોગવો છો તે બધા પદાર્થો જગતના જીવોએ અનંતવાર ભોગવેલા છે. એ જ આપણે ફરી ફરી ભોગવીએ છીએ. તમે કોઈને ત્યાં જમવા ગયા હો અને જયાં એઠવાડ ભેગો કરે છે ત્યાં તમને બેસાડે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org