________________
४०४
પ્રવચન ક્રમાંક - ૧૧૩, ગાથા ક્યાંક-૧૪૦ અને તે એઠવાડ તમારી થાળીમાં પીરસે તો તમે જમો ખરા ? તુરંત જ આંખ લાલઘૂમ થઈ જાય. તમે ઊભા થઈ જાવ ને કહોને કે શું અમે ભિખારી છીએ કે એઠવાડ ખવરાવો છો ? જ્ઞાની પુરુષો કહે છે કે જગતમાં બધા પદાર્થો એક જ છે. વારંવાર ભોગવાયેલાં છે છતાં એ ભોગવવામાં તમને આનંદ આવે છે, અને તેની પાછળ તમે દોડો છો.
રૂપ, રસ, ગંધ, વર્ણ, સ્પર્શ આ પાંચ વિષય સંબંધી જેટલાં પદાર્થો છે, તે બધા જ પદાર્થોને એક શબ્દમાં પુદ્ગલ કહેવાય. આ જે દેખાય છે તે બધું પુદ્ગલ છે. તેને જડ પણ કહે છે. પરમાણુઓનો જથ્થો પણ કહે છે. એક શિષ્ય જંગલમાંથી ગામમાં આવી રહ્યો હતો. ગુરુએ તેને પૂછયું કે તું બજારમાંથી અહીં આવ્યો તો તે ત્યાં શું શું જોયું? શિષ્ય કહ્યું કે માટીનાં પૂતળાં માટીને ફેરવતાં હતાં તે મેં જોયું. કંઈ સમજાયું? આપણે બધા માટીનાં પૂતળાં અને રમીએ છીએ પણ માટીનાં પૂતળાં સાથે. બધી જ પુદ્ગલની જાત. આપણે લડીએ છીએ પણ માટી માટે. જ્ઞાની પુરુષ કહે છે કે સમસ્ત જગતનાં પુદ્ગલો અનંત જીવોએ અનંતવાર ભોગવીને છોડી દીધેલ છે. જગતનો કોઈપણ પદાર્થ કે કોઈપણ ચીજ ઉપયોગ થયા વિનાની ફેશ, તાજી નથી. બધું જ વારંવાર ભોગવાયેલું છે. સ્વચ્છ કે નવોનકોર જગતનો કોઈપણ પદાર્થ નથી. જગતના તમામ પદાર્થો અનંત જીવોએ અનંતવાર ભોગવ્યા છે. એ અનંતવાર ભોગવેલા પદાર્થોને અમે એઠ કહીએ છીએ. જ્ઞાની જગતના પદાર્થોને એઠ માને છે. તેઓ નિંદા કરતા નથી પણ આ તથ્ય છે. આ એક છે એવું જયારે લાગે ત્યારે ખાવાનું મન ન થાય પણ આપણને તો તે ભોગવવાનું મન થાય છે. આપણે એક ખાઈને જીવવા ટેવાયેલા છીએ અને એઠ ખાઈને જીવીએ છીએ. તેમાં પણ શરીર ભોગવવાનું સાધન છે. સજાતીય અને વિજાતીય, સ્ત્રી અને પુરુષ માટે શરીર એક મહત્ત્વનું સાધન છે. તે શરીર પણ અનેકવાર ભોગવાયેલું છે. શરીર જે બન્યું છે તે અનંતવાર ભોગવાયેલાં પુદ્ગલ પરમાણુઓમાંથી બન્યું છે. આવું શરીર અને જગતના બીજા પદાર્થો ભોગવવામાં તને જે રસ પડે છે તે ખરેખર એઠવાડો છે અને તને તે ગમે છે. પરંતુ જ્ઞાની પુરુષોને એઠવાડો ગમતો નથી.
પર પરિણામિકતા અછે, જે તુજ પુગલ જોગ હો મિત્ત,
જડચલ જગની એઠનો, ન ઘટે તુજને ભોગ હો મિત્ત. દેવચંદ્રજી મહારાજે અભિનંદન સ્વામીના સ્તવનમાં એમ કહ્યું કે તારામાં પર તરફ જવાની વૃત્તિ છે ને સુખ લેવા તું ત્યાં જાય છે. જગતનાં પદાર્થોને પ્રાપ્ત કરે છે, વારંવાર ભોગવે છે, તેમાં આસક્ત બને છે, કલેશ અને કંકાસ કરે છે, લડે છે, દ્વેષ કરે છે, વેર વિરોધ કરે છે, એ બધા પદાર્થો જગતના અનંત જીવોએ ભોગવેલા છે. તમે જેના ઉપર માલિકી કરો છો તેના ઉપર ઘણાએ માલિકી કરી લીધી છે. એ દાવાઓ કોર્ટમાં ચાલ્યાં નથી પણ માલિકી અનેક લોકોએ કરી લીધી છે. ૫૦, ૬૦ કે ૭૦ વર્ષ અથવા ૫૦૦ વર્ષ વધારે જૂનું મકાન હોય તો તે મકાનમાં અનેક લોકોએ માલિકી કરી લીધી છે. એક ભાઈ રસ્તામાં જતા હતા, તેણે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org