________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૧૮૩ वत्स किं चञ्चलस्वान्तो, भ्रान्त्वा भ्रान्त्वा विषीदसि ।
निधिं स्वसंनिधावेव, स्थिरता दर्शयिष्यति (३/१) | નિધિ, ખજાનો વૈભવ તારી પાસે છે, તું તેમાં સ્થિર થા. તું કેમ આટલો ચંચળ બને છે. એક કામ પૂરું થયું, સમ્યગ્દર્શનમાં સ્વાનુભવ થયો. હવે બીજા કામનો પ્રારંભ થયો. જેનો સ્વાનુભવ થયો છે તેમાં કર્યો નથી, તેમાં કરવા માટેનો પુરુષાર્થ હવે કરવાનો છે. સાધકને બે કામ કરવાના છે, (૧) આત્મ અનુભવ. એ આત્મ અનુભવના કાર્યમાં દર્શનમોહનાં જથ્થાની સાથે પૂરેપૂરો સંગ્રામ ખેલે અને દર્શનમોહને શાંત કરે. (૨) આત્મઅનુભવ થયા પછી એ અનુભવમાં સ્થિર રહેવાનું છે.
જાણ ચારિત્ર તે આત્મા, નિજ સ્વભાવે રમતો રે, લેશ્યા શુદ્ધ અલંકર્યો, મોહ વને નહિ ભમતો રે; અપ્રમત્ત જે નિત રહે, નવિ હરખે નવિ શોચે રે,
સાધુ સુધા તે આત્મા, શું મુંડે ? શું લોચે રે ! “સમ્યગ્દર્શન થયું એટલે કામ પૂરું થયું, સાધના પૂરી થઈ, હવે કંઈ કરવાની જરૂર નથી', આવું જો માનતા હો, આવું સમજતા હો તો ભૂલ છે. એ ભૂલ સમ્યગ્દર્શનની નથી પરંતુ સમ્યગ્રદર્શન નથી છતાં સમ્યગ્દર્શન થયું છે તેમ માનનારની ભૂલ છે. જો સમ્યગ્રદર્શનનો અનુભવ હોય તો પુનઃ પુનઃ અનુભવમાં સ્થિર રહેવાની વૃત્તિ ઊઠે છે. એક મોટું કામ એણે કર્યું. પ્રગટ આત્માનો અનુભવ તેને ન હતો, તે અનુભવ અનંતકાળ પછી તેણે ર્યો. પરમકૃપાળુ દેવે કહ્યું,
આપ આપકું ભૂલ ગયે, ઈનસે કયા અંધેર ?
સમર સમર અબ હસત હૈ, નહિ ભૂલેંગે ફેર ! આથી મોટું આશ્ચર્ય શું હોઈ શકે કે પોતે પોતાને જ ભૂલી જાય ? એ સ્મરણમાં આવ્યો, સ્મૃતિમાં આવ્યો, શાસ્ત્રો દ્વારા પારખ્યો, જ્ઞાન દ્વારા જાણ્યો. સંતોના સહવાસમાં રહીને એણે નિર્ણય પણ કર્યો અને સાધનામાં ઢળીને દર્શનમોહ શાંત કરીને અનુભવ તેણે કર્યો. આ મોટી ઘટના છે. માટે એમ કહ્યું કે સમ્યગ્દષ્ટિ આત્મા જો તીવ્રપણે ઉપાડ કરે તો એ ભવમાં જ મોક્ષે જાય. ધારો કે ન ગયો તો ત્રણ ભવમાં મોક્ષે જાય અથવા પંદર ભવમાં જાય. વધારેમાં વધારે અર્ધ પુદ્ગલ પરાવર્તન કાળમાં મોક્ષમાં જવાનો જ. સમ્યગ્રદર્શન એમ કહે છે કે તને વધારે કાળ સંસારમાં રહેવા નહિ દઉં. મારો હાથ પકડતાં પહેલાં વિચાર કરજે. મોક્ષમાં લઈ ગયે જ છૂટકો. ખરેખર તો આ સાહિત્યની ભાષા છે. સમ્યગ્રષ્ટિને સંસારમાં રહેવાની ક્યાં ઈચ્છા છે ? સમ્યગ્રદર્શનની એ ખૂબી છે કે જેને તે અંતર્મુહૂર્ત માત્ર પણ સ્પર્શે એવો સમ્યગ્રષ્ટિ આત્માનો સંસાર અર્ધપુદ્ગલ પરાવર્તન કાળથી ઓછો હોય, તે સંસારમાં વધુ પરિભ્રમણ ન કરી શકે.
એ પણ સ્પષ્ટ સમજી લેજો કે “સમ્યગ્દર્શન થયું એટલે સાધનાની પૂર્ણાહુતિ થઈ ગઈ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org