________________
૧૮૨
પ્રવચન ક્રમાંક - ૮૬, ગાથા ક્રમાંક-૧૧૧-૧
પ્રવચન ક્રમાંક - ૮૬
ગાથા ક્રમાંક - ૧૧૧-૧) પરમાર્થે સમકિત
વર્તે નિજ સ્વભાવનો, અનુભવ લક્ષ પ્રતીત,
વૃત્તિ વહે નિજ ભાવમાં, પરમાર્થે સમકિત. (૧૧૧) સ્પષ્ટતાપૂર્વક સમ્યગદર્શનની ઘટનાને જેટલા ઊંડાણમાં જઈને સમજી શકાય એ સમજવાનો પુરુષાર્થ જીવે કરવાનો છે. પહેલાં સમજણ આવશે તેથી જ્ઞાન સ્વચ્છ થશે, એમાંથી દઢ શ્રદ્ધા થશે, પછી પ્રક્રિયામાં ઢળશે અને પ્રક્રિયામાં ઢળ્યા પછી દર્શનમોહનીય નામનું વિરોધ કરનાર, વિક્ષેપ ઉત્પન્ન કરનાર, બાધા ઉત્પન્ન કરનાર, અવરોધ કરનાર જે કર્મ, તેનો ઉપશમ થશે ત્યારે જે કંઈ અનુભવ થાય તે સમ્યગ્દર્શન. જેમ નોટ ઉપર રીઝર્વબેંકની છાપ પડી ગઈ, પછી ચલણમાં આવશે, છે તો કાગળનો કટકો પણ ગવર્નરની સહી થઈ એટલે એ ચલણમાં આવી, તેમ એક વખત સમ્યગ્દર્શનની છાપ જેને પ્રાપ્ત થઇ, એ મોક્ષમાર્ગના ચલણમાં આવ્યો કહેવાય. તે પહેલા કોઈ ગમે તેટલી સાધના કરે તેને જ્ઞાનીએ સંમત કરી નથી. પરંતુ જ્ઞાનીએ એમ જરૂર કહ્યું છે કે તે મંદ શુભભાવ છે. સમ્યગ્દર્શન પછીનો શુભભાવ અને સમ્યગદર્શનની ગેરહાજરીમાં થયેલ શુભભાવ એ બંનેની ગુણવત્તામાં ફરક છે. સમ્યગ્રદર્શન થયું હોય તે વખતનો શુભભાવ વિશિષ્ટ કોટિનો હોય અને સમ્યગદર્શન પહેલાનો શુભભાવ મંદ કોટિનો હોય. સમ્યગ્દર્શન અશુદ્ધને રોકે છે, શુભને ઉત્કૃષ્ટ બનાવે છે અને શુદ્ધ તરફ લઈ જાય છે. આ ત્રણે કામો સમ્યગદર્શનમાં થાય છે.
એક વખત સમ્યગ્દર્શનનો પ્રગટ સ્વાનુભવ થયા પછી તેની ઝંખના, તેની તાલાવેલી, તેને જે અનુભવ થયો છે તેમાં સ્થિર રહેવાની છે. તેણે પ્રત્યક્ષ અનુભવ કર્યો છે તેથી તેની ચેતના અન્ય કશા તરફ જવા ઇચ્છતી નથી. તેને બીજે જવું ગમતું નથી.
ઈતને દિન તું નાહિ પિછાણ્યો, મેરો જનમ ગમાયો અજાનમેં,
અબ તો અધિકારી હોઈ બેઠે, પ્રભુ ગુણ અખય ખજાનમેં. અનંતકાળ ગયો પણ પરિચય ન હતો. હવે પહેચાન થઈ. એક વખત સમ્યગદર્શનનો અનુભવ જેને થયો છે તેની ભાવના તે અનુભવમાં સ્થિર રહેવાની છે. જેમ અત્યંત ગરમી હતી, બળું બળું થતું હતું, દાવાનળ જેવી ગરમી લાગતી હતી, પછી અચાનક એરકન્ડીશનમાં ગયા, પછી બહાર આવવાનું મન થતું નથી. આ બહારની શાતાની વાત થઈ. આટલી નાનકડી ઘટના પણ વારે વારે તમને ત્યાં લઈ જાય છે, તેમ સમ્યગ્દર્શન થયા પછી સમ્યગ્રદર્શન એ આત્માને વારેવારે ખેંચે છે. અંદર વાસ કરવા જેવો છે, સ્થિર થવા જેવું છે, તેમાં કરવા જેવું છે, એમ થયા કરે છે. યશોવિજયજી મહારાજ જ્ઞાનસારમાં કહે છે કે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org