________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૧૮૧ સમક્તિથી ઉપાડ થાય તે કેવળજ્ઞાન પ્રાપ્ત કરે જ કરે. એક શબ્દ લક્ષ અને બીજો શબ્દ છે પ્રતીત. ભૂલમાં કરંટને આંગળી અડે અને પૂછીએ કે શું થયું ? કહેવું પડે કે પ્રતીતિ. કડક મીઠી ચાનો ઘૂંટડો લીધો તો ઘણા લોકો કહેશે વાહ ! સ્વર્ગ જેવું સુખ માણ્યું એક ઘૂંટડામાં. તેમ એક વખત આત્માનો અનુભવ કરે તો જગતનો કોઈ અનુભવ ગમે નહિ. બધું ફિક્કુ લાગે, માટે સમ્યગ્દષ્ટિ એમ કહે છે કે અમને ઇન્દ્રપદ જોઇતું નથી અને ચક્રવર્તીની સાહ્યબી પણ જોઈતી નથી. “ગઈ દીનતા સબહિ હમારી, પ્રભુ ! તુજ સમક્તિ દાનમેં'. ભગવાન! આપે આ સમ્યગ્દર્શન આપ્યું એટલે બીજું કંઈ જ ગમતું નથી.
ફરી ફરીને ત્યાં, ફરી ફરીને ત્યાં, કારણ કે એવો સ્વાદ મળ્યો અને અવર્ણનીય અનુભવ મળ્યો. પ્રતીતિ થઈ.
ધન્યવાદ, આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે માટે ધન્યવાદ. દરેકના અંતરમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org