________________
૧૮૪
પ્રવચન ક્રમાંક - ૮૬, ગાથા ક્ર્માંક-૧૧૧-૧ અને પછી તમે ગમે તે ખાવ, ગમે તેમ ચાલો, વર્તે, એવું સ્પેશીયલ લાઇસન્સ' સમ્યગ્દષ્ટિને જ્ઞાનીપુરુષ આપતા નથી. હજુ ઘણું કામ બાકી છે. એક ભાઇએ મકાન ચણાવ્યું, પછી પૂછ્યું કે કયારે રહેવા જવાના ? તો કહે કયાંથી જવાય ? ઇન્ટીરીયર ડેકોરેટર આવશે, પ્લાન બનાવશે. ફર્નીચર થશે પછી જવાશે. આ બધું થયા પછી કયારે ? તો કહે ગૃહશાંતિનું મુહૂર્ત આવશે ત્યારે. આમ સમ્યગ્દર્શન થવું એક વાત છે અને તેનાથી પણ આગળ વધી વીતરાગતા પ્રાપ્ત કરવાની છે. ભ્રમમાં ન રહેશો કે સમ્યગ્દર્શન અંતિમ અવસ્થા છે. તમને થશે કે આવી ચર્ચા ફરી ફરી કેમ કરો છો ? અમને તો લાગે છે કે ઘૂંટી ઘૂંટીને આ જ હૃદયમાં બેસાડવાનું છે.
સમ્યગ્દર્શન પ્રાપ્ત થયું તે ચતુર્થ ગુણસ્થાનક. કુલ ગુણસ્થાનક ચૌદ. પહેલું ગુણસ્થાનક મિથ્યાત્વ. ચોથાથી દરવાજો ઉઘડ્યો. હજુ દશ પગથિયાં બાકી છે. ચૌદમે પહોંચવાનું છે. ચોથે પહોંચ્યા એટલે દરવાજે પહોંચ્યા પરંતુ મહેલમાં જવાનું બાકી છે. ખરેખરી સાધના પાંચ, છ, સાત અને આઠમામાં છે. આઠમેથી ક્ષપક શ્રેણી અથવા ઉપશમ શ્રેણી મંડાય. ક્ષપકશ્રેણી જોરદાર ચક્કી છે. કર્મનો ભુક્કો ત્યાં થાય છે. ક્ષપક શ્રેણીમાં કર્મોનો ક્ષય કરે છે. દશમે થઇને બારમે જાય. ત્યાંથી તેરમે ગુણસ્થાને સર્વજ્ઞ બને છે. આ બધી એટલા માટે સ્પષ્ટતા કરીએ છીએ કે સમ્યગ્દર્શન થયું એટલે કામ પૂરું થયું નથી પરંતુ તમને ઠેકાણાની ખબર પડી, તમને સરનામું મળ્યું, પરંતુ હજુ ખજાનો પ્રાપ્ત કરવાનો બાકી છે. એટલા માટે સમ્યગ્દર્શન થયા પછી એક બીજો પ્રવાહ ચાલુ થાય છે. તે પ્રવાહ એ છે કે સમ્યગ્દર્શનમાં જે આત્માનો સ્વાનુભવ કર્યો, એ આત્મામાં પોતાની બહાર જતી વૃત્તિને રોકી અંદર ઠેરવવાની છે. તમને પ્રશ્ન થશે કે આટલું મોટું કામ કર્યા પછી પણ વૃત્તિ ઠેરવવાની બાકી રહે છે ? હા, બાકી છે. સામે ચારિત્ર મોહનો જથ્થો પડ્યો છે. સ્વરૂપની સ્થિરતામાં વિક્ષેપ કરનાર જે પરિબળ છે તેનું નામ ચારિત્ર મોહ છે.
દર્શનમોહ વ્યતીત થઇ ઊપજ્યો બોધ જે, દેહ ભિન્ન કેવળ ચૈતન્યનું ભાન જો, તેથી પ્રક્ષીણ ચારિત્ર મોહ વિલોકિયે, વર્તે એવું શુદ્ધ સ્વરૂપનું ધ્યાન જો.
ધ્યાન શબ્દ અહીં આવ્યો છે. આ કુંડલિની જાગૃત થાય અને નાચવા કૂદવા માંડે. આંખો ચકળવકળ થાય એ શારીરિક પ્રક્રિયા છે. વર્તે એવું શુદ્ધ સ્વરૂપનું ધ્યાન જો. સમ્યગ્દર્શનમાં જે શુદ્ધ સ્વરૂપ અનુભવ્યું તે શુદ્ધ સ્વરૂપનું ધ્યાન તેને વર્તે છે, તેને કહેવાય છે સ્વરૂપની સ્થિરતા. चारित्रं स्थिरतारूपमतः सिद्धेष्वपीष्यते ।
સમ્યક્ચારિત્રનો સીધો અર્થ થાય છે સ્વરૂપમાં સ્થિરતા. આવી સ્વરૂપ સ્થિરતા સિદ્ધોનેમોક્ષમાં ગયેલાઓને હોય છે. તેઓ પોતાના સ્વરૂપમાં સ્થિર છે, ઠરેલા છે. સમ્યગ્દર્શન થયા પછી તે ઠરે છે. દર્શનમોહના જથ્થાને હઠાવતાં અનંતકાળ જાય, પરંતુ ચારિત્રમોહના જથ્થાને હઠાવતાં અનંતકાળ નહિ જાય. થોડાક વર્ષો જશે. બરાબર મંડયા રહેશો તો તે જ ભવમાં, નહિ તો ત્રણ જનમમાં, ન થાય તો પંદર જનમમાં અને છેલ્લે અર્ધપુદ્ગલ પરાવર્તનમાં, આ જથ્થાને ખસેડતાં વાર નહિ લાગે. જેમ પથ્થરનાં જથ્થાને ખસેડવો મુશ્કેલ પણ માટીનો જથ્થો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org