________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૧૮૫ હટાવતાં વાર લાગતી નથી.
અનુભવ થયા પછી સમ્યમ્ દૃષ્ટિ આત્માને કયાંય ગમતું નથી, ચેન પડતું નથી, સોરવાતું નથી, વિષયો ભોગો ગમતા નથી. અર્થ અને કામ કે ભૌતિક સમૃદ્ધિ ગમતી નથી. એને કંટાળો નથી આવ્યો પણ જેમ તાવ આવ્યો હોય અને પાસે બેઠેલી મા દીકરાને શીરો ખવરાવવા પ્રયત્ન કરે તો દીકરો કહેશે મા ! ભાવતું નથી. શીરો છે, મીઠો છે તેમાં ના નહિ પણ તાવ હોવાથી ભાવતો નથી, તેમ સમ્યગ્દર્શન થયા પછી સંસાર ભાવતો નથી. - સાકર શેરડીનો સ્વાદ તજીને, કડવો લીમડો ધોળ મા રે, રાધાકૃષ્ણ વિના બીજું બોલ મા રે – આગળ સમ્યગ્દર્શનની પરિભાષામાં વાત કરી અને આ ભક્તિમાર્ગની પરિભાષાની વાત થઈ. પરમાત્માનું નામ લેવું તે સાકર શેરડી બરાબર છે અને સંસારની વાતો કરવી તે કડવા લીમડા બરાબર છે. અત્યાર સુધી હળાહળ ઝેર ઘોળ્યું, હવે સમ્યગ્દષ્ટિ આત્માને ઝેર ઘોળવું નથી, કડવો લીમડો ઘોળવો નથી, તેને આત્માના અનુભવનો રસ ઘોળવો છે. ગમતું નથી એટલે ચીડાઈ જાય છે કે કંટાળો આવ્યો છે તેમ નથી પણ રુચિ થતી નથી. એક દિવસ એવો હતો કે ભોગોની પ્રગાઢ રુચિ થતી હતી, ભોગ પાછળ દોડતો હતો, હવે ભોગોના ઢગલા તેની પાસે ખડકાયા છે પણ ભોગો ભોગવવા તેને ગમતા નથી. પૂરી સ્વતંત્રતા છે પણ ભોગવટો કરવાની અંદર વૃત્તિ નથી. કયા બાત હૈ? ઇન્દ્ર મહારાનો વૈભવ છે, છ ખંડનો માલિક છે પણ અંદર ગમતું નથી. એક સુંદર ઉદાહરણ છે. કોઈને મોટી ઉંમરે દીકરો થયો હોય, રૂપાળો, ડાહ્યો અને વિવેકી હોય, વિનય સંપન્ન હોય. પિતાના દિલનો કટકો બની ગયો હોય અને અચાનક એક દિવસ તેનું મૃત્યુ થાય તો બાપને તેનો કિંમતી મહેલ કેવો લાગે ? રહેવા જેવો લાગે? તે કહેશે કે મને આ બધું સ્મશાન જેવું લાગે છે. આ દીકરાના આઘાતથી સ્મશાન જેવું લાગે છે. સમ્યમ્ દષ્ટિને કોઈ આઘાત લાગ્યો નથી પણ ભાન થયું છે તેથી સંસાર એને ગમતો નથી અને એનાથી મહત્ત્વની વાત, તેને ખરેખરો આનંદનો ખજાનો મળી ગયો છે, માટે તેને સુખ જોઈતું નથી, સંસારનું સુખ કહો તો વાંધો નહીં પણ આનંદનો અનુભવ જેણે કર્યો છે તેને હવે સંસારના સુખમાં રસ પડતો નથી.
એક રાજા હતો, તે રસ્તો ભૂલી ગયો અને આદિવાસીના ઝૂંપડામાં ગયો. પાણી આપ્યું, ભોજન આપ્યું, બેસાડ્યો. રાજાને બહુ સંતોષ થયો. રાજાએ તેને કહ્યું કે તું અમારા મહેલમાં આવજે. માણસ લેવા મોકલીશ. આદિવાસી પૂછે છે કે તમારા મહેલમાં શું છે ? ખાવાનું છે? ખાટી છાશ અને ઘૂસ મળશે? એણે એ જ જોયું છે. ઝાડના પાંદડાનાં ઘરેણાં પહેર્યા હતાં, તે બતાવી પૂછે છે કે આવાં ઘરેણાં મળશે ? તેણે બીજું કંઈ જોયું જ નથી. સમ્યગ્દષ્ટિએ અનંત આનંદનો ખજાનો જોયો છે. માટે સંસારનું સુખ નિરસ લાગ્યું છે અને તમે જોયું નથી માટે તેમાં રસ પડે છે. સાહેબ ? ૩૨ પદ્મિની સ્ત્રીઓ સોનાનો થાળ હાથમાં લઈ, પાંચ પકવાન ભરીને પીરસવા નીકળી છે, સોળે શણગાર સજ્યા હોય, પકવાન પીરસાતા હોય, આગ્રહ કરતી હોય છતાં પતિરાજ સામું જોવા તૈયાર નથી. શું થયું? અણબનાવ, બોલાચાલી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org