________________
૧૮૬
પ્રવચન ક્રમાંક - ૮૬, ગાથા ક્રમાંક-૧૧૧-૧ કે રીસામણાં થયા નથી પણ તેને ખજાનો મળ્યો છે.
ગઈ દીનતા સબ હિ હમારી, પ્રભુ તુજ સમક્તિ દાનમેં,
પ્રભુ ગુણ અનુભવકે રસ આગે, આવત નહિ કો માનમેં. તેની દીનતા ચાલી ગઈ. હવે દુઃખ જ નથી. સમ્યગ્દષ્ટિને બહારનું દુઃખ છે પણ દુઃખી નથી. સંયોગો કે પરિસ્થિતિનું દુઃખ છે પણ દુઃખી નથી. આપણને બહારનાં બધાં સુખો છે પણ દુઃખનો પાર નથી. તમે કયાં સુખ માણી શકો છો ? દુઃખનાં ગાણા ગાવામાંથી ઊંચા આવો તો સુખ પામો ને ? આ શેની વાત થઈ રહી છે ? સમ્યગ્રદર્શન જેને થયું છે તેની. સમ્યગ્દષ્ટિને તો આનંદનો પાર નથી, કેમ કે તેને ખજાનો મળી ગયો છે. કબીરજી કહે છે કે જબ ખજાના મિલ ગયા, તબ રોનકી બાત કહાં હૈ ? “મન મસ્ત ભયા, અબ કયું બોલે ? ભીતરનો ખજાનો ખૂલી ગયો છે, હવે બોલવાની વાત કયાં છે ?
સમ્યગ્દષ્ટિએ જોયું છે પણ હજુ એક વાત બાકી છે. ચારિત્રમોહના દલિકો અંદર છે એટલે અનંત જન્મોના પૂર્વના સંસ્કાર છે. કયારેક કયારેક એ સંસ્કારો બહાર ખેંચી જાય છે. સમ્યગ્દષ્ટિને બહાર જવું નથી પણ સંસ્કાર ખેંચી જાય છે. કર્મની ભાષામાં તેને ચારિત્રમોહનો ઉદય કહે છે. આ જોખમી વાત છે. તમે એમ ન કહેશો કે “અમને વૃત્તિ કે ઇચ્છા નથી પણ ચારિત્રમોહનો ઉદય છે એટલે સંસાર ભોગવીએ છીએ. અલ્યા ! આ તો કાચો પારો છે, કાચું ઝેર છે. સમ્યગ્દષ્ટિને ઈચ્છા જ નથી. ઉદયમાં આવે છે અને ધક્કો વાગે છે તેથી અનુભવમાં સ્થિર થઈ શકાતું નથી. અનુભવમાં સ્થિર રહેવું છે તેમ વારે વારે ઘૂંટાય તેને લક્ષ કહે છે. “વર્તે નિજ સ્વભાવનો અનુભવ લક્ષ' આ લક્ષ થયું. કોઈ કન્યાનાં લગ્ન થઈ ગયાં હોય, તેનો સંસાર ગોઠવાઈ ગયો હોય તો પતિનું ઘર પોતાનું છે અને માતા-પિતાનું ઘર પિયર છે તેમ લાગે છે. પિયર આવી હોય તો ક્યારે મારા પોતાના ઘેર જાઉં એમ થયા કરે છે.સમ્યગ્દષ્ટિને લક્ષ રહ્યા કરે કે કયારે ફરી અનુભવ કરું ? ફરી ફરી કયારે અનુભવ થાય? આ ફાટ પડી ગઇ. પહેલાં સળંગ સંસારમાં જતો હતો. હવે સળંગ નહીં જાય. આખો જતો હતો, હવે નહીં જાય, હવે તેને ભાવ પણ નથી, કંટાળો પણ નથી, અણગમો પણ નથી. એક લક્ષ રહ્યા કરે કે કયારે ફરી અનુભવ ક્યું
ગાંધીજીએ લખ્યું છે કે રેવાશંકર જગજીવનદાસની પેઢી ઉપર પરમકૃપાળુદેવ બેસતા હતા, માલ લેતા હતા, વેચતા હતા, ઘરાકો સાથે વાત કરતા હતા. પરંતુ જેવો ઘરાક ઊભો થઈ જાય કે તરત બાજુમાં પડેલાં શાસ્ત્રનાં પાનાં ઉઘાડતા હતા, ને સ્વરૂપમાં કરતા હતા. જ્યાં હજારો માણસોની અવર જવર હોય તે પાયધુનીની પેઢી ઉપર શાસ્ત્રો શેનાં યાદ આવે ? પણ તેઓ શાસ્ત્રો વાંચતા હતા. આનંદઘનજીએ કહ્યું છે કે પતિ પરદેશ ગયો છે. સ્ત્રી ઘરમાં છે અને નાનું કુટુંબ છે. બાઈ ઘર ચલાવે છે પણ લક્ષ કયાં ? આંખો બંધ કરે એટલે પતિ યાદ આવી જાય કે પતિ ઘેર કયારે આવશે ? એનું જ લક્ષ. વિરહ સાલે અને આંખમાંથી આંસુડાં પણ ટપકે. કયારે કામ પૂરું કર્યું અને કયારે આત્મામાં ઠરું ? વારે વારે આવું થાય, તેને કહેવાય લક્ષ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org