________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૧૮૭ સમ્યગદર્શન થયું એટલે ગમે તેમ ખાય, ગમે તે બોલે, ગમે તેમ હરે, ફરે, આવી બધી વ્યાખ્યાઓ કરશો નહિ. લોકોને ઊંધે રવાડે ચડાવશો નહિ. સમ્યગ્રદર્શન એ નક્કર ઘટના છે. આખો સંસાર તેના માટે વ્યર્થ એટલે અસાર થઈ ગયો છે. સમ્યગ્દર્શન થયા પછી સંસાર શેરડીના કુરચાં જેવો રસ વગરનો લાગશે. ૩૨ પદ્મિની સ્ત્રીઓ પીરસતી હોય છતાં ત્યાં વૃત્તિ જતી નથી. એવી અવસ્થા છે. સમ્યગ્રદર્શનનું અદ્ભુત કાર્ય છે. હજુ ચારિત્રમોહનો જથ્થો છે. ક્યારેક દેહના કાર્યો જેવા કે ખાવું, પીવું પડે અને સંસારના કાર્યો કરવા પડે તે કરે. આ કરવા જેવું છે અને આ કરવું પડે છે એમ બે વચ્ચે ફરક છે. તે કરતી વખતે હું આત્મા છું અને હું દેહથી ભિન્ન છું અને મારે આત્મસ્વરૂપમાં સ્થિર થવું છે એવું લક્ષ, એવું ખેંચાણ, એવી રુચિ જયારે અંદર કરે, તેને કહેવાય છે લક્ષ. આ લક્ષ શબ્દની વ્યાખ્યા થાય છે. “વર્તે નિજ સ્વભાવનો અનુભવ'- એક અને બીજો શબ્દ “લક્ષ'. અન્ય કાર્ય કરવા છતાં ધ્યાન આત્મા તરફ રાખે.
આનંદઘનજીએ સરસ ઉદાહરણ આપ્યું કે “નટવો નાચે ચોકમેં ને, લોક કરે લખશોર' જૂના જમાનામાં તરગાળા આવતા હતા, દોરડાં બાંધતા હતા અને નટો દોરી ઉપર નાચતા હતા. બંને હાથમાં તલવાર હોય અને દોર ઉપર નાચે. નીચે હજારો માણસો શોરબકોર કરતાં હોય પરંતુ તેઓ જરાપણ ચસ્કે નહિ. તલવાર હાથમાં છે પણ તેઓનું લક્ષ દોર ઉપર જ છે, તેમ સમ્યગ્દષ્ટિ આત્મા બધા કાર્યો કરે પણ લક્ષ તેનું આત્મા ઉપર. તેણે આત્માને ભાળ્યો છે. કોઈ માણસ કોઈ સ્ત્રીના પ્રેમમાં પડે તો કહે ને કે શું ભાળ્યું છે તેમાં ? સમજ્યા કંઈ? શું ભાળી ગયો છે એમાં ? કંઈ ઠેકાણે છે કે નહિ? તેમ જગતના જીવો કહે છે કે શું ભાળી ગયો છે આત્મામાં ? જગતને લાગે આ ઘેલો છે અને આ એમ જાણે કે જગત ઉન્મત્ત છે. તે કાર્યો કરે, પ્રવૃત્તિ કરે, પરંતુ અન્ય કાર્યોમાં તેને તન્મયતા ન થાય અને હું આત્મા છું તેવો અનુભવ સતત રહ્યા કરે, એવી પ્રતીતિ તેની ન જાય. “વર્ત નિજ સ્વભાવનો, અનુભવ લક્ષ પ્રતીત’ તો આ પ્રતીતિ. ઊંઘમાં પણ તેને પૂછો કે તું કોણ છે ? તો નામ યાદ ન આવે પણ કહેશે કે હું આત્મા છું. આ વાતની શ્રદ્ધા ફરતી નથી અને આત્માનું લક્ષ થયા પછી મૃત્યુનો પ્રવાહ તેની શ્રદ્ધાને હવે વેરવિખેર કરી શકતો નથી.
ચારિત્રમોહના કારણે કષાયો જોર કરે છે, નોકષાય જોર કરે છે, જૂના સંસ્કારો કામ કરે છે, જૂની વૃત્તિઓ જોર કરે છે પરંતુ જાગી ગયેલો સમ્યગ્દષ્ટિ આત્મા આને મચક આપતો નથી. સંસ્કારો અને વૃત્તિઓ રહેવાની, પણ હવે વૃત્તિઓ આવે છે તે દર્શનમોહના માલમાંથી નથી આવતી. ચારિત્રમોહના માલમાંથી આવે છે. ચારિત્રમોહનો માલ દર્શનમોહ જેટલો ગાઢો નથી. દર્શનમોહનો ગઢ તૂટ્યો. “તેથી પ્રક્ષીણ ચારિત્ર મોહ વિલોકિયે, વર્તે એવું શુદ્ધ સ્વરૂપનું ધ્યાન જો.” હવે તેને શુદ્ધ સ્વરૂપનું ધ્યાન વર્તે છે. સમ્યગ્દર્શન થાય એટલે શું થાય, તે વિચાર તો કરો. પરમકૃપાળુદેવે આ એક ગાથામાં અસંખ્ય શાસ્ત્રો ઠાલવી દીધાં છે. કોઈ ભ્રમણા કે ગેરસમજ નહિ રહે. સમ્યગદર્શન એ માની લેવાની ચીજ નથી. ચાંદલો વગેરે બાહ્ય ચિન્હ અને સમ્યગ્દર્શનને સંબંધ નથી. કપાળમાં ચાંદલો કર્યો એટલે સમ્યગૃષ્ટિ છો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org