________________
૧૮૮
પ્રવચન ક્રમાંક ૮૬, ગાથા ક્ર્માંક-૧૧૧-૧ તેવો દાવો ન કરશો. સમ્યગ્દર્શન એક આંતરિક અવસ્થા છે. હવે તેની પરિણતિ, જ્ઞાનની ધારા, અંદરમાંથી ઊઠતી ધારા જુદી છે. વૃત્તિઓ જોર કરીને પુદ્ગલ તરફ ખેંચતી હોવા છતાં એ પુદ્ગલ તરફ ખેંચાવા તૈયાર નથી. એવી ટકવાની શકિત તેનામાં આવી ગઇ છે. બહુ મોટી તાકાત છે. સ્વરૂપને જાણવું જુદી ઘટના અને સ્વરૂપમાં ઠરવું તે પણ જુદી ઘટના છે. એ કેમ ઠરી શકતો નથી ? પૂર્વના સંસ્કારો ઉદયમાં આવે છે, જોર કરે છે તેથી ઠરી શકતો નથી. સમ્યગ્દષ્ટિની આખી અવસ્થા બદલાઇ ગઇ. તે આત્મા કદાચ સંસારમાં રહેતો હશે પણ તેની રહેવાની કળા હવે જુદી છે.
સંસારમાં સરસો રહે, અને મન મારી પાસે, સંસારમાં રાચે નહિ, તે જાણ મારો દાસ. અર્જુન ! સુણો ગીતાનો સાર.
સભ્યચ્છિષ્ટ આત્મા સંસારમાં ચિત્તપાતી નથી, કાયપાતી છે. આ હરિભદ્રસૂરી મ.સા.ના શબ્દો છે, એ શરીરથી સંસારમાં રહ્યો છે પણ મનથી સંસારમાં રહ્યો નથી. તમને પણ ઘણી વખત ખબર તો પડી જાય છે, કોઇ વાત કરો છો પણ ઉપરછલ્લી,અંદરથી નહીં, જેમ અણગમતા મહેમાન આવે ત્યારે બધું કરો છો પણ ઉપરનો દેખાવ, અંદરનો પ્રેમ નહિ, તેમ સભ્યષ્ટિ આત્મા સંસારમાં રહે છે ખરો, પણ રસ કયાં? તેને રસ આત્મામાં છે. તમામ કર્તવ્યો શ્રેષ્ઠ રીતે અદા કરે છે પરંતુ તેમાં ભળતો નથી. તેની વૃત્તિ હંમેશા સ્વભાવ તરફ જ દોડતી હોય છે. ‘વૃત્તિ વહે નિજ ભાવમાં’.
-
સભ્યષ્ટિની સાધના શું ? એમ તમે પૂછતા નથી પણ હું જ તમને કહું છું કે તેની સાધના એ કે વૃત્તિ જે બહાર જાય છે તે વૃત્તિને તમામ શકિત વાપરી અંદર વાળવી એ એનો પ્રચંડ પુરુષાર્થ છે, સભ્યષ્ટિ સમયે સમયે આ કર્યા કરે છે. ફરી ફરી કહું છું કે ભ્રમમાં ન રહેશો કે ‘હવે અમારું કામ પૂરું થયું'. હસ્તમેળાપ પછી જ સંસારની શરૂઆત થાય છે, તેમ સમ્યગ્દર્શન થયા પછી જ મોક્ષમાર્ગની શરૂઆત થાય છે. શરૂઆત હવે થયેલી હોવાના કારણે પોતાની વૃત્તિને જોર કરીને સ્વરૂપમાં વાળે આનું નામ ધર્મ, આનું નામ ધ્યાન. એને ખબર પડે કે વૃત્તિ બહાર જઇ રહી છે તો તેનો દ્રષ્ટા બન્યો, જોનાર બન્યો. વૃત્તિ બહાર જઇ રહી છે, આ વૃત્તિ બહાર ચાલી, તરત જ વૃત્તિને પાછી વાળે, વૃત્તિ બહાર જવાની, સમ્યગ્દષ્ટિ વૃત્તિને પાછી વાળ્યા વગર રહે નહિ.
બહાર જતી વૃત્તિને પુરુષાર્થ કરી પોતાના સ્વભાવમાં લઇ જવી તેને પરમાર્થે સમક્તિ, નિશ્ચિત, સંપૂર્ણ, સાચું સમકિત, જ્ઞાનીએ માન્ય કરેલું સમક્તિ, નિશ્ચયનયની અપેક્ષાએ સમકિત અને વાસ્તવિક ઘટનાથી થયેલ સમકિત કહેવાય. એના જીવનમાં સર્વાંગીણતા છે. વ્યવહારમાં ઊભો છે, વ્યવહાર તે પૂરો કરે છે પરંતુ તેનું લક્ષ અંતર તરફ છે. તે આવું ધ્યાન કરે છે. ઐસે જિન ચરણે ચિત્ત લાવો, ઐસે પ્રભુ ગુણ ગાવો !
બે કામ થયા. (૧) વૃત્તિને જાણવી કે કયાં જાય છે તે, અને (૨) બહાર જતી વૃત્તિને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org