________________
XVII
ચૈતન્યઘન : ખંડ ખંડ જ્ઞાન બંધ થતાં જે જ્ઞાન અખંડ થાય તેવા જ્ઞાનને ચૈતન્યઘન કહેવાય. આપણું જ્ઞાન ખંડ ખંડ છે. એક વિચાર થયો પછી બીજો આવ્યો. એક વસ્તુ જોઈ પછી બીજી જોઈ તેમ જ્ઞાનમાં ખંડ પડે છે. જ્ઞાનથી જ્ઞાનને જ જાણ્યા કરો તો તેમાં ખંડ પડતાં નથી. વસ્તુ કે પરપદાર્થને (જ્ઞયને) જાણતાં મારા જ્ઞાનથી જ મને વસ્તુ જણાય છે તેમ જ્ઞાન ઉપર જ એકાગ્ર થવાય તો તેમાં ખંડ પડતા નથી. જેમ જેમ જ્ઞાન પોતામાં એટલે જ્ઞાનમાં એકાગ્ર થાય તેમ તેમ જ્ઞાન ઠરતું જાય, પોતામાં જામતું જાય અને ઠરીને ઘન થતું જાય છે. તેથી તેને ઘનસ્વરૂપ એટલે ચૈતન્યઘન અખંડ કહેવાય છે. પોતાના સ્વભાવમાં લીન રહે છે.
સ્વયં જ્યોતિ જે પોતે પોતાથી જ પ્રકાશ પામે છે. જ્ઞાન પોતે પોતાથી જ પ્રકાશે છે. તેને પ્રકાશિત થવા માટે બીજાની મદદ લેવી પડતી નથી. મને તો જાણનાર જ જણાય છે એવું લક્ષ રહ્યા કરે તો આત્મા પોતાને જણાયા વગર રહેતો નથી. આત્મા પર પદાર્થથી હટી સ્વમાં કેન્દ્રિત થાય તો તે સ્વયં જ્યોતિ સ્વરૂપ છે.
સુખધામઃ જેમાંથી સુખ નીકળ્યા જ કરે. જે સુખનું રહેઠાણ અને સુખનું ધામ છે. સુખ બહારથી મળતું નથી પણ સુખ આત્મામાંથી આવે છે. લોકોને ભ્રમ છે કે સુખ અમને પર પદાર્થમાંથી મળે છે તેથી પુગલ અને સંયોગો પાછળ ફાંફાં મારે છે. જ્ઞાની કહે છે કે હે જીવ! તું ભ્રમા મા, સાચું સુખ અંતરમાંથી મળે છે. સંતોષી નર સદા સુખી ! તે સુખ ક્યાંથી મેળવતો હશે? અંતરમાંથી જ !
ગાથા - ૧૧૯ બોધબીજ આત્મા વિષેનો બોધ તે બોધબીજ કહેવાય.
અપૂર્વ ભાન પૂર્વે ક્યારેય નહિ અનુભવેલું જ્ઞાન. અથવા તેની જાણકારી પોતાનું સ્વરૂપ જેવું છે તેવું યથાતથ્ય જાણવું.
ગાથા - ૧૨૨ નિર્વિકલ્પ કોઈપણ જાતના વિચારો વગરની દશા.
ગાથા - ૧૨૯ આત્મભ્રાંતિઃ ભ્રાંતિ એટલે દ્વિઘા અથવા ભ્રમણા. ભ્રાંતિ શબ્દ મૂળ વેદાંત દર્શનનો છે, પરંતુ બધા દર્શનોએ તે વાપર્યો છે.
જે પોતે છે તે ન માનવું અને જે પોતે નથી તેમ માનવું તેનું નામ બ્રાંતિ. આત્મા પોતાને આત્મા છું તેમ માનતો નથી અને હું દેહ છું તેમ માને છે તે આત્મભ્રાંતિ કહેવાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org