________________
XVI
આભાસ, અનેક રીતે ઊંઘી જ માન્યતા થવી. આ દર્શનમોહનીય કર્મ-મિથ્યાત્વ કરાવે છે અને તે તોડવા ઘણી મહેનત કરવી પડે છે.
ગાથા - ૧૧૫ દેહાધ્યાસઃ દેહ તે જ હું આત્મા તેવી ખોટી માન્યતાનો અભ્યાસ થઈ જવો. દેહમાં આત્મબુદ્ધિ થવી તે દેહાધ્યાસ કહેવાય.
ધર્મનો મર્મઃ દેહ તે જ આત્મા છે એવો અધ્યાસ છૂટી જાય તો જીવ કર્મનો કર્તા નથી. દેહના સંબંધે જ કર્મો બંધાય છે. દેહ અને આત્મા જુદા હોય તો કર્મ થવાનો સંભવ નથી. કર્મનો કર્તા ન હોય અને કર્મ પણ ન હોય તો ભોગવવાનું ક્યાં રહ્યું? દેહ અને આત્માને જુદાં જ માનો. “જાણનાર તે આત્મા અને ન જાણે તે દેહ” આ સૂત્ર જીવનમાં ઉતારો, તે ધર્મનો મર્મ છે.
ગાથા - ૧૧૬ મોક્ષ સ્વરૂપ : આત્માની શુદ્ધ અવસ્થાને મોક્ષ સ્વરૂપ કહે છે.
અવ્યાબાધ સ્વરૂપ : અવ્યાબાધ એટલે જેને કદી કોઈ જાતની બાધા કે અવરોધ ન આવે તેવી અવસ્થાને અવ્યાબાધ સ્વરૂપ કહેવાય. મુક્ત અવસ્થામાં કોઈપણ જાતની વળગણ નથી તેથી તેને અવ્યાબાધ કહે છે.
ગાથા - ૧૧૦ શુદ્ધ : પવિત્ર, દોષથી રહિત, આત્મા કોઈપણ પદાર્થ વિશે રાગ દ્વેષના ભાવોથી, વિકલ્પોથી અને શુભાશુભ વિચારોથી રહિત છે તેથી તે શુદ્ધ છે. કર્મોથી રહિત છે. તે દ્રવ્યકર્મ ભાવકર્મ અને નોકર્મથી રહિત છે તેથી શુદ્ધ છે. આત્મા શરીરમાં રહેવા છતાં જડ સ્વરૂપ થતો નથી, તેથી તે શુદ્ધ છે. તેમાં કોઈપણ જાતનાં ભેદો નથી તેથી શુદ્ધ છે. આત્મદ્રવ્ય મૂળભૂત સ્વભાવથી શુદ્ધ છે, પરંતુ તે વર્તમાનમાં પર્યાય અવસ્થામાં મલિન છે તેમાં રાગ દ્વેષ અને મિથ્યા માન્યતાઓ રહેલી છે પરંતુ આ મલિનતા દૂર થઈ શકે છે. જે આત્માથી છૂટું પડે તે આત્માનો સ્વભાવ નથી. શુદ્ધતા ક્યારેય આત્માથી છૂટી પડી જ ન શકે તેથી આત્મા શુદ્ધ સ્વભાવવાળો છે. - બુદ્ધઃ કેવળજ્ઞાન આદિ અનંત ચતુષ્ટય યુક્ત આત્મા બુદ્ધ છે. જ્ઞાનસ્વરૂપ આત્મા સ્વચ્છ, નિર્મળ છે. તમામ અવસ્થાઓથી જે પેલી પાર છે. જેને કંઈપણ જાણવાનું બાકી રહેતું નથી અને સંપૂર્ણપણે જેણે પોતાનું અસ્તિત્વ જાણી લીધું છે. જેમાંથી બધી અશુદ્ધિઓ ખરી પડી છે. આવું જ્ઞાન જેણે પ્રાપ્ત કર્યું છે તે આત્મા બુદ્ધ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org