________________
XVIII
ભ્રાંતિનો બીજો અર્થ માયા પણ થાય છે. અજ્ઞાનતાપૂર્વક ગેરસમજણ થાય એટલે ભ્રાંતિ થઈ કહેવાય.
પથ્થ: પરેજી, ચરી પાળવી.
ધ્યાન ધ્યાન એટલે મનનું મટી જવું. નિર્વિકલ્પ અવસ્થા, ધ્યાનમાં કર્મોને બાળવાની પ્રચંડ શક્તિ છે. ધ્યાનથી મોક્ષ થાય છે. આત્મભ્રાંતિ રોગને દૂર કરનાર ઔષધ ધ્યાન છે.
ગાથા - ૧૩૦ પરમાર્થઃ પરમ અર્થ, પરમ શુદ્ધ આત્મા. સત્ પુરુષાર્થ સમજણપૂર્વક, સાચી રીતથી થતો પુરુષાર્થ !
ગાથા - ૧૩૧ નિશ્ચય વાણીઃ આત્માને, તેના સ્વરૂપને ઓળખવા માટે જે શબ્દો કે ભાષા વપરાય તેને નિશ્ચયવાણી કહે છે.
ગાથા - ૧૩૨ નય : નય એટલે અપેક્ષા. કોઈપણ વસ્તુને પૂરેપૂરી યથાર્થ સમજવા, જુદા જુદા પડખેથી, જુદી જુદી અપેક્ષાથી સમજવી પડે છે. જૈનદર્શનમાં આત્માને બે નયોથી સમજવામાં આવે છે. એક દ્રવ્યાર્થિક નયની અપેક્ષાથી અને એક પર્યાયાર્થિક નયની અપેક્ષાથી. બંને રીતથી સમજીએ તો પૂરું જ્ઞાન થાય. આત્મા શુદ્ધ છે તે દ્રવ્યાર્થિક નયની જ અપેક્ષાથી અને વર્તમાનમાં પર્યાયમાં અશુદ્ધ છે તે પર્યાયાર્થિક નયની અપેક્ષાથી વાત છે.
એકાંતઃ એકાંત એટલે એક જ અપેક્ષાથી સમજવું. કાં તો નિશ્ચયથી અથવા ફક્ત વ્યવહારથી સમજીએ તો એકાંતનો પક્ષ કર્યો કહેવાય. જૈનદર્શન અનેકાંતમાં માને છે. એટલે એક વસ્તુને બધી દૃષ્ટિથી જુદી જુદી રીતે જોઈ વાત નક્કી કરવી.
ગાથા - ૧૩૫ સદ્ગુરુ આજ્ઞા : જેનાથી વીતરાગતા પ્રાપ્ત થાય તેવા શબ્દો જેમની પાસેથી પ્રાપ્ત થાય તે સદૂગુરુ અને તેમની આજ્ઞા તે સદ્ગુરુ આજ્ઞા. જિનદશાઃ વીતરાગ અવસ્થા.
ગાથા - ૧૩૬ ઉપાદાનઃ ઉપાદાન એટલે મૂળભૂત કારણ. અહીં આત્મા ઉપાદાન છે.
ઉપાદાન કારણઃ ઉપાદાનમાં રહેલી જુદી જુદી શક્તિઓ. જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય, શ્રદ્ધા વિગેરે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org