________________
XIX
નિમિત્ત એટલે ઉપાદાનની શક્તિઓ જેની હાજરીમાં પ્રગટ થાય તેવું કારણ. સદ્ગુરુ, સતશાસ્ત્ર, ગુરુ આજ્ઞા વિગેરે.
નિમિત્ત કારણ : ઉપાદાન કારણમાં કારણત્વને જગાડીને તેમાં સહાયક બનવું. તપ, જપ, વ્રત, અનુષ્ઠાન, જિનબિંબ, જિનાગમ આ બધા આત્મસાધના કરવા માટે (ઉપાદાનની શક્તિઓ પ્રગટવા માટે) નિમિત્ત કારણો છે.
ગાથા - ૧૩૦ દ્રોહઃ વિશ્વાસઘાત, વગોવણી, નિંદા, તિરસ્કાર, મૂલ્ય ન આપવું અને અવહેલના કરવી તેને દ્રોહ કર્યો કહેવાય.
મોહઃ સમગ્ર સંસારનો આધાર તે મોહ. ચૌદરાજલોકમાં ફેલાયેલ સંસારનું મૂળ મોહ છે. મોહનું એક જ કામ છે કે જે સત્ય છે તેને અસત્ય મનાવે છે, પરમાર્થથી દૂર લઈ જાય છે, જે છે તેનો ઈન્કાર કરાવે અને પર પદાર્થોમાં મમત્વબુદ્ધિ અને આસક્તિ કરાવે. સંસારમાં ડૂબાડવાનું કામ મોહ કરે છે. મોહ એટલે મિથ્થાબુદ્ધિ, વિપરીત બુદ્ધિ અને અજ્ઞાન. મોહ મદિરાપાન સમાન છે. અનંતકાળથી માનવી મોહરૂપી મદિરાના નશામાં ડૂબેલો છે, તરબોળ છે, મોહ આત્મવિસ્મરણ કરાવી ચોરી, હિંસા, માયા, કપટ, જૂઠ, પરિગ્રહ, માન, કુશીલ વિગેરેનો પાયો બની પાપ કરાવે છે. મોહનું એક કામ આત્મ વિસ્મરણ કરાવવાનું, બીજું કામ આનંદ અને સુખ પદાર્થો અને વિષયોમાં છે તેમ ઠસાવવું. ત્રીજું કામ આંખ મીંચી પરપદાર્થોની પાછળ દોડવું અને ચોથું કામ અહમ્ અને મમ્ કરાવવાનું. જ્ઞાન અને અજ્ઞાન માપવાની પારાશીશી મોહ છે. જે મોહની સત્તા નીચે હોય તે અજ્ઞાની છે અને મોહની સત્તાથી ઉપર ઊઠે તો જ્ઞાની છે. બધા કર્મોનો રાજા મોહ છે.
ગાથા - ૧૩૮ દયા: દયા બે પ્રકારની છે. પરદયા અને સ્વદયા.
બીજાની ભૂખ ભાંગવી, કપડાં આપવાં, તરસ્યાને પાણી આપવું, રોગમાં સેવા કરવી તે પરદયા છે. પરંતુ પોતાનો આત્મા દુઃખી છે. ભવભ્રમણ અને જન્મ મરણ કરી દુઃખી થઈ રહ્યો છે. પોતાના સ્વરૂપના ભાન વગર ભમી રહ્યો છે તેને હું બચાવું, તે પ્રકારના વિચારો આવે અને પરિણામે આત્માને મુક્ત કરવાના કાર્યમાં લાગે તે સ્વદયા છે અને તે મુમુક્ષુને હોય છે.
શાંતિઃ તમામ સંતાપો સમાવવાની શક્તિ જેમાં છે તેને કહેવાય છે શાંતિ. દુઃખ,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org