________________
૧૨૪
પ્રવચન ક્રમાંક – ૭૯, ગાથા ક્રમાંક-૧૦૫-૧ અહીં એક વાત એ કરવી છે કે દર્શનમોહનો ઉપશમ જો થયો હોય તો અંતર્મુહર્ત અથવા જેટલો કાળ અનુભવ થાય તેટલો કાળ દર્શનમોહ કંઈ અસર કરી શકતું નથી. અંદર અસર રહિત એવી જે અવસ્થા, તે અવસ્થામાં નિર્વિકલ્પ દશા હોય છે અને એવી નિર્વિકલ્પ દશામાં જે શુદ્ધ ચૈતન્યનો અનુભવ થાય તેનું નામ સમ્ય દર્શન અને તે વધારેમાં વધારે ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત રહે છે. આ અંતર્મુહૂર્ત ચાલે તો લાંબો અનુભવ કહેવાય. એવો અનુભવ જ્યારે અંતરમાં થાય ત્યારે શુદ્ધ ચૈતન્યતત્ત્વની પ્રગટ અનુભૂતિ થાય. હું આત્મા છું, ચૈતન્યમૂર્તિ ભગવાન આત્મા છું, એમ વિચાર કે વિકલ્પ પણ નહિ, પણ જે પોતે છે તેમ પોતાને પોતાની અનુભૂતિ થાય. હું આ છું એવો શબ્દ પણ નહિ, અને કહેવાની જરૂર પણ નહિ. આવી પ્રગટ અનુભૂતિ અંદરમાં સતત રહે. તે વખતે કોઈ વિકલ્પો કામ કરતાં નથી, જેમ કે જગત છે, જગતમાં પોતે છે, શરીર છે, શરીરમાં પોતે છે અને કોણ જાણે પોતે કેવી રીતે બેઠો છે ? ઘરના ખૂણામાં બેઠો છે કે બહાર ? તેનો ખ્યાલ હોતો નથી. આવી અનુભૂતિ થાય ત્યારે દર્શનમોહનીય કર્મ સંપૂર્ણ નિષ્ક્રિય બની જાય છે ત્યાં કોઈ વિકલ્પ ઊઠતો નથી તેવી નિર્વિકલ્પ અનુભૂતિ હોય છે.
સમજવા કોશિશ કરજો એ અનુભૂતિ કોની ? તો આત્મતત્ત્વની. હું આત્મદ્રવ્ય, આખું આત્મ દ્રવ્ય સળંગ, અખંડ અને પરિપૂર્ણ એને અનુભવમાં આવે. જેમ હાથમાં આંબળું લીધું તો આંબળું પૂરેપૂરું તમને દેખાય તેમ ચૈતન્યદ્રવ્યનું દર્શન અનુભૂતિ એ કાળમાં થાય, આનું નામ સમ્યગ્દર્શન. સમ્યગ્દર્શન ભાષામાં નહિ કહેવાય, ક્રિયાથી બતાવાતું નથી પરંતુ જેને અનુભૂતિ થાય છે તેના માટે અનુભૂતિ પ્રમાણ છે. ત્યાં શાસ્ત્રનો આધાર નથી. વિચારનો કે વિકલ્પનો પણ આધાર નથી. માત્ર નિરપેક્ષ શુદ્ધ ચૈતન્ય તત્ત્વની અનુભૂતિ. આવી સમકિતની પ્રાપ્તિ થયા પછી વચમાં કોઈ વિક્ષેપ ન આવે તો, શાસ્ત્રીય પરિભાષામાં તે વમી ન નાખે અને પ્રચંડ પુરુષાર્થ તેનો ચાલુ રહે તો તે જ ભવમાં મોક્ષની પ્રાપ્તિ થાય. મોક્ષ કયારે મળશે? તે પૂછવાની જરૂર નથી. તું શું કરવા તૈયાર છે ? તે વાત કર. મોક્ષમાં વિલંબ નથી, પણ તારા પુરુષાર્થમાં વિલંબ છે. સમ્યગ્દર્શન થાય તે ભવમાં મોક્ષ મળે, તે ભવમાં ન થાય તો ત્રણ ભવમાં થાય અને જો તે ન થયો તો વધારેમાં વધારે પંદર ભવમાં મોક્ષ થાય. છેલ્લે એમ પણ કહ્યું કે જો કોઈ સમકિત વમી નાખે, તો ફરી પ્રાપ્ત કરવું પડે.
__ अंतोमुत्तमित्तं पि, फासियं हुज्ज जेहिं समत्तं ।
तेसिं अवड्ढ पुग्गल, परिअट्टो चेव संसारो ॥ સમ્યગ્દર્શન એમ કહે છે કે અર્ધ પુદ્ગલ પરાવર્તનથી વધારે કાળ હું તને સંસારમાં રહેવા દઇશ નહિ. માટે મારો હાથ પકડતાં પહેલાં વિચાર કરજે. સંસારમાં હું તને વધુ રહેવા દઈશ નહિ.
સભ્ય દર્શન થતાં અંદરમાં અસાધારણ ઘટના ઘટે છે. જો સાથે તીવ્ર સંવેગ હોય તો એ ભવમાં એ જીવ મોક્ષ પ્રાપ્ત કરે. દૃઢ પ્રહારી મુનિ ભગવંતને કહે છે કે મેં ઘણાં પાપો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org