________________
૪૨૪
પ.પૂ. ગુરુજીના પ્રવચનોમાંથી. ૨નક્કણિશાઓ
સંકલનઃ શ્રીમતી ભારતીબેન નિરંજનભાઈ મહેતા
જીવમાં બે પ્રકારનાં ભાવો થાય છે. સંસારી જીવોને કર્મભાવની મુખ્યતા છે જ્યારે મોક્ષભાવ જ્ઞાનીને હોય છે. કર્મભાવ એટલે જીવનું અજ્ઞાન અને સ્વરૂપ વિશેની ભ્રાંતિ છે. આ કર્મભાવનાં પ્રતિપક્ષી મોક્ષભાવને અનુસરવું. પોતાના સ્વરૂપમાં સ્થિરતા કરી ઉદયમાં આવતાં કર્મો અને સંયોગોથી આત્મા સંપૂર્ણ રીતે ભિન્ન છે તેવો પ્રત્યેક ક્ષણે અનુભવ કરવો. જે જે કારણોથી કર્મબંધ થાય છે તે તે કારણોને મીટાવી દેવાથી કર્મો ફરી બંધાતા
નથી. જૂના કર્મોનો ક્ષય થાય છે અને ભવભ્રમણનો અંત આવે છે. ૩. કર્મો રાગ, દ્વેષ કરવાથી બંધાય છે. તેમજ પોતાના સ્વરૂપનું અજ્ઞાન એટલે
દેહાધ્યાસથી બંધાય છે. રાગ દ્વેષ અને અજ્ઞાન ત્રણે મળવાથી કર્મની ગાંઠ પાકી અને મજબૂત થાય છે. આ ગાંઠમાંથી નિવૃત્તિ મળે તેવો પ્રયત્ન કરવો. સમ્યગુદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક ચારિત્ર્યની આરાધના તે મિથ્યાત્વ અને રાગદ્વેષની ગાંઠો
છોડાવી ગ્રંથિરહિત બનાવે છે. ૪. આત્માનું અસ્તિત્વ ત્રણે કાળ છે. તે માત્ર જોવા અને જાણવાના સ્વભાવવાળો છે,
એટલે ચૈતન્યમય છે, આત્મા સર્વ આભાસોથી રહિત છે. તે દરેક પ્રકારનાં કષાયોથી મુક્ત છે. દેહ અને આત્મા ભિન્ન છે તે સત્ય સ્વીકારી અમલમાં મૂકીએ તો મોક્ષપંથ ઉપર ચાલવાનું થાય. કર્મો અનંત પ્રકારનાં છે. તેમાં મુખ્ય આઠ છે. અને તેમાં મોહનીય કર્મ મુખ્ય છે, આ કર્મ આત્માને મૂર્શિત કરી ઊંધી માન્યતા કરાવે છે અને સ્વબોધ થવા દેતા નથી, ગમે તેમ કરી મોહનીય કર્મથી બચવું તે મોક્ષનો ઉપાય છે. બોધ અને વીતરાગતા
મોહનીયકર્મ ટાળવામાં મદદરૂપ થાય છે. દ. ક્રોધાદિ ભાવને દૂર કરી ક્ષમાદિ રાખવા તે ઉપાય છે. પ્રતિસ્પર્ધીભાવ રાખવાથી
વિભાવભાવ દૂર કરી શકાય છે. જેમકે માયા સામે સરળતા રાખવી, અહંકાર સામે
નમ્રતા રાખવી. ૭. પોતાનો જ મત અને આગ્રહ છોડી સદ્ગુરુએ કહ્યા માર્ગે ચાલવું અને સગુરુની
આજ્ઞાને અનુસરવું. ૮. આત્માના છએ પદને અનુસરવાથી મોક્ષમાર્ગ પર ચાલી શકાય છે. એકાંતે કોઈ પદ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org