________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૪૨ ૫
વિચારતાં મોક્ષ થતો નથી; પરંતુ છએ છ પદની સર્વાગતા જ મોક્ષનો ઉપાય છે. મોક્ષનો ઉપાય ગમે તે જાતિ હોય કે ગમે તે વેશ હોય, તેમાં થઈ શકે છે. જાતિ સમાજની વ્યવસ્થા અને વેશ સંપ્રદાયની વ્યવસ્થા અને પરિચય માટે છે. મોક્ષમાર્ગમાં જાતિ કે વેશ ઉપયોગી નથી. વીતરાગતાના પાયા ઉપર જ મોક્ષમાર્ગનું
ચણતર છે. ૧૦. કોઈપણ વ્યક્તિએ મોક્ષ મેળવવો હોય તો તેનામાં જિજ્ઞાસા હોવી ઘટે. કષાયો
પાતળાં પાડવા પુરુષાર્થ કરવો પડશે. જેને ભવભ્રમણનો થાક લાગ્યો છે અને જેનામાં આત્મા પરત્વે દયાભાવ ઉત્પન્ન થયો છે તેવી વ્યક્તિ જ મોક્ષ માટે
લાયક છે. ૧૧. જિજ્ઞાસુ થઈને પણ જેને સરુનો બોધ પ્રાપ્ત થશે અને જે પોતાના અંતરમાં
દૃષ્ટિ કરી સ્વરૂપમાં ઠરશે તેને સમ્યગદર્શન પ્રાપ્ત થશે. સમ્યગદર્શન મોક્ષ માટે
પ્રથમ પગથિયું છે. જે સગુરુની આજ્ઞા પાળશે તેને સમક્તિ અવશ્ય થાય જ. ૧૨. સમક્તિ પ્રાપ્ત થાય એટલે આત્માની શ્રદ્ધા અને પ્રતીતિ થયાં હોય. પોતાની
વૃત્તિ જે બહાર જતી હતી તે હવે આત્મામાં સ્થિર થવા લાગે છે. વૃત્તિ આત્મા
તરફ ઢળે તો ચારિત્રદશા પ્રગટ થાય છે. ૧૩. ચારિત્રદશા આવતાં સમ્યગુદર્શનની ધારા સ્થિર થતી જાય છે. આને સમક્તિની
વર્ધમાન દશા કહેવાય. જેમ જેમ દશા વર્ધમાન થાય તેમ તેમ મિથ્યાત્વ ટળતું
જાય છે અને વીતરાગતા પ્રાપ્ત થવા લાગે છે. ૧૪. આ સ્થિતિમાં આગળ વધતાં વધતાં આત્મા બધા કષાયોથી નિવૃત્ત થાય છે અને
આત્માનું જે જ્ઞાન અખંડપણે વર્યા કરે છે. આથી કેવળજ્ઞાનની દશા પ્રગટે છે. આ દશામાં જીવને દેહ હોવા છતાં માત્ર આત્માનો જ અનુભવ રહ્યા કરે છે. દેહ
ઉપરથી લક્ષ હટી જાય છે. ૧૫. આ દશા પ્રાપ્ત થતા, કરોડો વર્ષનું અજ્ઞાન એક ક્ષણમાં મટી જાય છે. અંધકાર
રૂપી અજ્ઞાન નાશ થઈ જ્ઞાનદીપક પ્રગટી જાય છે. ૧૬. દેહાધ્યાસ છૂટવાથી જીવ કર્મનો કર્તા કે ભોક્તા રહેતો નથી. તે પોતાના સ્વભાવમાં
જ સ્થિર રહે છે તેથી સ્વભાવનો જ કર્તા ભોક્તા બને છે. ૧૭. આ પ્રમાણે શુદ્ધ આત્મપદ પ્રાપ્ત થતાં જીવનો મોક્ષ થાય છે. જીવ મુક્ત બને છે.
શુદ્ધ અને બુદ્ધ બને છે. જીવ ધનતા પામે છે. પોતાથી જ પોતે પ્રગટ થાય છે. આવા આત્માનું જ ચિંતન મનન કરતાં જીવ શિવસ્વરૂપ થાય છે. બધા જ્ઞાનીઓને આ મોક્ષનો ઉપાય માન્ય છે. આ જ નિશ્ચય છે. આ જ ધર્મનો મર્મ અને ધર્મનો સાર છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org