________________
૧૦૪
પ્રવચન ક્રમાંક – ૭૭, ગાથા ક્યાંક-૧૦૩ થાય છે તેનાથી અકલ્યાણ થાય તે પ્રકારની માન્યતા એ અપરમાર્થ બુદ્ધિ. અને પરમાર્થ બુદ્ધિ એટલે વસ્તુ પોતે જેવી છે તેવી જોવી. આત્મા નથી એક દષ્ટિ, આત્મા અનિત્ય છે બીજી દૃષ્ટિ, આત્મા કર્મનો કર્તા નથી ત્રીજી દૃષ્ટિ, આત્મા કર્મનો ભોગવનાર નથી તે ચોથી દૃષ્ટિ. મોક્ષ નથી આ પાંચમી દષ્ટિ. આ દષ્ટિ થઈ, આ દર્શન થયું અને આવી માન્યતા લઈને હજારો માણસો જગતમાં જીવે છે. તેમનું દર્શન આમાં અટવાઈ ગયું છે. અપરમાર્થને વિષે પરમાર્થ બુદ્ધિ અને પરમાર્થ વિષે અપરમાર્થ બુદ્ધિ, બંને પક્ષે વાત છે. જે પરમાર્થ માર્ગ છે, મંગલમાર્ગ છે, કલ્યાણ માર્ગ છે તેના વિષે અપરમાર્થ બુદ્ધિ રાખવી, જેમ કે અહિંસા મંગલ છે, સંયમ મંગલ છે, તપ, ધ્યાન, ભક્તિ, સ્વાધ્યાય મંગલ છે, આ બધું મંગલ છે. આ બધું પરમાર્થ છે, છતાં શું કરવા કરવું ? કંઈ જરૂર નથી, આ અપરમાર્થ. આને કહેવાય પરમાર્થ વિષે અપરમાર્થ બુદ્ધિ, અપરમાર્થ વિષે પરમાર્થ બુદ્ધિ રાખવી તે દર્શનમોહ. ભગવાન મહાવીરના વખતમાં એક ગાથા લોકો કહેતાં હતાં
हत्थागया इमे कामा, कालिया जे अणागया।
को जाणइ परे लोओ, अत्थि वा णत्थि वा पुणो ॥ આ જગતમાં ઘણા માણસો છે. જેઓ કહે છે અરે ભાઈઓ ! તમારા હાથમાં આજે સ્વાભાવિક રીતે કામભોગના પદાર્થો પ્રાપ્ત થયા છે, કોને ખબર આવતી કાલ છે કે નહિ? અને કોને ખબર પરલોક છે કે નહિ ? પુણ્ય પાપ છે કે નહિ ? માટે હાથમાં જે આવ્યું તે ભોગવી લો અને લીલાલહેર કરો. આવી તેમની માન્યતા છે. ચાર્વાક દર્શનમાંથી એક સૂત્ર આવ્યું કે બન્નીમૂતરચ ફેદરા પુનરામનું પ્રત: I દેહને એક વખત ચિતા ઉપર ચડાવ્યો પછી બળીને ખાખ થઈ જાય. પાછું આગમન થાય, તે વાત ખોટી છે, આ દર્શનમોહ. દર્શનમોહ કહે છે કે આત્મા નથી. આત્મા નથી તેમ કહો તો આ પલોજણમાંથી બહાર નીકળી શકશો. જો આત્મા છે તેમ સ્વીકાર કરો તો ધ્યાન, પૂજા, તપ, સંયમ, ભક્તિ, સદ્ગ, મંદિર આ બધું જીવનમાં આવશે, પણ જો આત્મા જ નથી તો બધું નીકળી જશે.
દર્શનમાં જે મોહ થાય છે તેથી ધર્મ થતો નથી. દર્શનમોહે એક મહત્ત્વનું કામ કર્યું, આપણી ભાષામાં કહીએ તો અસત્યનો સંપૂર્ણ સ્વીકાર અને સત્યનો સંપૂર્ણ અસ્વીકાર. અસ્તિત્વનો સંપૂર્ણ ઇન્કાર અને નથી એનો પૂરેપૂરો સ્વીકાર. આ જગતમાં અસ્તિત્વ છે, તેનો ઈન્કાર, અસ્વીકાર કરે છે માટે જ શાસ્ત્રો કહે છે કે જે એકને જાણે તે સર્વને જાણે. દર્શનમોહનું કામ એકને ઉડાડી દેવાનું છે. જો આત્મા નથી તેમ નક્કી થઈ જાય તો આપણો માર્ગ ખુલ્લો. “ચોરી એ પાપ છે, અસત્ય, દુરાચાર પાપ છે. પરિગ્રહ ન કરશો, ક્રોધ ન કરશો, કોઈનું ઝૂંટવી ન લેશો” આ આત્મા નથી તેમ કહો તો આ બધું નીકળી જશે. દર્શનમોહ સત્યને સ્વીકારવામાં મૂંઝવણ ઊભી કરે છે. માગધીમાં એક ગાથા છે, જેમાં દર્શનમોહ એટલે મિથ્યાત્વ કોને કહેવાય,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org