________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૧૦૫ તેનું વર્ણન છે. તેનો ભાવાર્થ આ પ્રમાણે છે. અમારા માટે અને જગતના પ્રાણીઓ માટે બહુ ખેદ અને દુઃખની વાત છે. “સુગતિ કે સદ્ગતિનો માર્ગ ન જાણવાને કારણે મૂઢમતિવાળો હું, ભયાનક એવાં સંસારરૂપી ઘોર વનમાં કેટલા કાળ સુધી પરિભ્રમણ કરતો રહીશ?” પરિભ્રમણ કરાવવાનું કામ દર્શનમોહ કરાવે છે. દર્શનમોહ કહે છે, મઝા કરો. ઘરે રોજ એકનું એક શાક બનાવે તો તમે કહોને કે શું ધાર્યું છે? રોજ ભીંડા ખાવાના? રોજ દૂધી ? એક જ કપડાં રોજ પહેરવાનાં ? હમણાં પેરીસમાં એક ભાઈએ પોતાનું શર્ટ ફાડી નાખ્યું અને કટકા કટકા જોડી શિવડાવ્યું. બધા મિત્રો ભેગા મળ્યા ત્યારે તેને કહ્યું આ નવી ડિઝાઇન કયાંથી લાવ્યો? બહુ સરસ છે. આણે દરજીનું એડ્રેસ આપ્યું. બીજા જ દિવસે ઢગલાબંધ માણસો ત્યાં ગયા. અમારું શર્ટ ફાડી નાખો અને કટકા જોડી સીવી આપો. દુનિયામાં શું ચાલે છે? અને તેમાં જીવ આલાદ માને છે.
મિથ્યાત્વ -દર્શન મોહ અંદરમાં શું કામ કરે છે? “મિથ્યાત્વ સે ગ્રસ્ત હોતા હૈ, ઉસકી દૃષ્ટિ વિપરીત હો જાતી હૈ' તેનું જોવું, જાણવું, વિચારવું બધું વિપરીત. વિપરીતનો અર્થ ઊંધું, જેવું ન હોય તેવું. જ્યારે માણસ ખોટી ભ્રમણાથી પકડાય છે ત્યારે વહેમ કરે છે કે તેને કંઈક વળગ્યું છે. તે રાડો પાડે છે, રડે છે, આક્રંદ કરે છે, પછડાટી ખાય છે. ટેટા જેવો હોય પણ તાકાત આવી જાય છે. લોકો કહે છે કે પકડાઈ ગયો છે, કંઈ વળગ્યું છે. આપણે મિથ્યાત્વથી પકડાઈ ગયા છીએ તે આપણને ખબર નથી પણ જ્ઞાનીને ખબર છે. જ્યારે પકડાઈ જાય છે ત્યારે સૌથી પ્રથમ તેની દૃષ્ટિ વિપરીત થઈ જાય છે. પછી તેને ધર્મ રુચિકર લાગતો નથી. આ રુચિ શબ્દ મહત્ત્વનો છે. ધર્મ તેને ગમતો નથી. જો આપણને ધર્મ ન ગમે તો સમજી લેજો કે આપણને મિથ્યાત્વે પકડી લીધાં છે. દર્શનમોહ કાર્યકારી છે અને વર્તમાનમાં એ કાર્ય કરે છે. જેવી રીતે તાવથી પકડાયેલ માણસને મીઠો રસ, સ્વાદિષ્ટ રસ પણ ગમતો નથી, તેમ મિથ્યાત્વથી પકડાયેલ માણસને અમૃત સ્વરૂપ ધર્મ પણ ગમતો નથી. આ ધર્મ શબ્દમાં ધ્યાન, ભક્તિ, તપ, વ્રત સ્વાધ્યાય બધું આવી ગયું. સમાજ સેવા, પરોપકાર પણ તેમાં આવ્યાં. સ્વાર્થત્યાગ પણ તેમાં આવ્યો. મૈત્રીભાવ પણ તેમાં આવ્યો, યોગ પણ તેમાં આવ્યો. ધર્મ શબ્દ વ્યાપક છે. જે મિથ્યાત્વથી પકડાઈ ગયો છે તેને ધર્મ ગમતો નથી.
જે મિથ્યાત્વથી પકડાઈ જાય, તેનું પહેલું પરિણામ એ આવે કે તેની દૃષ્ટિ વિપરીત થઈ જાય. પરમકૃપાળુ દેવે કહ્યું કે આ લક્ષ્મી તે વિજળીના ચમકારા જેવી છે. આપણા રૂમમાં કબાટ હોય, કબાટમાં ખાનું અને તે ખાનામાં પણ ચોરખાનું. ઘણી વખત તો પોતાને પણ ન જડે કે કયાં મૂક્યું છે? “વિદ્યુત લક્ષ્મી' આપણે બોલીએ છીએ અને પાછા લક્ષ્મીની આટલી સાચવણી પણ કરીએ છીએ. આ કોણ કરાવે છે? દર્શનમોહ – વિપરીત માન્યતા. મીરાબાઈએ સરળ ભાષામાં કહ્યું કે - સાકર શેરડીનો સ્વાદ ત્યજીને, કડવો લીમડો ધોળમાં રે,
રાધાકૃષ્ણ વિના બીજું બોલમા રે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org