________________
પ્રવચન ક્રમાંક ૭૭, ગાથા ક્ર્માંક-૧૦૩ આપણે શું બોલીએ છીએ ? પૈસો, પૈસો, પૈસો ! સત્તા, સત્તા, સત્તા ! કંઇક મોઢે ચડી જવું જોઇએ. પછી તેમાં તન્મય થાય. એક ભાઇ મોટી ઉંમરના થયા, પણ સુરતની ધારી યાદ કરે, અહાહા ! શું સ્વાદ આવે. ખાધી હોય તો કલ્યાણ થઇ જાય. આ જગતને જુઓ કે આ મિથ્યાત્વ શું કામ કરે છે. એક માણસ એક સ્ત્રી પાછળ પાગલ થઇ ગયો. પૂછ્યું તું કેમ પાગલ થઇ ગયો ? તો કહે કે આ બેઠી છે સામે તેના કારણે. ભાઇ તેની સાથે પરણ્યા હતા, અને એટલા ઘેલા થયા કે પાગલ થઇ ગયા. જ્યારે બીજા ભાઇ પાગલ જેવા હતા. તેને કારણ પૂછ્યું તો કહે કે મારે આની સાથે લગ્ન કરવા હતા, પણ તે આને પરણી ગઇ અને મને મળી નહિ માટે.
૧૦૬
વિપરીત દૃષ્ટિ એટલે મિથ્યાત્વ. (૨) મિથ્યાત્વના કારણે ધર્મમાં રુચિ થતી નથી. ધર્મ જ્યારે ગમે ત્યારે તેમાં આનંદ આવે, ઉલ્લાસ આવે. પહેલાંના વખતમાં સામયિકમાં ઘડી રાખતા હતા. ડોશીમા સામાયિક કરવા બેઠાં હોય અને તે ઠપ ઠપ કર્યા જ કરે. ‘અરે, માતાજી ! જેટલું કાણું હશે તેટલી જ રેતી પડશે. ઠપ ઠપ કરવાથી વધારે રેતી નીચે નહિ પડે.' જીવને ધર્મ ગમવો જોઇને ને? મિથ્યાત્વ તમને ગમવા નહિ દે. તાવના કારણે જેમ મીઠો રસ ગમતો નથી તેમ મિથ્યાત્વના કારણે અમૃતરૂપ ધર્મ તેને ગમતો નથી. શાસ્ત્રમાં તો કહ્યું છે કે ધર્મ રસાયણ છે, પ્રેમ અમૃત છે, અહિંસા મંગલ છે, સંયમ જીવનની મૂડી છે. તપ જીવનનો આહ્લાદ છે પણ આપણને આ વાત બેસતી નથી. અનંત જ્ઞાનીઓ એક બાજુ અને આ એકલો એક બાજુ. તેનું એક જ કામ કે હું આ માનતો નથી.
મિથ્યાદષ્ટિ જીવ ત્રીજા તબક્કામાં કષાયથી પૂરેપૂરો પકડાઇ જાય છે. આ દર્શનમોહની વ્યાખ્યા ચાલે છે. પરમાર્થ ગમે નહિ અને તીવ્ર કષાયથી પૂરેપૂરો પકડાઇ જાય છે. જેનામાં કષાયનો ધમધમાટ છે, તેનામાં દર્શનમોહ પૂરેપૂરો કાર્યકારી છે તેમ સમજવું. મિથ્યાત્વે તેનો કબજો લઇ લીધો છે. કષાય કરવો સહેલો નથી. ક્રોધ કરવો સહેલો નથી, અહંકાર કરવો સહેલો નથી. મોંઘુ પડે છે. બહુ કિંમત ચૂકવવી પડે છે પણ કરે છે જીવ. તે કષાયથી અભિભૂત થઇ જાય છે.
-
(૧) મિથ્યાત્વથી જે ગ્રસ્ત થાય છે તેની દૃષ્ટિ વિપરીત થઇ જાય છે. (૨) તેને ધર્મ રુચિકર લાગતો નથી. તાવ આવ્યો હોય તો મધુર રસ રુચિકર લાગતો નથી અને કડવો લાગે છે. સાપ કરડે ત્યારે ઝેર ચડ્યું છે કે નહિ તે જોવા, કડવો લીમડો ખવડાવે છે અને આ કડવો લીમડો જો તેને મીઠો લાગે તો સમજવું કે ઝેર ચડ્યું છે, તેમ સંસારના ભોગો જો મીઠા લાગે તો સમજવું કે મિથ્યાત્વરૂપી ઝેર ચડ્યું છે. સમજાય છે ? દર્શનમોહ તમને રોજીંદા જીવનમાં દેખાશે. તે તમારાથી અળગો નથી. તમે તેનો અભ્યાસ કરી શકશો. (૩) તે કષાયથી પકડાઇ જાય છે. તીવ્ર કષાય તેને થાય છે. (૪) ચોથી વાત બહુ મહત્ત્વની છે. જીવ અને શરીર એક છે તેમ માનીને ચાલે છે. આપણે કેટલી વખત બોલ્યા છીએ...
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org