________________
૧૦૭
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
છૂટે દેહાધ્યાસ તો નહિ કર્તા તું કર્મ, નહિ ભોકતા તું તેહનો, એ જ ધર્મનો મર્મ. દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત,
તે જ્ઞાનીના ચરણમાં, વંદન હો અગણિત. મોટા પાયા ઉપર કહેવું હોય તો, જડ અને ચેતન એક છે તે પ્રકારની બુદ્ધિ થાય તેને કહેવાય છે મિથ્યાત્વ-દર્શનમોહ. આને ગ્રંથિ પણ કહે છે. જડ અને ચેતનમાં એકતા બુદ્ધિને શાસ્ત્રીય પરિભાષામાં ચિત્ત જડ ગ્રંથિ કહે છે. જડ એટલે પુદ્ગલ અને ચિત્ત તે ચૈતન્ય. જડ અને ચૈતન્ય એક છે તે પ્રકારની બુદ્ધિ. આખું પુદ્ગલ આપણા સંપર્કમાં નથી આવતું, પુદ્ગલનો એક ઢાંચો એટલે શરીર તે આપણા સંપર્કમાં આવે છે. પૃથ્વી, જલ, તેજ, વાયુમાંથી જે તૈયાર થયું, તે આપણા સંપર્કમાં આવે છે. જડનું પ્રતિનિધિત્વ કરે છે આ શરીર. શરીર સાથે એકતાબુદ્ધિ, શરીર સાથે તાદાભ્ય બુદ્ધિ, શરીર સાથે તન્મયતા, શરીર સાથે હુંપણું એટલે તે જ હું એ પ્રકારની બુદ્ધિ તે દર્શનમોહ છે.
(૫) “આત્મ બુદ્ધ કાયાદિક ગ્રહ્યો, બહિરાતમ અઘ રૂપ.
શરીર અને શરીરને વળગેલા પદાર્થો શરીરથી જુદા છે, છતાં એ બધા પોતાના છે, પોતાની માલિકીના છે તેમ માનવું, આ પ્રકારની સ્વામિત્વની ભાવના આ દર્શનમોહ છે. “પુગલસે રાતો રહે, માને એહ નિધાન.” પુદ્ગલમાં રાચ્યો રહે અને પુદ્ગલ નિધાન છે તેમ પોતે માને તે દર્શનમોહ.
(૬) ભોગ તરફની અંદર તીવ્ર લાલસા તે દર્શનમોહ. તીવ્ર લાલસા હોય તો મૂળ ચૂકી જવાય. ખાદ્ય-અખાદ્ય, પેય-અપેય, ગમ્ય-અગમ્ય, બધું ચૂકી જવાય છે.
(૭) સંત પુરુષ, સત્ પુરુષ પ્રત્યે દ્વેષ. આ દર્શનમોહનું કામ છે. દર્શન મોહ કહે કુગુરુ ચાલશે પણ સંત પુરુષ નહિ ચાલે. રમણ મહર્ષિ કહેતા હતા કે જંગલમાં હાથીનું ટોળું ચાલ્યું આવતું હોય અને સામેથી સિંહ નીકળે. હજુ સિંહ ગર્જયો નથી અને ટોળું ભાગવા લાગે. માત્ર સિંહને જોતાં ટોળું પલાયન થાય છે તેમ સદ્ગુરુને જોતાં આ વિકારો પણ પલાયન થાય છે. આ દર્શનમોહ એમ કહે છે કે સદ્ગુરુથી છેટા રહો. લાલબત્તી ! તમે બધે જજો. મંદિરમાં જજો, આશ્રમમાં જજો. શિખરજીની જાત્રા કરવા જજો, કાશીએ જજો, પૂજાપાઠ કરજો પણ ધ્યાન રાખજો, સદ્ગુરુ પાસે ન જશો. ત્યાં ગયા તો મોહ કહે છે કે મારું મોત છે. સદ્ગુરુ વગર મોહ મરતો નથી અને સદ્ગુરુને જોયા પછી મોહ રહેતો નથી. ક્યાંથી મોહ રહે? સદ્ગુરુ તે જીવંત જ્ઞાની છે. એવા સદ્ગુરુ પ્રત્યે કયારેય દ્વેષ ન થવો જોઈએ. તમામ આધ્યાત્મિક સાધનામાં મુખ્ય સદ્ગુરુ છે. મીઠાઈ બનાવવી હોય તો “ઘી,ગોળ ને આટો, બીજું બધું દાટો', એમ કહેવાય છે. લાડુ બનાવવા આ મૂળભૂત વસ્તુ છે, તેમ સદ્ગુરુ મૂળભૂત છે, તેના વગર નહિ ચાલે. પરંતુ જો તે સદ્ગુરુ પ્રત્યે દ્વેષ કરે, અણગમો કરે, ધૃણા કરે, તેમનાથી છેટો રહે, તેમની હાજરીમાં તેઓ અસદ્ગુરુ છે તેવું વર્તન કરે તો દર્શનમોહ કહેવાય. પછી બીજા કોઈ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org