________________
૧૦૮
પ્રવચન ક્રમાંક – ૭૭, ગાથા ક્રમાંક-૧૦૩ અસદ્ગુરુને ચરણે બેસે, તેમને મહત્ત્વ આપે, તેમાં પોતાની મોટાઈ માને, બસ ખેલ ચાલુ.
ગુરુ લોભી શિષ્ય લાલચુ, દોનો ખેલે દાવ,
તરે નહિ, તારે નહિ, જેસી પથ્થર નાવ. આ અસદ્ગુરુ અને આ દર્શનમોહ. ગુણી ઉપર દ્વેષ આ મિથ્યાત્વ. કોઇનામાં ગુણો જુઓ તો તમને આનંદ થાય ? આહલાદ થાય ? આહાહી ધ્યાનમાં બેસે છે, તો ધન્યવાદ ! પરંતુ આ તો એમ કહે કે બીજું કરે પણ શું? ઊંઘ નથી આવતી ને! તમારું લોજીક પણ જબરું છે. ધન્યવાદના બદલે કહે કે બીજું કરે પણ શું ? આ દર્શનમોહ. આ દર્શનમોહના પ્રકારો.
(૮) જગતના પદાર્થો પ્રત્યે, ભોગો પ્રત્યે પ્રગાઢ આસક્તિ, આનું નામ દર્શનમોહ ! ખબર નથી કેટલી નોંધ તમે આ બધી વાતની લો છો ? ભોગ અને પરિગ્રહની તીવ્ર ભૂખ જેનામાં હોય તે દર્શનમોહ. હમણાં ફ્રાન્સમાં હોટેલ્સમાં નવો પ્રયોગ શરૂ થયો છે. કોઇએ પેટ ભરીને મોઘી વાનગી ખાધી હોય, પછી બીજી નવી વાનગી જોવા મળે, તો ખાય કેવી રીતે? પેટમાં જગ્યા તો જોઈને ને ? મેનેજર કહેશે, સાહેબ વ્યવસ્થા છે, ગોળી લઈ લો. વોમીટ થઈ જશે અને પછી નવી વાનગી ખાવ. આ ભોગની તીવ્ર લાલસા. આનું નામ દર્શનમોહ.
(૯) તત્ત્વવિચારને અનુસરીને ચાલતો નથી. ચાલે છે ખરો પણ તત્ત્વ વિચારને અનુસરીને નહિ. પરમકૃપાળુદેવે ઢોલ પીટાવીને કહ્યું છે કે સ્વછંદનો ત્યાગ કરો.
સ્વછંદ મત આગ્રહ ત્યજી, વર્તે સદ્દગુરુ લક્ષ,
સમક્તિ તેને ભાખિયું, કારણ ગણી પ્રત્યક્ષ. ધર્મ સુધી આવ્યો, ધર્મ તેને જડ્યો, ધર્મ કરવાનો પ્રારંભ કર્યો, સદ્ગુરુ કહે તારા માટે ધ્યાન ઉત્તમ ઉપાય છે. ઓલો એમ પૂછે છે કે ભકિત કરું તો? થયું ! સરુનો કોઈ આગ્રહ હોતો નથી. કહે ખરા, પણ આગ્રહ નહિ. તારી ટાઈપ આવી છે તો તારા માટે ધ્યાન જરૂરી છે. એક સાધક સદ્ગુરુ પાસે આવ્યો ને કહે કે મારે પરમાત્મા મેળવવા છે તો મારે શું કરવું? સદ્ગુરુ કહે, “અહીં સાવરણો પડ્યો છે. વાળવા માંડ.” આવું કોઈ સદ્ગુરુ કહે તો તમે વાળવા માંડો? “અમે જ્ઞાન માટે, અને ધ્યાન માટે આવ્યાં છીએ, ભક્તિ અને સ્વાધ્યાય માટે આવ્યા છીએ. તત્ત્વની ઊંડી વાતો કરવા આવ્યા છીએ પણ એ જ મિનિટે કોઇપણ વિકલ્પ કર્યા વગર સાવરણો હાથમાં લઈ વાળવા મંડો તો સમજો કે સ્વછંદ ગયો. દર્શનમોહ તત્ત્વ વિચારને અનુસરી ચાલતો નથી અને પોતાના છેદે ચાલે છે. “રોકે જીવ સ્વછંદ તો પામે અવશ્ય મોક્ષ' આથી મોટું સર્ટીફીકેટ તમારે કોનું જોઈએ છે ?
(૧૦) બીજાનું મન શંકાશીલ બને, એની શ્રદ્ધા તૂટી જાય, એનામાં સંદેહ ઉત્પન્ન થાય અને દ્વિઘામાં પડી જાય એવી તત્ત્વજ્ઞાન કે શાસ્ત્રની વાત કરવી તેને કહેવાય છે દર્શનમોહ.
ઊંડાણથી વિચારો કે દર્શનમોહ કેટલા પ્રકારથી કામ કરે છે ? “તપ કર્યા વગર ચાલે એમ તપ કરતો હોય તેને કહે. “ઊભો ઊભો સૂકાઈ જઈશ પણ એમ મોક્ષ નહિ મળે' પરંતુ એમ નથી કહેતો કે ભગવાન મહાવીરે પણ સાડાબાર વર્ષ સુધી તપ કરેલ છે. કોની સાથે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org