________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૧૦૯ વાતચીત કરવી, કોની સાથે બેસવું અને સંગ કરવો તે જોખમ છે. માથામાં એવું બેસાડી દે કે સંદેહ ઉત્પન્ન થાય. તત્ત્વ વિષે આપણને શંકા થાય. આત્મા, આત્મા અને આત્મા ! પત્તર રગડી નાખી છે. આત્મા હોય તો દેખાય નહિ? પરદેશી રાજા કેશીકુમારને કહેતા હતા. ગુરુદેવ! મેં આત્મા જોવા કેટલી બધી કોશિશ કરી. કાચની પેટીમાં એક માણસને પૂરી રાખ્યો અને મરી ગયો. હવે જો અંદર આત્મા હોય અને તે પેટીમાંથી બહાર નીકળે તો તેમાં તિરાડ તો પડે ને ? માટે કહું છું આત્મા નથી. જેને મૃત્યુદંડની શિક્ષા થયેલી એવાં ચોરના અમે ટૂકડે ટૂકડા કર્યા કે કયાંય આત્મા દેખાય છે ? પણ આત્મા દેખાયો નહિ, માટે આત્મા નથી. અને બીજાને પણ કહેતો ફરે કે આત્મા નથી. પરદેશી તો ઠીક પરંતુ ઇન્દ્રભૂતિ એટલે ગૌતમ સ્વામીજી, ભગવાન મહાવીરના મુખ્ય ગણધર હતા, એમને પણ આત્મા માટે શંકા હતી. બીજાની વાત કયાં કરવી ? ભગવાન મહાવીર મળ્યા અને ગાડી પાટા ઉપર આવી ગઈ. દર્શનમોહમાંથી મોહ નીકળી ગયો. દર્શન રહ્યું. જ્યારે આપણામાંથી દર્શન નીકળી જાય છે અને મોહ રહી જાય છે. ગુરુ મળે તો મોહ જાય, દર્શન રહે. મોહ બાકાત કરો, બાકી રહે તે દર્શન. દર્શનમોહની વ્યાખ્યા એમ થાય કે જે દર્શન સાથે મોહ જોડાય તે દર્શનમોહ. સંદેહ થાય, શંકા થાય, બીજાની શ્રદ્ધા તોડવામાં આવે તેવું વર્ણન થાય તે દર્શન મોહ.
છેલ્લી વાત - આત્માનો સ્વીકાર કરવા છતાં મૃત્યુનો ભય લાગતો હોય તો દર્શનમોહ છે. આનંદઘનજીએ બહુ મસ્તી અને મોજમાં ગાયું કે “અબ હમ અમર ભયે ન મરેંગે'. એમણે ઉદ્ઘોષણા કરી કે, અમે અમર થયા છીએ, હવે મરવાના નથી. એવું શું બન્યું કે તમે આટલા આનંદથી આ વાત કહો છો ? “યા કારણ મિથ્યાત્વ દિયો તજ' દર્શનમોહ જશે એટલે તમને ખબર પડશે. એમ ન પૂછશો કે દર્શનમોહ ગયો તે કેમ ખબર પડે ? આ લક્ષણો બતાવ્યાં, તે અંદરમાં ન દેખાય તો સમજો કે દર્શનમોહ ગયો. “દર્શનમોહ વ્યતીત થઈ ઊપજ્યો બોધ જે બોધ શબ્દ બરાબર છે. કેમ ? દર્શનમોહને દૂર કરવા શાસ્ત્રજ્ઞાન પૂરતું નથી. શાસ્ત્રજ્ઞાન તે જ્ઞાન છે પરંતુ બોધમાં ઘટના છે. મિથ્યાત્વ જાય, પરિણતિ બદલાય અને સાથે અમલમાં આવે અને અંદરમાં ઘટના પણ ઘટે માટે બોધ શબ્દ વાપર્યો. બોધમાં બે છે, જ્ઞાન પણ છે અને પ્રેકટીકલ પણ છે. અનુભવ છે. જ્ઞાનમાં માત્ર સિદ્ધાંત છે, પ્રેકટીકલ નહીં. પ્રેકટીકલ વગરનું જ્ઞાન તે શબ્દજ્ઞાન અને પ્રેકટીકલ સહિત જ્ઞાન તે બોધ.
દર્શનમોહ માત્ર શાસ્ત્રજ્ઞાનથી દૂર નહિ થાય. શાસ્ત્રો વાંચજો, ના નથી કહેતા, તમને કંઈપણ વાત કરવી તેમાં જોખમ છે. તમે શું અર્થ કરશો તે ખબર નથી. જેમણે દર્શનમોહ હણી વિપરીત માન્યતાઓ ટાળી દીધી છે તેણે બહુ મોટું કામ કર્યું છે, સંસાર છોડી દીક્ષા લીધી તેના કરતાં ય મોટું કામ. વિપરીત માન્યતાઓ ટાળી અને મોક્ષમાર્ગમાં જ વર્તે છે એવા સદ્ગુરુને પ્રાપ્ત કરી એમના અનુભવના આધારે ઉપદેશ પ્રાપ્ત કરી, સાંભળતા, વિચારતા, પરિણમાવતા જીવને, પોતાની ભૂલ સમજાય અને સદ્ગુરુ પ્રત્યે અપૂર્વ પ્રેમ ભક્તિ જાગે ત્યારે તેને સ્વરૂપની ઝાંખી થાય. આવી સ્વરૂપની ઝાંખી થાય એટલે રાગ દ્વેષ ઓછા થવા માંડે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org