________________
૧૧૦
પ્રવચન ક્રમાંક – ૭૭, ગાથા ક્યાંક-૧૦૩ આને કહેવાય છે દર્શનમોહ ગયો. “દર્શનમોહ વ્યતીત થઈ ઊપજ્યો બોધ જે.” કંઈ સ્પષ્ટ થયું ? દર્શનમોહ કેવું કામ કરે છે ? જેમ વરસાદ ખૂબ પડે પછી પાણી ઓસરવા માંડે તેમ દર્શનમોહ જાય એટલે રાગ દ્વેષ ઓસરવા માંડે. પરંતુ ત્યાં એક બીજું પરિબળ કામ કરે છે તે છે ચારિત્રમોહ.
દર્શનમોહની વાત કરી, હવે ચારિત્રમોહની વાત કરીએ. સદ્ગુરુનાં ચરણમાં રહીને, તેમનો ઉપદેશ પ્રાપ્ત કરી, વિપરીત માન્યતાને છોડી, તેનું શ્રવણ, મનન અને નિદિધ્યાસન કરતા કરતા પોતામાં એ બોધને પરિણમાવતા પરિણમાવતા, સદ્ગુરુ પ્રત્યે અપૂર્વ પ્રેમ ભક્તિ જાગ્યા પછી, અનન્ય ભાવથી સેવા કરતા કરતા, અહંકાર ઓગળી ગયો અને અહંકાર ઓગળતા તેમની આજ્ઞા મુજબ આચરણનો પ્રારંભ થાય, પણ તે પ્રારંભ કર્યા પછી પૂર્વના સંસ્કાર બેઠા થાય અને જે આત્મા જામ્યો છે તે આત્મામાં ઠરી ન શકે તેવું જે પરિબળ તેનું નામ ચારિત્રમોહ. જાણ્યું ખરું અને ઠરવા માટે કોશિશ તો કરે છે પણ કરી શકતો નથી. બહાર ઠરો તે મહત્ત્વનું નથી પણ સ્વરૂપમાં કરો તે મહત્ત્વનું છે. સ્વરૂપમાં કરવા જેવું છે. ત્યાં સુખ છે, શાંતિ છે, સમાધાન છે, સ્વર્ગ છે, ત્યાં મોક્ષ છે.
વારિવં સ્થિરતાપનું ચારિત્ર સ્થિરતારૂપ છે. સમતા પ્રાપ્ત થાય તો આનંદ આનંદ છે. પણ જૂના સંસ્કારો ફરી ધક્કો મારે છે, કષાય અને નોકષાય. નોકષાય તોફાની છોકરાઓ જેવા છે. હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા, કામવાસના, વચમાં આવી તોફાન કર્યા કરે. બહુ ગમે તેમને. જેમ તમે ચીડાવ તેમ તેઓને વધારે મઝા આવે. દેહની આસક્તિ પરેશાન કરે છે. અંદર બોધ છે કે આત્મા છે, સરુની કૃપા પણ થઈ છે, ઠરવું છે આત્મામાં, પણ તેઓ જોર કરે છે. ઓલી ખો ખોની રમત છે ને ? રમ્યા જ હશો. બેઠા હોય અને પાછળથી છોકરો આવ્યો. કહે ખો! ઊભા થઈ તમે દોડવા માંડશો. ધ્યાનમાં બેઠા હો, કષાયનો ધક્કો લાગ્યો અને કહે હો ! તમે પાછા દોડવા માંડશો અને કષાયની રમતમાં લાગી જશો.
તેથી પ્રક્ષીણ ચારિત્ર મોહ વિલોકિયે, વર્તે એવું શુદ્ધ સ્વરૂપનું ધ્યાન જો.
આ કાવ્ય નથી. અનુભવનો નિચોડ છે. કોઈ આશ્રમમાં બેસીને પ્રગટ થયો નથી. અપૂર્વ અવસર જે પ્રગટ થયું તે ખાટલા ઉપર, જોડે માતાજી છે. દવા આપે છે, સેવા પણ કરે છે. સેવા ધર્મ છે. કોણે કહ્યું કે જ્ઞાની થયા એટલે સેવા ન કરે ? જ્ઞાની તો સેવા કરે જ. સેવા ધર્મ છે, આનંદ થાય છે. કાથીના ખાટલા ઉપર બેસીને અપૂર્વ અવસર લખાયું છે.
અર્જુનને દ્રોણાચાર્યે પૂછ્યું, તને શું દેખાય છે ? નીચે તેલની કડાઈ અને ઉપર રાધાની પૂતળી ફરે છે અને દ્રોણાચાર્યે કહ્યું, આ પરીક્ષા છે, આ ફરતી રાધાની પૂતળીની ડાબી આંખ જે વીંધી નાખે તે પરીક્ષા પાસ. ગુરુએ ભીમને પૂછ્યું કે શું દેખાય છે ? તો કહે ગુરુજી આ ઘણું બધું દેખાય છે, યુધિષ્ઠિરને પૂછ્યું, તો કહે પૂતળી દેખાય છે. સહદેવને પૂછ્યું, તો કહે આખો દેખાય છે અને અર્જુનને પૂછ્યું, તો કહે એક માત્ર ડાબી આંખ સિવાય કંઈ જ દેખાતું નથી. ગુરુજી કહે તારે હાથમાં બાણ લેવાની જરૂર નથી. અમને કંઇપણ દેખાતું નથી, એક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org