________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૧૦૩
પ્રવચન ક્રમાંક - ૭૭
ગાથા ક્રમાંક - ૧૦૩ દર્શન મોડનું સ્વરૂપ
કર્મ મોહનીય ભેદ બે, દર્શન ચારિત્ર નામ;
હણે બોધ વીતરાગતા, અચૂક ઉપાય આમ. (૧૦૩). તે મોહનીયકર્મ બે ભેદે છે ઃ એક “દર્શનમોહનીય” એટલે “પરમાર્થને વિષે અપરમાર્થબુદ્ધિ અને અપરમાર્થને વિષે પરમાર્થબુદ્ધિરૂપ'; બીજી “ચારિત્રમોહનીય'; ‘તથારૂપ પરમાર્થને પરમાર્થ જાણીને આત્મસ્વભાવમાં જે સ્થિરતા થાય, તે સ્થિરતાને રોધક એવા પૂર્વસંસ્કારરૂપ કષાય અને નોકષાય' તે ચારિત્રમોહનીય.
દર્શનમોહનીયને આત્મબોધ, અને ચારિત્રમોહનીયને વીતરાગપણે નાશ કરે છે. આમ તેના અચૂક ઉપાય છે, કેમ કે મિથ્થાબોધ તે દર્શનમોહનીય છે; તેનો પ્રતિપક્ષ સત્યાત્મબોધ છે અને ચારિત્ર મોહનીય રાગાદિક પરિણામ સ્વરૂપ છે, તેનો પ્રતિપક્ષ વીતરાગભાવ છે. એટલે અંધકાર જેમ પ્રકાશ થવાથી નાશ પામે છે, - તે તેનો અચૂક ઉપાય છે, - તેમ બોધ અને વીતરાગતા દર્શનમોહનીય અને ચારિત્રમોહનીયરૂપ અંધકાર ટાળવામાં પ્રકાશ સ્વરૂપ છે, માટે તે તેનો અચૂક ઉપાય છે. (૧૦૩)
સાધકોને જાણવું જરૂરી છે કે આપણા માર્ગમાં કયા અંતરાયો છે? કયા પરિબળો આપણને રોકે છે ? શેમાં આપણે અટવાઈ જઈએ છીએ ? ચિંતકોનું કહેવું એવું છે કે પાપના પ્રકાર ભલે અસંખ્ય રહ્યા, વૃત્તિઓ ભલે અસંખ્ય રહી, ક્રિયાઓ ભલે અસંખ્ય રહી, પરંતુ આ બધાની પાછળ અવરોધ કરનાર મુખ્ય પરિબળ છે. એક દર્શનમોહ અને બીજું ચારિત્રમોહ. દર્શન અને ચારિત્ર એ બે શબ્દો આત્માના પક્ષે છે અને મોહ શબ્દ કર્મના પક્ષનો છે. બે મળીને શબ્દ થયો દર્શનમોહ અને ચારિત્રમોહ. દર્શન એટલે દૃષ્ટિ, દર્શન એટલે જોવું, દર્શન એટલે સાક્ષાત્કાર, દર્શન એટલે સમજવું, અવગત કરવું અને દર્શન એટલે વિચાર.
કોઈપણ પદાર્થ પ્રત્યે તમે કઈ દૃષ્ટિએ જોવો છે તે મહત્ત્વનું છે અને તમે શું જુઓ છો તે મહત્ત્વનું છે. વસ્તુ કેવી છે અને તમે તેના તરફ કેવી રીતે જુઓ છો તે બે વચ્ચે કયાં ડીફરન્સ પડે છે, તે મહત્ત્વનું છે. કયાં અંતર પડે છે, તેના ઉપરથી દર્શનમોહનું કામ નક્કી થાય. જે વસ્તુ તમને દેખાય છે તે વસ્તુ જેમ છે, જે સ્વરૂપમાં છે, તેમાં કશું ઉમેરવું નહિ, ભેળસેળ કરવી નહિ. વસ્તુ જેમ છે તેમ સ્વીકારો તો દર્શન કહેવાય. પરંતુ તેમાં ભ્રમણા થાય તેને દર્શનમોહ કહે છે. જેમ પરમાર્થને વિષે અપરમાર્થ બુદ્ધિ એટલે જે પરમાર્થનો, કલ્યાણનો મંગળ માર્ગ છે, શ્રેયમાર્ગ છે, હિતનો માર્ગ છે, જ્ઞાનીઓએ દર્શાવેલ માર્ગ છે, અનુભવીઓએ કહેલ માર્ગ છે, તેના વિષે તે માર્ગ ખોટો છે તે પ્રકારની બુદ્ધિ, તેને કહેવાય દર્શનમોહ.
બુદ્ધિ બે પ્રકારે કામ કરે છે. પરમાર્થને વિષે અપરમાર્થ બુદ્ધિ એટલે જેનાથી કલ્યાણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org