________________
૧૦૨
પ્રવચન ક્રમાંક – ૭૬, ગાથા ક્રમાંક-૧૦૨-૨ તેમ કરતાં અટકાવે છે કે આમ કરવું નથી, સૂઈ જાવ એના કરતાં. એક ભાઈ કહે કે કરવાનું મન બહુ થાય, કે વહેલા ઊઠીએ અને માળા કરીએ. પછી એલાર્મ મૂકીએ કે વહેલા ઊઠવું છે પણ જેવો એલાર્મ વાગે કે બટન દબાવી દઇએ. ઊઠી શકાતું નથી. અહીં પુરુષાર્થ જરૂરી છે. જ્ઞાનીને કહેવું છે કે કર્મો જોરદાર તો છે, પણ તારા જેટલાં તો નહિ જ. તું જે દિવસે નિર્ણય કરીશ. તે દિવસે કર્મોનો ભુક્કો તું બોલાવી શકીશ. તું નિર્ણય કર. તે નિર્ણય જ કર્યો નથી, ત્યાં સુધી કર્મોને લીલા લહેર છે, પણ નિર્ણય કરશો તો એ પણ સમજી જશે. કૂતરું આપણે આંગણે આવે અને કટકો રોટલો નાખો તો રોજ આવશે. બે ચાર દિવસ રોટલો નાખો તો એ સમજશે કે અહીં મારી નિમણૂક થઈ ગઈ છે. રાત્રે ભસે તો તમારી ઊંઘ ઊડી જાય. સવારે તમે તેને કહેશો કે હટ,જા, તો પણ તે ઊભું રહેશે. એ તમને પ્રેમ કરે છે. લાકડી લઈને દોડશો તો એ આગળ અને તમે પાછળ. પણ અધવચથી તમે પાછા ફર્યા તો ફરી એ પણ પાછું આવશે. આ કૂતરું પંદર દિવસમાં હળી ગયું. તો પછી કર્મો તો અનંતકાળનાં છે. માટે તમારે તેની સામે પ્રચંડ અને પ્રબળ પુરુષાર્થ કરવો પડશે. આવતી કાલે આપણે તેની આગળ ચર્ચા કરીશું.
ઘન્યવાદ, આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે માટે ધન્યવાદ. દરેકના અંતરમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org