________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૩૯૩ આ વાત શાંતિથી સમજીએ. અજ્ઞાની આત્માનું એક જ લક્ષણ અને તે માત્ર મોહભાવ. તેની સમગ્ર ચેતના મોહથી ભરેલી છે. કર્મના અસંખ્ય પ્રકારો છે. અસંખ્ય પ્રકારોમાં મુખ્ય પ્રકાર આઠ છે અને તેમાં પણ મુખ્ય મોહનીય કર્મ છે. શ્રી કુંદકુંદાચાર્યજીએ કહ્યું છે કે જેમાં વૃક્ષનો આધાર મૂળ છે તેમ સમગ્ર સંસારનો આધાર મોહ છે. આધ્યાત્મિક પુરુષો કહે છે કે આ મોહ ન હોત તો દેખાતી સૃષ્ટિ ન હોત. આ મોહરૂપી મૂળમાંથી ચૌદ રાજલોકમાં ફેલાયેલો સંસાર છે. મોહનું એક જ કામ છે, તે વિપરીત બતાવે, સત્યથી દૂર લઈ જાય, પરમાર્થથી દૂર લઈ જાય, જે નથી તે મનાવવાની કોશિશ કરે. જે છે તેનો ઇન્કાર કરે. આ વિપરીત મનાવાની પ્રક્રિયા જેના દ્વારા થાય છે તેને કહેવાય છે મોહ. મોહ એક નશો છે, મદિરા છે અને મદિરાનું પાન કર્યા પછી જેમ માણસમાં ભાન રહેતું નથી અને બેહોશ થાય છે તેમ આ મોહરૂપી મદિરાના પાનથી જીવ અનંતકાળથી બેહોશીમાં છે. બેહોશ બનેલો માણસ કહે કે મેં આખું રાજય તમને આપી દીધું. પણ હોય તો આપે ને ? તેના ખીસામાં પાંચ દશ રૂપિયા હોય તો કહેશે કે મારી પાસે લાખો રૂપિયા છે. આ એક ભ્રમણા છે, નશો છે, તેમ આપણે મોહના નશામાં છીએ. શ્રીમદજીએ કહેલું વાક્ય વિચારો,
વહ સાધન બાર અનંત કિયો, તદપિ કછુ હાથ હજુ ન પય.
એમની મૌલિક વાત તો એ છે કે તમે આ બધું કર્યું ખરું પણ બેહોશીમાં કર્યું અને ભાન વગર કર્યું એટલે તમારા હાથમાં કંઈ આવતું નથી. થોડા પંડિતો કાશીમાં પૂર્ણિમાની રાત્રે ગંગા નદીના કિનારે ભેગા થયા હતા. ચંદ્રમા આકાશમાં ખીલ્યો હતો. તેમને થયું કે ચાલો આજે આપણે સહેલગાહની મોજ માણીએ. ભાંગના નશામાં ચકચૂર હતા. નૌકામાં બેઠાં અને હલેસા માર્યા. સવાર પડી અને જોયું. શિવશંકરે કમળાશંકરને પૂછ્યું કે આપણે કયાં છીએ ? તેમણે કહ્યું કે જયાં હતાં ત્યાં જ છીએ. કારણ શું? નાવ દોરડાથી બાંધેલી હતી. તે ખીલાથી છોડી જ ન હતી. મોહના ખીલાથી નાવ છોડયા સિવાય ગમે તેટલો ઉત્પાત કરશો તો પણ તમે ત્યાં ને ત્યાં જ રહેવાના, નૌકા પાર નહિ થાય, ગમે તેટલી ક્રિયાઓ કરશો તો પણ સંસાર પાર નહિ કરી શકાય. પિસ્વી મોહમયીપ્રતિમવિરામુન્નમૂતં ગત્ | મોહરૂપી મદિરાનું પાન કરીને જગત ઉન્મત બને છે.
એક ૫૦, ૬૦, ૭૦ વર્ષની નાનકડી જીંદગીના, ટૂંકા ગાળામાં કેટલા બધા કજીયાઓ! કેટલો કંકાસ ! કેટલી બધી કલ્પનાઓ અને સ્વપ્નાઓ! કેટલા વિરોધો ! કેટલીયે પ્રેમની અને અણગમાની વાતો ! સાથે જીવીશું અને સાથે મરીશું એ વાત અને થોડીવાર પછી તારું મોટું પણ નથી જોવું તેવી વાત. એક જીંદગીમાં કેટલાં નાટકો કરીએ છીએ? આ બધા નાટક પાછળ ડાયરેક્ટર મોહરાજા છે. તે આપણને નચાવે છે. તમે ગમે તેટલી તત્ત્વજ્ઞાનની વાતો કરો પણ તમારામાં મોહ હોય તો હજુ સંસાર તમારા માટે ઊભો છે. મોહ સમગ્ર સંસારનું મૂળ છે.
મોહનું પહેલું કામ - તમે જે છો તે નથી એમ મનાવવું, દઢ કરાવવું. આને કહેવાય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org