________________
૩૯૪
પ્રવચન ક્રમાંક - ૧૧૨, ગાથા ક્યાંક-૧૩૯ છે આત્મ વિસ્મરણ. અધ્યાત્મ શાસ્ત્ર એમ કહે છે કે આપણે આત્મા ખોયો નથી અને આત્મા તરીકે મટી શકીએ તેમ પણ નથી. દેહ ઝેર ખાઈને મટાડી શકાશે પણ આત્માને મટાડવાનો કોઈ ઉપાય જ નથી. આત્મા સનાતન છે, સત્ય છે, શાશ્વત છે, અશરીરી છે, નિત્ય છે. તમે ક્યારેય મટી શકશો નહિ. જીવનથી કંટાળો તો પણ આત્મા તરીકેનું રાજીનામુ ચાલશે નહિ. તમે આત્મા તરીકે મટી ન શકો પણ આત્માનું વિસ્મરણ થઈ શકે. તમે મટયા નથી પણ વિસ્મરણ થયું છે. આ નાનકડી વાત અનંતકાળથી આપણને સંસારમાં ઊભા રાખે છે.
આપ આપસે ભૂલ ગયે, ઈનસે કયા અંધેર,
સમર સમર અબ હસત હૈ, નહિ ભૂલેંગે ફેર. પોતે પોતાને ભૂલી ગયો. ચિદાનંદજી મહારાજે બહુ માર્મિક ભાષામાં પોતાની વેદના વ્યકત કરી છે. પ્રભુ ! અમે તમારા ચરણે આવ્યા છીએ. તમારા શરણે આવ્યા છીએ. અમારી સામે તો જુઓ. અમારી હાલત બહુ ગંભીર છે. દર્દી ગંભીર હોય ત્યારે ડોકટરની ફરજ વધે છે કે દર્દીને બચાવી લેવાનો છે. અમે અત્યારે સીરીયસ છીએ. આ વખતે અમારી સંભાળ લેવી તમારું કર્તવ્ય નથી ? તેઓ ભગવાનની સાથે લડે છે. ભગવાન પૂછે છે કે થયું શું? તેઓ કહે છે કે...
મોહ મહમદ છાકથી, હું છકીયો હી નહિ શુધ્ધિ લગાર,
ઉચિત સહી ઈણ અવસરે, સેવકની હો કરવી સંભાળ. મોહરૂપી મદિરાના પાનથી હું છકી ગયો છું અને છકી જવાના કારણે મારામાં જરાય શુધ્ધિ નથી. મારામાં જરા પણ સભાનતા રહી નથી. આ અવસરે, સેવકની-મારી સંભાળ લેવાની આપના માટે તક છે. તમે મારી સંભાળ કરો. મારો આ મોહનો નશો ઉતારો. મારે બીજું કંઈ જ કહેવું નથી. ભક્ત ભગવાન પાસે માગે તો એટલું જ માગે કે મને આ મોહનો નશો ચઢયો છે તે ઊતરી જાય અને મને જેનું વિસ્મરણ થયું છે, તેનું સ્મરણ થાય.
મોહ છે એ પાપ કરાવનાર છે. પાપ જુદું અને પાપ કરાવનાર જુદો છે. આ વાતને જાગૃતિપૂર્વક સમજી લેજો. હિંસા એ પાપ, ચોરી એ પાપ, દુરાચાર એ પાપ, પરિગ્રહ એ પાપ, ક્રોધ, માન, માયા અને લોભ એ બધાં પાપો છે પરંતુ આ બધાં પાપ કરાવનાર મોહ છે. પાપ જુદી વસ્તુ અને પાપ કરાવનાર પરિબળ જુદી વસ્તુ છે. પાપ તો ઘણીવાર ઓછાં થયાં હશે. પણ અંદરમાં રહેલા મોહરાજા કયારે એના ચક્કરમાં લેશે, તેની ખબર નહિ પડે, તેથી કહ્યું કે બધા કર્મોનો રાજા મોહ છે. મોહનું સંચાલન અદ્દભુત છે. જગતમાં એકછત્રી સામ્રાજ્ય કોઇપણ રાજાનું હોય તો મોહરાજાનું છે. અનંતકાળથી તેનું શાસન ચાલે છે.
આપણા ઉપર મોહની સત્તા છે. મોહનું પહેલું કામ આત્મવિસ્મરણ કરાવવાનું છે, અને સુખ જે કંઈપણ મળે છે, તે બહારના પદાર્થોમાં, વિષયોમાં, પરવસ્તુમાં અને સંયોગોમાં છે તેમ ઠસાવી દેવું તે મોહનું બીજું કામ છે. જયારે સુખ યાદ આવે ત્યારે શું યાદ આવે? ચાલો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org