________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૩૯૫ પાણીપુરી, ભેળ ખાઈએ, આઇસ્ક્રીમ ખાઈએ, પીકચર જોવા જઈએ. બધાને પોતાની પ્રતિભા, પ્રતિષ્ઠા બતાવવી હોય તો ઘરનાં સઘળાને ભેગાં કરીએ અને લોકો જોવે તેમ કરીએ. કોઈ પણ બેન નવા કિંમતી ઘરેણા પહેરે એટલે ઘરમાં રહી ન શકે ? બધા જોવે અને વખાણ કરે તો આનંદ આવે ને? બધાં પૂછે કે કયાંથી લાવ્યાં? કેટલાનાં થયા? આવી બધી વાતો કરવાની મઝા આવે. અમારા એ લઈ આવ્યા. આ બધું આત્મબુધ્ધિ વિરુધ્ધની વાત છે. પરપદાર્થમાં સુખ માની કશો વિચાર કર્યા વગર પરપદાર્થની પાછળ આંખો મીચી સતત દોડવું તે ત્રીજું લક્ષણ છે અને મોહનું ચોથું લક્ષણ બહુ મહત્ત્વનું છે. અહમ્ અને મમ.
આ ચાર મોહનાં લક્ષણો છે. આવો મોહ હોય ત્યાં સુધી તમે જ્ઞાનની વાત કરો, શાસ્ત્રોની વાતો કરો, સિધ્ધાંતોની વાતો કરો, હજારો માણસોને ઉપદેશ આપો, પ્રવચનો આપો અને તેઓ સાંભળી મુગ્ધ બને તો પણ જ્ઞાની પુરુષો કહે છે કે જો તું મોહની સત્તા નીચે હો તો તારું જ્ઞાન આર્ટીફીસીયલ છે, કૃત્રિમ છે પણ વાસ્તવિક નથી. તે અજ્ઞાન જ છે. અમારે એ જોવું છે કે તું કોની સત્તા તળ છો? જો તું મોહની સત્તા તળે જીવતો હો અને તારી પાસે આગમો કે નવપૂર્વનું જ્ઞાન હોય તો પણ તું જ્ઞાની નથી, અજ્ઞાની જ છે. કોઈ એવો મુનિ હોય કે તેને મોહની સત્તા હઠી ગઈ છે પણ તેને મા રુષ અને મા તુષ એટલા શબ્દો પણ બોલતા આવડતા ન હોય તો પણ જ્ઞાની છે. મોટી ઉંમરે દીક્ષા લીધી, ભણે છે, યાદ નથી રહેતું, ગુરુને કહે છે કે મારી ઉંમરનો ભરોસો નથી મારે શું કરવું? કોઈ ઉપાય બતાવો. ગુરુએ બે શબ્દો આપ્યા,
મા રુષ અને મા તુષ.” રોષ કરીશ નહિ અને રાગ કરીશ નહિ. જ્ઞાનાવરણીય કર્મનો એવો ઉદય કે તેના બદલે માસતુષ માસતુષ બોલ્યા કરે અને કથા એવી છે કે તેમને કેવળજ્ઞાન થયું. પક્ષપાત નથી. કેવળજ્ઞાન એટલા માટે થયું કે મોહની સત્તાથી પર થઈ ગયા હતા. મોહની સત્તા ઊઠે ત્યારથી આપણે સાધક.
સાધુ તે કહેવાય જે મોહની સત્તા તળેથી ઊઠી જાય, મુમુક્ષુ એને કહેવાય જે મોહની સત્તા હઠાવવા મહેનત કરે છે. જેમની મોતની સત્તા સંપૂર્ણ ગઈ તે પૂર્ણ પુરુષ છે, વીતરાગ પુરુષ છે. જરા શાસ્ત્રીય પરિભાષામાં વાત કરીએ. મોહનીય કર્મના મુખ્ય બે પ્રકાર છે. દર્શન મોહ અને ચારિત્ર મોહ. આ બંને પ્રકારમાં બે ઘટના ઘટે છે. એક ઘટના ઉપશમની અને એક ઘટના ક્ષયની છે. આ ચર્ચા કરવી જરૂરી છે, તો કંટાળો લાવશો નહિ. ક્ષય થાય એટલે કર્મો સાથે આપણો સંબંધ છૂટી જાય. કર્મો કાયમ માટે આપણને છોડીને જાય. તમે છેલ્લી વિદાય આપી દીધી કે અબ પીછે મૂડકે દેખના ભી નહિ, આપ જાઈએ, તમે કર્મોનો નિકાલ કર્યો, ક્ષય કર્યો. હવે તે ઉદયમાં આવવાનાં નથી. કાયમ માટે નિકાલ થયો અને ઉપશમ એટલે થોડા ટાઈમ માટે કર્મો આપણા ઉપર કામ કરી ન શકે. નિષ્ક્રિય સ્થિતિમાં મૂકાઈ જાય. બોમ્બ મૂક્યો હોય તો તેનો ટાઈમ નક્કી કરેલ હોય કે તે બે કલાક પછી જ ફૂટશે. જેમ બોમ્બ બે કલાક નિષ્ક્રિય સ્થિતિમાં જ રહે, એ કામ ન કરી શકે. તેમ ઉપશમ કર્યો, નિશ્ચત ટાઈમ સુધી દબાયેલાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org