________________
૩૯૬
પ્રવચન ક્રમાંક - ૧૧૨, ગાથા માંક-૧૩૯ જ રહે. જેમ અગ્નિ ઉપર રાખ ઢાંકી દો. અગ્નિ કામ ન કરે. ફૂંક મારો રાખ ખસી જાય તો અગ્નિ પાછો પ્રજવલિત થાય. ગામમાં બહારવટિયા આવ્યા અને D.S.P. ની પાર્ટી પહોંચી જાય તો બહારવટિયા જાય કયાં ? છૂપાઈ જાય. તે એવા છુપાઈ જાય કે પોલીસ રહે ત્યાં સુધી કશું જ ન કરે પણ પોલીસ જાય એટલે પોતાનું કામ ચાલુ કરે. બે-ત્રણ દિવસ પોલીસ રહે ત્યાં સુધી કામ કરે નહિ તેવી ઉપશમ અવસ્થા છે. ટાઇમ બીઇંગ કર્મો કંઈ ન કરી શકે તેવી સ્થિતિમાં કર્મોને મૂકવા તે ઉપશમની અવસ્થા છે.
કર્મોનો ક્ષય થવો તે અદ્દભુત ઘટના છે, કર્મોનો ક્ષય કરવા એક અદ્દભુત અવસ્થા જ્ઞાનીએ કહી છે. સાતમા ગુણસ્થાને અપ્રમત્ત અવસ્થા છે. મુનિ જાગૃત થઈને જીવે છે, તેમની અપ્રમત્ત અવસ્થા છે. તેમની વાણી, તેમનો વિચાર, તેમનું વર્તન, તેમનો વ્યવહાર વિગેરેમાં પ્રત્યેક સમયે જાગીને જીવે છે અને પોતાના ઉપયોગને પર તરફ જતાં રોકીને પોતાના જ્ઞાનમાં ઠેરવે છે. આવું નિરંતર કામ જે કરે છે તેને અપ્રમત અવસ્થા કહે છે. એ અપ્રમત અવસ્થા પછી કર્મક્ષયની કે ઉપશમની અદ્ભુત પધ્ધતિની શરૂઆત જયાં થાય છે તેને શાસ્ત્રીય પરિભાષામાં અપૂર્વકરણ ગુણસ્થાન કહે છે. અહીંથી ક્ષપક શ્રેણી મંડાય અથવા ઉપશમ શ્રેણી મંડાય. ક્ષપક શ્રેણીમાં કર્મનો કાયમ માટે નિકાલ થાય. દેવું કર્યું હોય અને એ પૂરું ચુકવી દે એટલે કાયમ માટે તેમાંથી મુક્ત થઈ જાય. ઉપશમ શ્રેણીમાં કર્મોને દબાવીને ઉપર ચઢે છે. કર્મને એવી સ્થિતિમાં થોડા ટાઈમ માટે મૂકે છે કે જેથી એ ટાઈમમાં કર્મ સક્રિય ન બને. એ ટાઈમ પૂરો થતા કર્મ સક્રિય થાય છે.
વીર વિજયજી મહારાજે મધુરભાષામાં વાત કરી કે, સંભાળજો મુનિ સંયમ રાગે, ઉપશમ શ્રેણી ચડીયાં રે. આપણને નહિ પણ જે મુનિ ઉપશમ શ્રેણીએ ચડયા છે તેમને કહે છે કે તમે અગિયારમે ગુણસ્થાને ઘણી ઊંચાઈ ઉપર પહોંચ્યા છો પણ મુનિરાજ સંભાળજો. જો ગાફેલ રહેશો તો પહેલે આવી ઊભા રહેશો. શાસ્ત્રો પણ કેટલી સંભાળીને વાત કહે છે સાંભળજો મુનિરાજ ! આ ઉપશમ શ્રેણી છે. આ બધો ખેલ અંતર્મુહૂર્તનો છે. ક્ષય થાય તો કામ નહિ કરી શકે. એ વખતે બારમે ગુણઠાણે ક્ષીણ મોહ વીતરાગ પુરુષને જેવો અનુભવ થાય છે તેવો અનુભવ અગીયારમે ગુણઠાણે ઉપશાંત મોહ વીતરાગ પુરુષને પણ થાય. એવી અદ્દભુત અનુભૂતિ સાધકને થાય છે. આ બધું નિરાંતે એકલા બેસીને સમજવાનું છે અને વિચારવા જેવું છે. દોડધામ ઓછી કરશો તો ચાલશે પણ સમજવું જરૂરી છે કે કેવી કેવી ઘટના ઘટે છે. કર્મનો ક્ષય કેવી રીતે થાય છે ?
એક મોહભાવ છે અને બીજો આત્મભાવ છે. અજ્ઞાની મોહભાવમાં જીવે છે અને જ્ઞાની આત્મભાવમાં જીવે છે. તમે સાધુ હો તો પણ ભલે અને વક્તા હો તો પણ ભલે. ઋષિ હો, ત્યાગી હો, તપસ્વી કે શાસ્ત્રોના જાણકાર હો, જે કંઈ હો તે ભલે. લાખો માણસો વચ્ચે પ્રવચનો આપતાં હો તો પણ ભલે. અમારે તો એ જોવું છે કે તમે ક્યા ભાવમાં જીવો છો? જો મોહભાવમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org