________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૩૩૯ ચાલતા સિદ્ધ છે. આ સિદ્ધશીલામાં પ્રગટ સિદ્ધો અને સંસારમાં અપ્રગટ સિદ્ધો. આ અપ્રગટ સિદ્ધોને જાણી લો.
સત્તા તો બધામાં છે પણ બધા સિદ્ધ કેમ થતા નથી ? સિદ્ધ જેવા છે, સત્તા છે, અસ્તિત્વ છે તો પ્રગટ કેમ થતા નથી, તો કહે છે કે “જે સમજે તે થાય' સમજવું તો પડશે ને ? અત્યાર સુધી સમજ્યા જ નથી ને ? તમે કહો છો કે મને ઓળખો છો ? હું કોણ ? હું જેવો તેવો નથી હોં! હું પૈસાવાળો, સત્તાવાળો, આંટીઘૂંટી ઉકેલનાર, બધું જ મને આવડે છે. ગુજરાતીમાં શબ્દ છે ચૌદશિયો. આ બધાને બાદ કરો અને કહો હું સિદ્ધ છું. પહેલાં તો હું આત્મા છું અને પછી સિદ્ધ સ્વરૂપ છું. આ સમજણ બહુ મોટી મૂડી છે, રાઇટ અન્ડરસ્ટેન્ડીંગ. સમજ પીછે સબ સહેલ હૈ, બિનુ સમજે મુશ્કીલ' સમજ્યા પછી બધું સહેલું, “જે સમજ્યા તે સમાયા” ઘણાં કહેતાં હોય છે કે અમને બધી સમજણ છે, પ્રસંગ આવે ત્યારે ખબર પડે કે કેવી સમજણ છે ? આ સમજણ જો હોય તો તેની અવસ્થા જુદી હોય. માટે એમ કહ્યું કે “જે સમાયા તે સમજ્યા સ્વરૂપમાં સમાયા, પોતામાં સ્થિર થયા. પોતામાં કર્યા તેને જ અમે સમજણ કહીએ છીએ. બાકી વાતોને અમે સમજણ કહેતા નથી. પૈસા માટે મક્કા જઈ આવે તે સમજ્યા ન કહેવાય. આટલો લોભ, આવો અહંકાર આવો ક્રોધ, આટલી ઈર્ષ્યા, આટલી વાસના, આટલા વિકારો, જેનામાં હોય તે સમજ્યા ન કહેવાય. “જે સમજ્યા તે સમાયા. જે સમજે તે થાય.
તો સવાલ એ આવ્યો કે અત્યાર સુધી કેમ પ્રગટ ન થયું. સત્તા તો હતી. બે બાબતો નથી મળી. સત્તાને પ્રગટ કરવા બે સાધનો છે, બે ઉપાયો છે, એક સદ્ગુરુની આજ્ઞા અને બીજો ઉપાય જિનદશાનો વિચાર. વીતરાગ દશાનો વિચાર અને સદ્ગુની આજ્ઞા, આને શાસ્ત્રની પરિભાષામાં નિમિત્ત કારણ કહ્યું. બહુ મોટો સિદ્ધાંત આ ગાળામાં સ્પષ્ટ કરવાનો છે. ઘણો વિવાદ છે. ઘણા માને છે ઉપાદાન જ કામ કરે છે. નિમિત્તની જરૂર નથી. નિમિત્ત હાજર છે પણ કશું કરતું નથી, એમ માને છે. ઘણા માને છે કે નિમિત્તની હાજરી જોઈએ, પણ નિમિત્તથી થતું નથી. શું કામ ગૂંચવાડા ઊભા કરો છો ? છાશ લેવા જ્વી અને દોણી સંતાડવી એવું શા માટે ? વીતરાગ પરમાત્માના સ્વરૂપનો વિચાર કર્યા વગર વીતરાગતા પ્રાપ્ત નહિ થાય. આવો વિચાર કરવામાં આપણને નડે છે શું? પણ પેલાને એમ કહેવું છે કે મારી પકડ મારે છોડવી નથી. પહેલાં સગુરુ પાસે જાવ. તેમનો સ્વીકાર કરો પછી સદ્ગુરુની આજ્ઞાની વાત છે. સદ્ગુરુ એમને એમ તમને આજ્ઞા ન આપે. સદ્ગુરુ પાસે જઈને નમ્રતાપૂર્વક તમારી તાલાવેલી વ્યક્ત કરો. તમારો ભાવ વ્યકત કરો. તમારી જીજ્ઞાસા અને મુમુક્ષુતા વ્યકત કરો.
વીતરાગ અવસ્થા પ્રાપ્ત કરવી છે તેવો ભાવ થાય અને એમના શરણમાં જાવ તો કૃપા કરી તમને આજ્ઞા આપે. આજ્ઞા માટે કૃપાળુ દેવે એક પત્ર લખ્યો છે. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ વિષે. તે પત્રમાં લખ્યું છે કે આવશ્યક ક્રિયા જે કંઈ કરવાની છે તે સામાયિક, ચઉસિન્થો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org