________________
३४०
પ્રવચન ક્રમાંક - ૧૦૬, ગાથા ક્રમાંક-૧૩૫ (૨૪ તીર્થકરોની સ્તવના) વંદન, પ્રતિક્રમણ, કાઉસગ્ગ અને પચ્ચખાણ. આને પડુ આવશ્યક કહે છે. આ છ શબ્દો ઉપર આવશ્યક સૂત્રો છે. અને આવશ્યક સૂત્રો ઉપર ભદ્રબાહુ સ્વામીની ટીકા છે તેમાં પણ હજારો ગાથાઓ છે. સામાયિક ૨૪ તીર્થકરોની સ્તવના, વંદન, પ્રતિક્રમણ, કાઉસગ્ગ અને પચ્ચકખાણ આ છ આવશ્યક કરવા લાયક છે અને તેને શુભ ક્રિયા કહેવાય છે. આવી શુભ ક્રિયા જે છે તે જ્ઞાનીની આજ્ઞાએ કરવી, એવી સ્પષ્ટતા પાંચ સમિતિના પત્રમાં પરમકૃપાળુદેવે કરી છે. શાસ્ત્રમાં તો એમ કહ્યું છે કે પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ એ અષ્ટ પ્રવચન માતા છે, તે સાધકની માતા છે. મુમુક્ષુ અને મુનિઓની માતા છે. મા જેમ બાળકનું લાલન પોષણ કરે છે તેમ આ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ એ અષ્ટ પ્રવચન માતા ચારિત્રરૂપી બાળકનું લાલન કરે છે, પાલન કરે છે, સાચવે છે, સંભાળે છે. એમ પૂછ્યું કે ૧૪ પૂર્વ ન જાણે તો મોક્ષ થાય કે ન થાય ? અને ઓછામાં ઓછું કેટલું જાણે તો મોક્ષ થાય ? તો કહ્યું કે મીનીમમ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું જ્ઞાન જોઈએ. ગુમિ-નિવૃત્તિ કરવી હોય તેનું વર્ણન અને સમિતિ – પ્રવૃત્તિ કરવી હોય તેનું વર્ણન, તેનો સમગ્ર વ્યવહાર કેવો હોય તેનું બધું વર્ણન, પાંચ સમિતિ ને ત્રણ ગુપ્તિમાં આવે છે. તે બધું જ્ઞાનીની આજ્ઞાએ પાલન કરવાનું હોય છે.
નિશ્ચયનયથી વિચારતાં પ્રત્યેક જીવ સિદ્ધ સમ છે, એટલી તેનામાં શક્તિ રહેલી છે, એક વાત. પરંતુ પ્રગટ થયેલ નથી તેથી પ્રગટ કરવાની છે. તમે આજકાલનાં નથી, લગભગ ૭૦૮૦ વર્ષ તો તમને થયાં હશે. તમને કોઈ પૂછે કેટલાં વર્ષ થયાં ? તો તમે કહેશો લગભગ ૭૫ વર્ષ થયાં. આ વાત ખોટી છે. તમે અનંતકાળથી છો. આ દેહનાં વર્ષો કહ્યાં પણ તમારાં નહિ. કયાં સુધી રહેવાના છો ? આ ખોળિયાને બાદ કરો. તમે અનંતકાળ સુધી રહેશો. કૃષ્ણ અર્જુનને કહ્યું કે તું અને હું ન હતા તેવો કોઈ કાળ નથી. આજે પણ છીએ અને તું અને હું હોઈશું. કાયમ માટે એવો ભવિષ્યકાળ છે. તેનો અર્થ આપણે હતા, છીએ અને કાયમ રહેવાના છીએ. સ્મશાનમાં તમે નહિ પણ તમારું ખોળિયું જશે. રડનાર રડશે, તે ખોળિયાને રડશે. જે મર્યું છે તે તમારા કામનું નથી. જેને આપણે મર્યો કહીએ છીએ, તે મર્યો જ નથી, વાત તો આ છે. અનંતકાળથી આપણું અસ્તિત્વ છે. જ્યારથી છો ત્યારથી સિદ્ધની સત્તા તમારામાં છે. પણ સિદ્ધની સત્તા આજ સુધી પ્રગટ થઈ નથી તમને તેનું દુઃખ પણ નથી. હવે થાય તો જુદી વાત છે. આત્મા છીએ તેવી વાત સ્વીકારતા નથી તો આ સિદ્ધ અવસ્થા છે તેવી વાત ક્યાંથી સ્વીકારાય.
જો હવે આત્મા છો તે ખબર પડી અને આત્મામાં સિદ્ધની સત્તા છે, સઅવસ્થા છે તો વેદના થશે, પીડા થશે અને રોમરોમમાં અગ્નિ સળગશે કે મારી સત્તા હું કયારે પ્રગટ કરું? પછી પૂછશો કે આ સત્તા કેમ પ્રગટ થાય ? તો બે સાધનોથી થશે. અહીં સાધનાની જરૂર પડશે. આનંદધનજીએ કહ્યું છે કે,
કારણ યોગે હો, કારજ નિપજે, એમાં કોઈ ન વાદ, પણ કારણ વિણ કારજ સાધીએ, એ નિજ મત ઉન્માદ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org