________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૩૪૧ કારણ વગર કાર્ય સાધીશું, એમ કોઈ કહે તો પોતાના મતનો ઉન્માદ છે. મદિરાપાન કર્યા પછી જેમ ફાવે તેમ બોલે તેમ આ બધા ફાવે તેમ બોલનારા છે. કારણની જરૂર નથી. ઉપાદાન વગર ચાલશે, નિમિત્ત વગર ચાલશે, તેના વગર પણ થઈ જશે. એમ હજારો વાતો એના મગજમાં આવતી હોય છે. જ્ઞાની પુરુષ કહે છે કે તારા માટે બે સાધનો જોઇએ. એક સદ્ગુરુની આજ્ઞાનું આરાધન તે પહેલું સાધન. અહીં સદ્ગુરુની જરૂર. અત્યાર સુધી સગુરુની જરૂર કયાં લાગી છે ? આ ગુરુઓ તમારી પાછળ પડયા છે ને ? સદ્ગુરુની આજ્ઞાની એટલા માટે જરૂર છે તેમણે પોતાના જીવનમાં અનુભવ પ્રાપ્ત કર્યો છે કે, જે અનુભવી હોય તે જ રસ્તો બતાવી શકે. આપણને એટલા માટે જરૂર છે કે આપણે સિદ્ધ થવું છે અને આત્મા પ્રગટ કરવો છે.
એ મહાત્માઓ તથા જ્ઞાની પુરુષે સિદ્ધની સત્તા પ્રગટ કરવા શું કર્યું ? જિનદશા, વીતરાગદશા કેવી રીતે પ્રાપ્ત કરી ? રાગ દ્વેષને કેવી રીતે જીત્યા? આ ક્રોધ કેવી રીતે જીત્યો? અહંકાર, કામનાઓ, વૃત્તિઓ કેવી રીતે જીતી? અમારી તો હાલત એવી છે કે એક કલાકનો નિયમ કર્યો હોય કે મીઠાઈ નથી ખાવી ત્યાં દુર્ભાગ્યે મીઠાઈની થાળી સામે આવે અને પછી વિચાર આવે કે પહેલાં લાવ્યા હોત તો ખવાતને? પછી રહેવાય નહિ એટલે પૂછે કે હમણાં મીઠાઈ ખાઈ લઉં અને પછી બે કલાકની બાધા રાખું તો ચાલે ? આટલો વિકલ્પ, આટલી વૃત્તિઓ જીતી શકતો નથી તો મહાપુરુષોએ કઈ રીતે વૃત્તિઓ જીતી હશે? તેઓ વૃતિરહિત અને વીતરાગ કેવી રીતે થયા હશે ? રાગ અને દ્વેષનો અભાવ કઈ રીતે કર્યો હશે ?
એક વખત એક ભાઈ મને બોલાવવા આવ્યાં. મેં પૂછયું કે કેમ? તો કહે મારા પિતાશ્રીનો છેલ્લો ટાઇમ છે આપ માંગલિક સંભળાવવા પધારશો ? મેં કહ્યું, ચાલો. આ બધાને માંગલિક છેલ્લા ટાઈમે જ સંભળાવવાનું હોય. મરનાર સાંભળી ન શકે, લગભગ તો મૂછમાં જ હોય. અમે તો ગયા. તો દર્દી કહે કે શું કામ આમને બોલાવ્યા ? હું ક્યાં મરવાનો છું ? હજુ વાર છે અને પાંચ જ મિનિટમાં મરણ પામ્યા. જીવની આ અવસ્થા છે. આવી આસક્તિ ? આવું મમત્વ ? આવી મૂછ ? વિચાર તો કરો કે જ્ઞાની પુરુષે કેવી રીતે વીતરાગ દશા પ્રાપ્ત કરી હશે ? કેટલો પ્રચંડ પુરુષાર્થ કર્યો હશે ? ભગવાન સાડાબાર વર્ષ સાધનામાં રહ્યાં. ઠંડી, ગરમી, અનેક ઉપસર્ગો, માન, અપમાન, સંગમ જેવો દેવ અને ચંડકૌશિક જેવો ઝેરી નાગ, હાથમાં રાશ લઈને મારનાર ખેડૂત અને કાનમાં ખીલા ઠોકનાર જડ માણસ, આ બધા વચ્ચે કેવી સમતા અને શાંતિ ? કેવી ક્ષમા ? કેવો પ્રેમ ? કેવી કરુણા ? કેવી સરળતા ? કેવી નમ્રતા? ઓહો ! આવા મહાપુરુષ ? આ જિન દશા છે. દશા શબ્દ છે. જિનદશા એટલે આવી વીતરાગ અવસ્થા. આનંદઘનજી મહારાજ કહે છે
સંભવ દેવ તે ધુર સેવા સવેરે, લહી પ્રભુ સેવન ભેદ, સેવન કારણ પહેલી ભૂમિકા રે, અભય, અદ્વેષ, અખેદ.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org