________________
૩૪ ૨
પ્રવચન ક્રમાંક - ૧૦૬, ગાથા માંક- ૧૩૫ જે તેં જીત્યા રે તેને હું જીતીયો રે, પુરુષ કિશ્ય મુજ નામ, પંથડો નિહાળું રે બીજા જિન તણો, અજીત અજીત ગુણધામ.” જેમને કોઈ જીતી શકયા નથી તેવા રાગ દ્વેષને તમે જીત્યા છે અને એ રાગ દ્વેષથી અમે જીતાઈ ગયા છીએ. આનંદધનજી મજાકમાં કહે છે કે તમે એમને કાઢી મૂકયાં અને તેઓ અમને આવી વળગ્યાં. કેવી હાલત હશે અમારી? આ રાગ દ્વેષ કેવી રીતે જીત્યાં હશે? કેવી સમતા ? કેવી ધીરજ ? કેવી સહિષ્ણુતા ? કેવી કરુણા? જીવનમાં કેવી અવસ્થા પ્રાપ્ત કરી હશે? આ તત્ત્વ વિચાર અને જિનદશાને જોઈ લો. આપણે તે થવું છે. વ્યવહારમાં સંસાર માંડવો હોય, લગ્ન કરવાં હોય તો બસ એકમેકને જોઈ લે અને હવે તો કલાકોના કલાકો વાતો કરી નક્કી કરે અને છ મહિના પછી ડાયવોર્સ! તમે જોયું શું ત્યારે ? લોકો કહે છે કે જોયા વગર નક્કી ન થાય. અહીં શાસ્ત્રો એમ કહે છે કે તમે પણ જોઈ લો. તમારે વીતરાગ જેવા થવું છે, પણ પહેલાં ઓળખી તો લો, મંદિરમાં જાઓ છો, ઘંટ વગાડો છો, હાથ જોડો છો. પૂજા કરો છો. કોની પાસે જાઓ છો અને કોને માથું ઝૂકાવો છો ?
આ પુરુષે તો રાગ જીત્યો, પ્રગાઢ રાગ જીતાય નહિ તે પણ જીત્યો. ક્રોધ પણ જીત્યો, દ્વેષ પણ જીત્યો. આમનામાં અહંકાર કે ઈર્ષ્યા નથી. કઠોરતા નથી. આવી અવસ્થા તેમણે કેવી રીતે પ્રાપ્ત કરી હશે ? વીતરાગતા વિચારતાં વિચારતાં પોતાની શુદ્ધ દશાનું ભાન થાય. વિચાર જિનદશાનો અને ભાન થાય નિજદશાનું. શબ્દો ખ્યાલમાં લો. આ જિનદશા અને નિજદશા ! પોતાની દશા વર્તમાનમાં આવી છે પણ અસલમાં એ જિનદશા છે તે મારી દશા છે. જિનેશ્વરનું દર્શન કરતાં તે વિચારે કે કેવી રીતે તે પૂર્ણ વીતરાગ થયા હશે ? ચોથા ગુણસ્થાનથી આગળ વધતાં વધતાં ૧૨ માં ગુણસ્થાનકે આવે ત્યારે આવી વીતરાગ દશા પ્રાપ્ત થાય, કંઈ સમજાય છે ? ખ્યાલમાં આવે છે ? ચોથું ગુણસ્થાન એટલે સમ્યગ્દષ્ટિનું ગુણસ્થાનક, અવિરતિ સમ્યગ્દષ્ટિનું ગુણસ્થાનક. ત્યાંથી વીતરાગતાની શરૂઆત થઈ. વીતરાગતા અંશે વધતા વધતા તેની પૂર્ણતા બારમે ગુણસ્થાનકે થાય. આવા વીતરાગ પુરુષને જુઓ, દર્શન કરો, વિચારમાં લો, ચિંતનમાં લો. આ તત્ત્વ વિચારમાં લો, મંથનમાં લો. વીતરાગદશાનું ઘોલન કરો, સમજાય છે ? તમને તો વિચાર આવે છે કે હું કરોડપતિ કયારે થાઉં ? ચૂંટણીમાં ચૂંટાઈને કયારે આવું? હું મોટો માણસ કયારે થાઉં ? જામનગરમાં એક ભાઈને મેં પૂછ્યું કે તમે કેમ બની ઠની તૈયાર થઈને આવ્યા છો ? તેમણે કહ્યું કે કોઇએ મને કહ્યું કે આજની સભાના પ્રમુખ તમને બનાવવાના છે. ત્યાં ગયો તો બીજો પ્રમુખ નીમાયો. મેં કહ્યું કે પહેલા ભસ્યા હોત તો હું તૈયાર તો ન થાત ? આ અહંકાર છૂટતો નથી, તેને બદલે હે પ્રભુ! તમે અહંકાર શૂન્ય બન્યા, આ અહંકારનો લય કર્યો. આપનામાં અહંકારનો છાંટો ન મળે. ૬૪ ઇન્દ્રો એકી સાથે ચરણોમાં માથું નમાવી નમસ્કાર કરે છે, છતાં અહંકાર નહિ અને એક વખતે કમઠ ભયંકર ઉપસર્ગ કરે છે ત્યારે ક્રોધ કે દ્વેષ નહિ. હે પ્રભુ ! તમે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org