________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૩૪૩ કઈ રીતે રહી શકયા ? આ કઈ કળા છે ? આ કયું સામર્થ્ય છે ?
ચોથા ગુણસ્થાનકથી ઉપડયા અને વીતરાગતા વધતી વધતી ૧૨મા ગુણસ્થાનકે પૂરી થાય, એવું ભગવાનનું સ્વરૂપ વિચારતાં વિચારતાં પોતાને ખબર પડે કે મારે આ જ કરવાનું છે. ચર્ચા કરવી નથી, પંચમકાળમાં મોક્ષ છે કે નહિ ? આ મહારાજ હા પાડે છે અને આ ના પાડે છે, આ બધું છોડ. તું જાગીને શરૂઆત તો કર. એકડો તો ઘંટ, એટલું તો નક્કી કર કે હું આત્મા છું. લોકો પૂછે છે કે ઈશ્વર છે તેનું પ્રમાણ શું? અમે કહીએ છીએ કે તું છો તેનું પ્રમાણ શું? પહેલા એ નક્કી કર કે તું છો કે નહિ? તું આત્મા છો તેમ નક્કી કર્યું? પહેલા નક્કી કરો કે હું આત્મા છું, શરીર નથી. તો પ્રાણીમાત્રમાં તમને આત્મા દેખાશે.
આ રીતે સદ્ગુરુની આજ્ઞા પ્રમાણે વર્તે. જિનેશ્વર પરમાત્માનું સ્મરણ, ચિંતન, મનન, ધ્યાન કરે. વારંવાર સ્મરણ કરે. હે પ્રભુ ! તમારું ચિંતન અને મનન કર્યું. તમારી અવસ્થા અમે જાણી અને આવી અવસ્થા અમારે પ્રાપ્ત કરવી છે. હવે તમને કોઈ પૂછે કે તમારે શું થવું છે? શું કહેશો? વીતરાગ થવું છે તેવો રણકો અંદરથી આવવો જોઈએ. કેમ? અમારામાં વીતરાગ થવાની સત્તા છે. અમે સિદ્ધ છીએ. રોતલ અને પામર નથી. થોડી સત્તા હાથમાં આવે તો માણસમાં જોર આવી જાય તો સિદ્ધની સત્તા હોય અને જોર કેમ ન આવે ? મારામાં તો સિદ્ધની સત્તા છે, સદ્ગુરુનું અવલંબન અને જિનદશાનું અવલંબન છે. એના અવલંબનથી આ આત્મા પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિની આરાધનાથી વીતરાગદશા પ્રાપ્ત કરે છે.
ઉપાદાન આતમ સહી રે પુષ્ટાલંબન દેવ,
ઉપાદાન કારણપણે રે પ્રગટ કરે પ્રભુ સેવ. ૧૩૬મી ગાથામાં આ વિવાદ આવવાનો છે. “ઉપાદાનનું નામ લઈ, એ જે તજે નિમિત્ત, સિદ્ધત્વને પામે નહિ, રહે ભ્રાંતિમાં સ્થિત'. છેલ્લા પચાસ વર્ષથી ઉપાદાન અને નિમિત્ત, પ્રત્યક્ષ અને પરોક્ષ એ ચર્ચામાં મૂળ વાત ભૂલાઈ ગઈ છે. રામકૃષ્ણ પરમહંસ એક દૃષ્ટાંત આપતા હતા. બે મિત્રો ચોપાટી નાસ્તો કરવા ગયા. એક મિત્રે પૂછ્યું, તારા બાપા છે કે નહિ ? ના, નથી. તો કેવી રીતે તે મર્યા? અમે ગામડામાં રહેતાં હતાં, એક દિવસ તાવ આવ્યો. અમે કંઈ ગણકાર્યું નહિ, પછી મેલેરિયા થયો તેમાંથી ડબલ મેલેરિયા અને બે કલાકમાં ગુજરી ગયા અને એટલામાં નાસ્તો પૂરો થઈ ગયો. કાગળમાં કંઈ ન મળે. ઓલાને થયું કે બધું પૂછીને મને આબાદ બનાવ્યો. નાસ્તા વગર રહી ગયો. બીજા અઠવાડિયે પાછા ગયા. પેલાને થયું કે આજે હું પણ પૂછી લઉં. તેણે પૂછ્યું કે તારા બાપાને શું થયું હતું? તે કહે તાવ આવ્યો ને ટપ મર્યા. હવે તું પડીકું છોડ. આમ ચર્ચા અને વાદવિવાદ કયાં સુધી કરશો ?
બે શબ્દો સાથે જ જોડાયેલા છે. તમે છૂટા નહીં પાડી શકો. તેને છૂટા પાડવા પ્રયત્નો ન કરશો. ઉપાદાન અને નિમિત્ત સાથે જ છે, સાથે રહેવાના છે. ઉપાદાન વગર પણ ન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org