________________
૩૩૮
પ્રવચન ક્રમાંક - ૧૦૬, ગાથા ક્યાંક-૧૩૫ ગાયું છે કે, “અવધૂ નામ હમારા રાખે, સો પરમ મહા રસ ચાખે અમારું નામ કોઈ રાખે તો તેને પરમ રસ ચાખવા મળશે. કેમ એમ ? તો કહે
નહીં હમ પુરુષા નહીં હમ નારી, વરન ન ભાત હમારી, જાતિ ન પાંતિ ન સાધુ ન સાધક, નહીં હમ લઘુ નહીં ભારી. જ્ઞાની પુરુષો પોકારી પોકારીને કહે છે કે જગતમાં જેટલા આત્માઓ છે તેમાં સિદ્ધ સમાન સત્તા છે, દરેકમાં સિદ્ધ છૂપાઈને બેઠો છે. તમે પણ સિદ્ધ છો, પરંતુ ઉતાવળ ન કરશો. આ હોવાપણાની વાત છે. જો સિદ્ધપણાનો અનુભવ કરવો હશે તો સિદ્ધત્વ ખીલવવું પડશે. સિદ્ધત્વનું હોવું તે સિદ્ધાંત અને સિદ્ધત્વને ખીલવાની પ્રક્રિયામાં ઢળવું આનું નામ વ્યવહાર. ફકત પ્રાર્થના કરશો કે હું સિદ્ધ છું, સિદ્ધ છું, તો સિદ્ધ નહિ થવાય. તમારે પુરુષાર્થ કરવો પડશે પણ અંદર હશે તો બહાર પ્રગટ થશે. એક કહેવત છે કે કૂવામાં હશે તો અવેડામાં આવશે. નહિ હોય તો કયાંથી આવશે? - તમારી સત્તા છે. તમે સિદ્ધ છો. સિદ્ધની સત્તા તમારામાં છે. “સર્વ જીવ છે સિદ્ધ સમ” આ સામ્યવાદ છે પણ આધ્યાત્મિક સામ્યવાદ. તેમાં કોઈ ભેદ, જુદાઈ કે ઊંચ નીચપણું નથી. દરેકને સમાન અને સંપૂર્ણ અધિકાર. સર્વમાં સત્તા છે, હોવાપણું છે. નિગોદથી માંડી સિદ્ધ અવસ્થા સુધી દરેક જીવોમાં સિદ્ધની સત્તા છે. સિદ્ધમાં સત્તા પ્રગટ થઈ ગઈ છે અને આપણામાં સત્તા છૂપાયેલી રહી છે. તમે આ સાંભળો છો ત્યારે કંઈ ચટપટી કે મૂંઝવણ થાય છે કે આપણે સિદ્ધ જેવા અને અત્યારે આવા રાંક ! આવા મૂંઝાયેલા ! આવા ટેન્શનવાળા, ડાયાબીટીઝ અને હાર્ટ એટેકવાળા ! રોતાં રોતાં, દુઃખી દુઃખી થતાં પરાણે જીવવાવાળા? ઘણાને તો ઘણી વખત થાય છે કે આવા દુઃખ કરતાં મરવું સારું. અલ્યા ! તું સિદ્ધ છો અને તને આવા વિચાર શોભે? “સર્વ જીવ છે સિદ્ધ સમ” આ જૈનદર્શનનો પાયાનો સિદ્ધાંત છે. આ પ્રલોભન નથી, ચૂંટણીમાં અપાતાં વચનો નથી. આ સત્ય છે, હકીકત છે. વાસ્તવિક્તા છે. આ દ્રવ્યાર્થિક નયે આત્માનું વર્ણન કહેવાય. - આ આત્મામાં સિદ્ધની સત્તા છે, તે પણ તેણે જોયું. બીજું આવી સિદ્ધની સત્તા જેનામાં પ્રગટ થઈ છે એ પણ તેણે જોયું, અને આવી સિદ્ધની સત્તા પ્રગટ કરવા વીતરાગ પરમાત્માના શાસ્ત્રોમાં માર્ગ છે તે પણ જોયું. આવું સળંગ દર્શન કરીને સમ્યગ્દષ્ટિ આત્મા આધ્યાત્મિક યાત્રાનો પ્રારંભ કરે છે. માત્ર વાતથી કામ નહીં થાય તો પહેલો સિદ્ધાંત - સર્વ જીવને વિષે સમાન સત્તા છે. કોઈ ઊંચા કે નીચાં નથી. તમારામાં આત્મા છે તે જે દિવસે તમે જોશો તે જ ક્ષણે જે બધા દેહધારી છે તેમાં આત્મા દેખાશે. આ પરિણામ આવશે. તમે ઘેર જશો તો અત્યાર સુધી જેને પત્ની માનતા હતા, તમને તેમાં આત્મા દેખાશે. પત્નીને પતિમાં આત્મા દેખાશે. આજે શું દેખાય છે તે ખબર નથી પણ આવી અવસ્થા જો પ્રાપ્ત થશે તો તમને દરેક પ્રાણીમાત્રમાં આત્મા જ દેખાશે. એ બધા આત્મામાં સિદ્ધ છૂપાઈને બેઠા છે. જગતમાં હાલતા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org