________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૩૩૭
તારા આત્માને, તારા ખજાનાને તો જાણી લે. સમયસારના પ્રારંભમાં એમ કહે છે કે હું તને તારા વૈભવની વાત કરવાનો પ્રારંભ કરું છું. એક વખત તું આનંદમાં આવીને, ઉલ્લાસમાં આવીને તારા વૈભવની તારી સંપત્તિની વાત તો સાંભળ. તારા વૈભવની ઓળખાણ મારે કરાવવાની છે. લાભ તને થશે, મારે દલાલી જોઇતી નથી. જ્ઞાની પુરુષોની કરુણા છે, તેમને કંઇ જ જોઇતું નથી.
સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય; સદ્ગુરુ આજ્ઞા જિન દશા, નિમિત્ત કારણ માંય.
આત્મસિદ્ધિની સર્વ ગાથા પરિપૂર્ણ ગાથા છે. ૧૪૨ ગાથાઓ ખોવાઇ ગઇ પણ જો ૧૩૫મી ગાથા હશે તો આખી આત્મસિદ્ધિ પાછી આવશે. આ ગાથામાં સિદ્ધાંત છે, પ્રક્રિયા છે આમાં શું કરવાનું છે ? તેની વાત છે. તમે શું છો ? તેની વાત છે. અને પ્રગટ થવા શું સાધન જોઇશે તેની પણ વાત છે. ખેડૂત કહે છે કે આ નાના રાઇના દાણા જેટલા બીજમાં આખું વૃક્ષ છે. આપણને નવાઇ લાગે. આટલો મોટો વડલો તેને ખીલ્યા પછી એક ડાળી પણ કાપવી હોય તો મહેનત પડે. આ બધું બીજમાં હતું ? તો કહે હા. આ બીજના પેટમાં વડલો સૂતો હતો. તેને પ્રગટ કરવો પડે પણ એ બીજ દાબડીમાં મૂકી, તમારી તિજોરીના ચોરખાનામાં મૂકશો તો બીજ ઊગશે ? એ બીજને ખીલવવું હશે તો બીજને જમીનમાં વાવવું પડશે, મહેનત કરવી પડશે, જમીન ખેડવી પડશે, ખાતર નાખવું પડશે પાણી આપવું પડશે, વાડ કરવી પડશે, ધ્યાન રાખવું પડશે, રક્ષણ કરી તેને ખીલવવું પડશે અને એ બીજમાંથી અંકુર ફૂટે છે ત્યારે ખેડૂત રાજી થઇ જાય છે. બીજ જીવતું છે. બીજમાંથી ઝાડ પ્રગટ થયું. ધીમે ધીમે એક દિવસ એવો આવે છે કે ઘણાં માણસો તેનો છાંયડો લઇ બેસી શકે તેવો ઘેઘૂર વડલો બની જાય છે. તો બીજમાં એ વડલો છૂપાયેલો છે. તેને શાસ્ત્રીય પરિભાષામાં સત્તા કહે છે આ સત્તા શબ્દનો અર્થ ‘અધિકાર' નહિ અને ‘જે સરકારની સત્તાઓ છે' તે અર્થમાં નહિ પરંતુ અહીં તે પારિભાષિક શબ્દ છે. સત્તાનો અર્થ થાય છે અસ્તિત્વ. અસલમાં અંદર જે હોય તેને કહેવાય છે સત્તા. અસ્તિત્વ, સત્તા અંદર છે તો બહાર આવશે ને ? સર્વ જીવને વિષે સિદ્ધ સમ સત્તા છે. આ અદ્વૈતનો પાયાનો સિદ્ધાંત છે. વેદાંતમાં પણ કહ્યું છે કે,
सर्वं खलु इदं ब्रह्म ।
આ જે કંઇ છે તે બ્રહ્મ જ છે. બ્રહ્મ સિવાય કંઇ નથી પણ તે કહેવાનો આશય જુદો છે. અહીં એમ કહ્યું છે કે સર્વ જીવને વિષે સિદ્ધ સમાન સત્તા છે. સર્વ જીવોમાં સિદ્ધની સત્તા છૂપાઇને બેઠી છે. આનો અર્થ સર્વ જીવો સિદ્ધ જેવા છે. આ તમારી વાત છે. જ્ઞાની પુરુષ તમને કહે છે, તમે માણસ નથી, ગરીબ કે અમીર નથી, બાળક નથી. સ્ત્રી કે પુરુષ નથી, તમે જાતિ કે વર્ણવાળા નથી. તમે તો પરંપારિણામિકભાવે પરમ અસ્તિત્વ ધરાવનાર પરમ સત્તાએ સિદ્ધ છો. સિદ્ધ જેવાં નહિ પણ સિદ્ધ જ છો. આનંદધનજીએ પ્રાસંગિક ભાષામાં એક પદ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org