________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૩૨૯ એટલા માટે મહાપુરુષો કહે છે કે તમે વચ્ચે ન આવો. ભગવાન અથવા શાસ્ત્રોને આગળ કરી વાત કરો. સુધર્મા સ્વામી જંબુસ્વામીને વાત કરે ત્યારે આવી રીતે પ્રારંભ કરે છે કે તે આયુષ્યમાન જંબુ ! ભગવાન મહાવીર પાસેથી મેં શ્રધ્ધાપૂર્વક, ભક્તિપૂર્વક, પ્રેમપૂર્વક, એકાગ્રતા પૂર્વક, નિષ્પક્ષ બનીને સાંભળ્યું છે. જે કંઈપણ સાંભળ્યું છે તે જ અમે તને કહી રહ્યા છીએ. અમે કયાંય વચ્ચે આવતા નથી. બહુ મઝાની વાત તો એ છે કે શાસ્ત્રો કરતાં તમે કયાંય ઊંચા નથી. તમે હંમેશા નાના અને ગૌણ છો. શાસ્ત્રમાં જે શબ્દોનો પ્રયોગ શાસ્ત્રો કરે છે તે વખતે તેમને કંઈક ભાવ હોય છે. તે વખતે તેમને કંઈક કહેવાનું હોય છે. શું કહેવું છે ત્યાં સુધી તમારી બુદ્ધિ પહોંચે તો લઈ જવા કોશિશ કરજો. પહેલાં તેમના હૃદયમાં ઊગે છે પછી શબ્દો વાપરે છે. પછી તે વાત શબ્દો દ્વારા વ્યકત કરે છે. તો શબ્દોને પુલ બનાવી તેની યાત્રા કરી શબ્દો દ્વારા તેમની પાસે પહોંચી શકો. હૃદય પાસે પહોંચવાની કળા જેમની પાસે હશે તે શાસ્ત્રના મર્મને સમજી શકશે.
મહર્ષિ વ્યાસે મહાભારતમાં કહ્યું કે ઘચ તત્ત્વ નિહિત ગુBયાનું | ધર્મનું જે તત્ત્વ રહસ્ય છે તે જ્ઞાની પુરૂષના હૃદયમાં છે. પરમકૃપાળુદેવે કહ્યું કે શાસ્ત્રોમાં શબ્દો છે, મર્મ નથી. મર્મ તો જ્ઞાની પુરુષના હૃદયમાં છે. તો જેઓ શબ્દ સુધી પહોંચ્યા, એ પહોંચ્યા નથી. હૃદય સુધી જેઓ પહોંચ્યા એ જ પહોંચ્યા કહેવાય. તેઓ શબ્દનો પરમાર્થ – તાત્પર્ય પણ પકડે અને શબ્દો દ્વારા જે તત્ત્વ અરૂપી છે, ગૂઢ છે, અસ્પષ્ટ છે, તેને પ્રગટ કરવાનો પ્રયાસ પણ થાય.
ગચ્છ મતની જે કલ્પના, તે નહિ સવ્યવહાર.” સવાસો વર્ષ પહેલા આ વાત કરવી તે મોટું જોખમ કહેવાય. આજુબાજુ મતમતાંતરથી આખી ધરતી ઘેરાયેલી હતી અને મતમતાંતરોની વાત કરનારાઓ એટલા જ મજબૂત હતા અને શિષ્યનું બળ હતું, ભક્તોનું બળ હતું અને બીજાપણ પરિબળો કામ કરતાં હતાં અને એ બળની સામે વાત કરવી તે મોતના મોંમાં પગ મૂકવા જેવું હતું, ત્યારે પરમકૃપાળુદેવે આ વાત કરી હતી. પરમકૃપાળુદેવ આજે પાછા આવે તો બીજાની વાત તો નહિ કરે પણ પહેલાં પોતે જ એમ કહેશે કે અલ્યા! મારા નામે તમે શું કરી રહ્યા છો ? મને તમે ક્યાં લઈ જઈ રહ્યા છો ? મેં તો એમ કહ્યું છે કે જયાં ત્યાંથી રાગ દ્વેષ રહિત થવું તે મારો ધર્મ છે. અમે કોઈ ગચ્છ કે મતમાં નથી કે નથી કોઈ માન્યતામાં. અમે તો અમારા આત્મામાં છીએ. એમ અમે કહેલું અને તમે અમારા નામે મત અને ગચ્છ તથા આગ્રહો ઊભા કર્યા ? ગચ્છમતની જે કલ્પના તે સદ્વ્યવહાર નથી, પણ આત્માર્થીના લક્ષણમાં જે દશા વર્ણવી છે અથવા મોક્ષ ઉપાયમાં જે જીજ્ઞાસુનાં વર્ણનો વર્ણવ્યાં છે તે ઉપાયો છે.
‘કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ; - ભવે ખેદ પ્રાણી દયા, ત્યાં આત્માર્થ નિવાસ.” દયા, શાંતિ, સમતા ક્ષમા, સમભાવ આ બધા ભાવો જેનામાં હોય તે સદ્વ્યવહાર છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org