________________
૩૩૦
પ્રવચન ક્રમાંક - ૧૦૫, ગાથા ક્રમાંક-૧૩૩ તથા ૧૩૪ આ જો ન હોય તો સદ્વ્યવહાર નહીં. અત્રે સંક્ષેપમાં જે લક્ષણો કહ્યાં તે સવ્યવહાર. જયાં મુમુક્ષતા હોય, જીજ્ઞાસુપણું હોય, પાત્રતા હોય, સમજવાની તૈયારી હોય, પક્ષપાત ન હોય, વિશાળતા હોય, મધ્યસ્થ બુદ્ધિ હોય, સત્યને સમજવાની તાલાવેલી અને સરળતા હોય, અર્પણભાવ અને નમ્રભાવ હોય તો આ સદ્વ્યવહાર છે. આવા વ્યવહારની સાથે જે કંઈપણ અનુષ્ઠાનો થાય તે શોભે, પરંતુ આવો વ્યવહાર જો ન હોય, કષાયો જો શાંત થયા ન હોય, મોક્ષની અભિલાષા પણ ન હોય, શાંતિ, ક્ષમા અને ઉદારતા ન હોય, સહિષ્ણુતા ન હોય અને માળા ગણતો હોય તો ગણજો, તેની ના નથી, પણ માળા હાથમાં શોભશે નહિ.
माला बनाई काष्टकी, और बीच में डाला सूत,
माला बिचारी क्या करे, गीननेवाला कपूत । ગણવાવાળો કેવો છે તે જુઓ. શાસ્ત્રો એમ કહે છે કે જેનામાં યોગ્યતા નથી ત્યાં માળા શું કરે? કબીરજીનાં શબ્દો જુઓ. માત્ર તો વર રે, સૌર મન ઝિરે નામાંહિ ! કેમ એમ? સાથે સદ્દગુણો પણ જોઈએ. આત્માર્થીના લક્ષણો પણ જોઈએ. જીજ્ઞાસુનાં લક્ષણો પણ જોઇએ અને સાથે ક્રમબધ્ધપણે શાસ્ત્રનો અભ્યાસ પણ જોઈએ. આને કહેવાય છે સવ્યવહાર.
ધર્મમાં અને ગચ્છમાં અનેક ભેદો છે અને તે ભેદો મુહપત્તિ, વેશ, ઉપકરણો અને બાહ્યક્રિયા વગેરે કારણોને લીધે થયાં છે. એક વર્ગ એમ કહે છે કે મુહપત્તિ હાથમાં રાખો. બીજો કહે છે કે મોઢે બાંધો. ત્રીજા મતે એમ કહ્યું કે મુહપત્તિ છ આંગળની છે, તે ચાર આંગળની જોઈએ અને એક ગ્રુપે કહ્યું કે કપડું જ ન જોઈએ, કાઢી નાખો. આમાંથી ઊભા થયા મતમતાંતરો અને ગચ્છ. ૮૪ ગચ્છો છે અને ગચ્છના નાયકો વિદ્વાન પુરુષો, મહાપુરુષો હતા. આપણે હાથ જોડીએ, તેમના ચરણોમાં નમસ્કાર કરીએ, માથું મૂકીએ અને બહુ નમ્રતાપૂર્વક પૂછીએ કે ગચ્છનો આગ્રહ કેમ થયો ? પૂછી શકાય. બાપને પણ દીકરો પૂછી શકે અને ગુરુને પણ શિષ્ય પૂછી શકે કે ગુરુદેવ! આગ્રહ શાથી થયો? તમે આગ્રહ રાખશો તો અમારામાં આગ્રહ આવ્યા સિવાય રહેશે નહિ.
મુખ્ય મતભેદો ચાર કારણોથી પડયા. પહેલો ભેદ પડયો દિગંબર અને શ્વેતાંબર. બંનેમાં મહાપુરુષો છે. પછી ભેદ પડયો સ્થાનકવાસી અને દેરાવાસી. મૂર્તિને માનનાર વર્ગ અને મૂર્તિને નહિ માનનાર વર્ગ. શ્રીમદજીને આ પ્રક્રિયામાંથી પસાર થવું પડયું છે. તેઓ પહેલા મૂર્તિને માનતા ન હતાં, પછી મૂર્તિની વાત એમણે કરી છે, એટલે એ વર્ગ સામે આવ્યો. તો મૂર્તિને માનનાર વર્ગ અને નહિ માનનાર વર્ગ, તેના કારણે મત ઊભા થયા. મૂર્તિ શા માટે છે અને મૂર્તિની શું જરૂર છે તે વાત ન રહી. સ્થાપના નિક્ષેપ કેટલો જરૂરી છે તે વાત ન રહી. પણ હા અને ના, માનવું - ન માનવું, તેના કારણે મતમતાંતરો ઊભા થયા. તેમાં અટકવા જેવું નથી, તેમાં પડવા જેવું નથી. સિધ્ધાંતોમાં જે ભેદ પડયા તે જુદા જુદા દર્શનોના કારણે થયા. આખી દુનિયામાં ધર્મની વાતો તો બધા કરે છે અને ધર્મના નામે હજાર દર્શનો છે. વિવેકાનંદજીએ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org