________________
૩૨૮
પ્રવચન ક્રમાંક
૧૦૫, ગાથા ક્ર્માંક-૧૩૩ તથા ૧૩૪
જોઇએ. જયાં નિશ્ચયનય મુખ્ય હોય ત્યાં નિશ્ચયનય અને વ્યવહારનય મુખ્ય હોય ત્યાં વ્યવહાર નય, તેમ વાત સમજવી જોઇએ. તમને એમ કહેવામાં આવ્યું કે ‘તું છો મોક્ષ સ્વરૂપ', એ નિશ્ચયનયની વાત છે. તને ઓળખાણ આપી, પ્રતીતિ કરાવી, તને ખ્યાલ આપ્યો, તને સમજણ આપી, તારો પરિચય કરાવ્યો, તું શું છો તેનું ભાન કરાવ્યું. ‘તું મોક્ષસ્વરૂપ તો છો’, પણ એવું સ્વરૂપ પ્રગટ કરવા માટે સાધનાની પ્રક્રિયામાંથી પસાર થવુ પડે. આપણને પરિણામ તો શ્રેષ્ઠ જોઇએ છે પણ સાધનાની પ્રક્રિયામાંથી પસાર થવાની આપણી તૈયારી નથી. છોકરો એમ કહેશે કે મને સો ટકા માર્કસ જોઇએ છે. આખા મુંબઇમાં પહેલો નંબર લાવવો છે પરંતુ વાંચવાની તૈયારી છે ? વાંચવું ગમતું નથી અને જોઇએ છે પહેલો નંબર. મેળવવું છે પણ પુરુષાર્થ કરવો ગમતો નથી. તો કેમ થશે ? લક્ષ પણ જોઇએ અને પુરુષાર્થ પણ જોઇએ. બંને સાથે ચાલવાં જોઇએ. સમજણ જોઇએ અને આચરણ પણ જોઇએ. ભાન થવું જોઇએ અને ભાનને પ્રગટ કરવાની પૂરી તૈયારી પણ જોઇએ. અવસ્થાની પણ ખબર પડવી જોઇએ ને આવી અવસ્થા પ્રગટ કેમ થાય, એની પણ સમજણ અંદર પ્રાપ્ત થવી જોઇએ. સાધનાની ક્રિયાનું પરિણામ આવતું નથી તો સમજી લેવું જોઇએ કે કયાંક વ્યવહારનયથી વાત પકડી હશે અથવા નિશ્ચયનયથી એકાંત પકડયું છે એટલે કામ અધૂરું છે. એક પાંખથી આકાશમાં ઊડી શકે નહિ પણ બંને પાંખો સાથે જોઇએ.
-
હવે ૧૩૩મી ગાથાનો પ્રારંભ થાય છે. આ ગાથામાં પણ અગાધ અર્થો ભર્યાં છે અને સાંપ્રદાયિક સમસ્યાનું નિવારણ પણ છે. ઘણી વખત એમ થાય છે કે આવા જ્ઞાની અને વિદ્વાન પુરુષો કેમ મતમતાંતરમાં અટવાતાં હશે. તેમનાં પ્રતિપાદનમાં મતમતાંતરો કેમ ઊભા થતા હશે? પરમાર્થને સમજાવવા શું તેમનું બળ ઓછું પડતું હશે ? શું તેમની બુદ્ધિ ઓછી પડતી હશે? એમ તો ન કહી શકાય કે સમજવા માટે તેમની પાસે તીક્ષ્ણ બુઘ્ધિ નથી. પરંતુ અંદરમાં કયાંક અહંકારના કારણે પોતાનો સૂક્ષ્મ આગ્રહ રહી ગયો હોય અને સૂક્ષ્મ આગ્રહના કારણે સત્યથી થોડા દૂર ચાલ્યા જાય છે અને દૂર ગયા પછી પોતાની માન્યતાનો આગ્રહ થાય છે. મૂળ પુરુષને આગ્રહ થાય તો તેના અનુયાયીઓનો આગ્રહ મજબૂત થાય. એક કહેવત છે ‘ચા કરતાં કીટલી ગરમ.’ અનુયાયીઓનો પોતાનો આગ્રહ પરાકાષ્ટાએ પહોંચે. હમારા ગુરુને કહા હૈ, તુમ્હારા ગુરુને કયા કહા ? એ તો સોચો. સમજવાની વાત નથી. આગ્રહના કારણે મતમતાંતરો થયા અને ધર્મ અટવાઇ ગયો. ભગવાન મહાવીરનું શાસન ચારણીની જેમ ચળાશે એમ કોઇએ કહ્યું છે. ચારણીમાં જેટલાં કાણાં છે તેટલાં કાણાં આ શાસનમાં પડશે.
વીતરાગ પુરુષ, સર્વજ્ઞ પુરુષ, મોહમુક્ત પુરુષ, એમના માર્ગમાં ભેદ હોય નહિ. કલ્પના, આગ્રહ કે મતમતાંતર હોય નહિ. પક્ષપાત, હઠાગ્રહ, કદાગ્રહ કે દુરાગ્રહ હોય નહિ. અહંકાર કે સ્વછંદપણું પણ હોય નહિ. આ કંઇપણ જો ન હોય તો મતમતાંતર શાનાં ? પણ છે. કયાંક સમજવામાં, કયાંક માનવામાં કયાંક શાસ્ત્રોનો અર્થ કરવામાં પોતે વચ્ચે આવી જતો હોય,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org