________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
- ૩૨૭ તું તેહનો.” આ દેહાધ્યાસ છૂટી ગયો હોય ત્યારે જ બોલી શકે કે હું કર્તા કે ભોકતા નથી.
આ કોણ બોલી શકે ? બધાએ ભોજન કરી લીધું છે ત્યાં માસખમણના પારણે એક મુનિ વહોરાવા ગયા છે. કાંઈ વધ્યું ઘટયું છે તેવો આહાર મુનિને વહોરાવવામાં આવે છે અને તેનાથી મુનિ મા ખમણનું પારણું કરે છે. એ બોલી શકે કે, “નહિ કર્તા હું કર્મનો અને નહિ ભોકતા હું કર્મનો.' માથે અંગારા મૂકાયા છે. ભડભડતો અગ્નિ સળગી રહ્યો છે છતાં મનમાં એમ થાય કે મારા સસરાએ મને મોક્ષની પાઘડી પહેરાવી. આ એમના મોઢામાં જ શોભે કે “નહિ કર્તા હું કર્મનો, નહિ ભોકતા હું એહનો.” જમણવારમાં જરા વહેલાં મોડું પીરસાય ત્યારે ખબર પડી જાય કે દેહાધ્યાસ કેટલો છૂટયો છે? છૂટે દેહાધ્યાસ તો વ્યવહાર નયની વાત, અને “એ જ ધર્મથી મોક્ષ છે, તું છો મોક્ષસ્વરૂપ.” તે નિશ્ચયનયની વાત. દેહાધ્યાસ છૂટવો જોઇશે. જ્ઞાનીએ કહેલી વિશેષ પ્રકારની સાધના થાય તો જ દેહાધ્યાસ છૂટે. એટલા માટે આત્મા કર્તા છે, આત્મા ભોક્તા છે એ વ્યવહારનયથી કહ્યું પણ એકાંતે કહ્યું નથી. તેમજ નિશ્ચયના લક્ષપૂર્વક, અનેકાંત વાદની પધ્ધતિ અનુસાર કહ્યું. નિશ્ચય અને વ્યવહાર બંને લક્ષમાં રાખીને કહ્યું. આ શાસ્ત્રમાં બંને નયોને સમ્યફપ્રકારે ન્યાય આપી અમે આ વાત કરીએ છીએ. તો થાય શું ? જયારે નિશ્ચયનયની વાત થતી હોય ત્યારે વ્યવહાર નય ગૌણ થાય. જેમ વરને અણવર બંને હોય ત્યારે અણવર ગૌણ થાય અને ગીત તો વરનાં જ ગવાય. નિશ્ચયનયની વાત થતી હોય ત્યારે વ્યવહાર ગૌણ, પણ નિષેધ નથી. ગૌણ અને નિષેધ બે વચ્ચે ફેર છે. નિષેધ એટલે નકાર, એકાંતે નકાર અને ગૌણ એટલે થોડી મહત્તા ઓછી. નિશ્ચયનય મુખ્ય છે, વ્યવહારનય ગૌણ છે. કલેકટર એકલા આવે તો તેમનું સન્માન જુદી રીતે થાય અને ગવર્નર સાહેબ સાથે હોય ત્યારે ગવર્નર સાહેબ મુખ્ય છે અને કલેક્ટર ગૌણ થઈ જાય. બધાનું સન્માન જુદી જુદી રીતે થાય. જયારે નિશ્ચયનયનું પ્રતિપાદન થાય ત્યારે વ્યવહારનય ગૌણ હોય છે અને વ્યવહારનયનું પ્રતિપાદન થાય ત્યારે નિશ્ચયનય ગૌણ છે. ગૌણ અને મુખ્ય એમ બંને વચ્ચે વ્યવહાર થાય પણ સંપૂર્ણ નિષેધ થઈ શકતો નથી. સંપૂર્ણ કાર્ય કરવા સાધકને પૂરેપૂરી જાગૃતિ રહેવી જરૂરી છે.
આ વાતની સ્પષ્ટતા એટલા માટે કરી કે શાસ્ત્રો વાંચવાની પણ એક પધ્ધતિ છે. જે વખતે પ્રતિપાદક પ્રતિપાદન કરતો હોય ત્યારે તેનો હેતુ શું છે તે સમજીને શાસ્ત્રનો અર્થ કરવો જોઈએ. પણ શાસ્ત્રના પ્રતિપાદકને બાજુએ મૂકી પોતે કહે અને પોતે સમજે તે અર્થ સાચો તો તે શાસ્ત્રોનું અપમાન કરે છે, અપ્રરૂપણા અને અવસાદન કરે છે.
નયનિશ્ચય એકાંતથી' એટલે નિશ્ચયનયને આમાં એકાંતથી કહેલ નથી અને એકાંતે વ્યવહારનય પણ કહ્યો નથી, ત્યાં બંને સાથે રહેલ છે. જેમ ગાડાના બંને બળદ સાથે ચાલવા જોઈએ તેમ. એક બળદ જોરથી ચાલે અને એક ધીમેથી ચાલે તો ગાડાની હાલત શું થાય? પક્ષીની પણ બે પાંખો સાથે ફેલાવી જોઈએ. તેમ આધ્યાત્મિક સાધનામાં બંને નયો સાથે ચાલવા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org