________________
પ્રવચન ક્રમાંક - ૬૬, ગાથા ક્રમાંક-૯૨ થી ૯૭ છે; પણ જો મોક્ષનો ઉપાય સમજું તો સદ્ભાગ્યનો ઉદય-ઉદય થાય. અત્રે “ઉદય” “ઉદય' બે વાર શબ્દ છે, તે પાંચ ઉત્તરના સમાધાનથી થયેલી મોક્ષપદની જિજ્ઞાસાનું તીવ્રપણું દર્શાવે છે. (૯૬).
શિષ્ય સરુને એમ કહે છે કે આપની વાત સાચી છે કે મોક્ષ છે પરંતુ એમ થાય છે કે જો કદાપિ મોક્ષ હોય તો પણ એક મૂંઝવણ છે કે મોક્ષનો અવિરોધ ઉપાય અમને દેખાતો નથી. આજે મોક્ષમાર્ગમાં વિરોધોનો પાર નથી. સૌ એમ જ કહે છે કે અમે કહેલા રસ્તે ચાલશો તો મોક્ષ પ્રાપ્ત થશે. મોક્ષના અસંખ્ય માર્ગ તો છે પણ પરસ્પર વિરોધ છે અને પરસ્પર આગ્રહ પણ છે. આ પાડોશી કહે છે તે માર્ગે ચાલશો તો નરકમાં જશો. ઓછી શિક્ષા જરાય નહિ અને તુરત જ પરવાનો ફાટી જાય કે તમને મોક્ષ નહિ મળે.
શિષ્ય એમ કહે છે કે મોક્ષનો સ્વીકાર તો અમને થાય છે પરંતુ એક મોટી મૂંઝવણ છે કે જગતમાં નજર નાખીએ છીએ તો જુદી જુદી વાતો સાંભળવા મળે છે.
જાકુ જાકુ પૂછીયે સૌ અપની અપની ગાવે, સાચા મારગ કોઉ ન બતાવે ?'
આનંદઘનજીએ પણ કહ્યું કે, મત મત ભેદે રે જો જઈ પૂછીએ, સૌ સ્થાપે અહમેવ” આ મુશ્કેલી છે. આ માનસિક યાતના છે. નિર્ણય કરી શકાતો નથી. કેટલાની વાત સાંભળવી? કેટલાને ના પાડવી, કેટલાનો વિચાર કરવો? તેના કરતાં છોડી દઈએ તો માથાકૂટ જ નહિ. ખાવું પીવું ને લહેર કરવી. પરંતુ એમ નથી. અવિરોધ ઉપાય શિષ્યને જડ્યો નથી. ધારો કે અવિરોધ ઉપાય હોય તો વળી બીજી મુશ્કેલી એ છે કે કર્મો અનંતકાળનાં છે તેથી કઈ રીતે છેદી શકાય?
અહીં બે વાતો સ્પષ્ટ કરી લઈએ. કોઈપણ કર્મ અનંતકાળ માટે બંધાતું નથી. કર્મ બંધ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ સ્થિતિએ જો થાય તો માત્ર મિથ્યાત્વ મોહનીય કર્મનો ૭૦ કોડાકોડી સાગરોપમનો થાય, તેનાથી વધારે નહિ. ૭૦ કોડાકોડી સાગરોપમથી વધારે સ્થિતિના કર્મો બાંધી શકાતાં નથી. કોઇપણ કર્મો અનંતકાળનાં હોઈ શકે નહિ પણ પ્રવાહ અનંતકાળથી હોઈ શકે. આ વાત સ્પષ્ટતાથી સમજજો. જેમ નદીના કિનારે ઊભા છીએ, પહેલાં પાણી હતું તે ગયું, પછી બીજું પાણી આવ્યું, તે પણ ગયું. પ્રાણીનો પ્રવાહ તો કાયમ છે પણ પાણી બદલાતું જાય છે, તેમ કર્મોનો પ્રવાહ છે પરંતુ એના એ કર્મો નથી. કર્મોનો પ્રવાહ અનંતકાળ સુધી ચાલી શકે છે. કોઇપણ એક કર્મ તે અનંતકાળ સુધી ટકી શકે નહિ. સાતત્ય હોઈ શકે, તે કારણથી જ કર્મો અનાદિનાં કહેવાય છે. ગમે તેવો ભાવ થાય પરંતુ અનંતકાળ સુધી કર્મો ભોગવવાં પડે એવા કર્મો બંધાતાં નથી. પ્રવાહ અનુસંધાન ચાલે છે, તેથી જ અનાદિ કાળથી આપણે સંસારમાં છીએ.
બીજી વાત એ છે કે અનંતકાળથી બાંધેલાં કર્મો છેદવા માટે અનંતકાળ જોઈએ નહિ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org