________________
૨૭૨
પ્રવચન ક્રમાંક - ૯૭, ગાથા ક્યાંક-૧૨૨ અને બદલાય છે તેની પર્યાય. જૈનદર્શનની મૂળ વાત તમારે સમજવી જરૂરી છે. જ્યારે દ્રવ્ય પરિણમે છે ત્યારે દ્રવ્યની પરિણમવાની ચાલની રીત બે ધારામાં - બે ભાગમાં વહેંચાય છે. એક છે સ્વભાવની ધારા અને એક છે વિભાવની ધારા. વિભાવની ધારા છે ત્યાં સુધી આત્મા કર્મનો કર્યા છે અને આત્મા કર્મના ફળનો ભોકતા પણ છે અને ત્યાં સુધી સંસાર છે. તો વિભાવની ધારામાંથી સ્વભાવની ધારામાં આવવું છે. કર્મની ધારામાંથી જ્ઞાનની ધારામાં આવવું છે. ટોડરમલજીએ પણ કહ્યું છે કે બે ધારાઓ છે કર્મધારા અને જ્ઞાનધારા. કર્મની ધારામાંથી જ્ઞાનની ધારામાં જવું છે. જ્ઞાનની ધારા એટલે નિજ પરિણામ - અહીં નિજ અને પરિણામ બે શબ્દો આવ્યા, તેમાં નિજ એટલે દ્રવ્યનું, પોતાનું. પ્રત્યેક દ્રવ્ય સ્વતંત્ર, સક્ષમ અને સમર્થ છે. પ્રત્યેક દ્રવ્યમાં શકિત ભરેલી છે, તેથી તે પરિણમે છે. અનંતકાળથી આ ખેલ કાયમ ચાલી રહ્યો છે. પર્યાયની લીલા કાયમ નહિ ચાલે પણ દ્રવ્યની લીલા કાયમ ચાલે છે. તમારી લીલા બંધ થશે પણ દ્રવ્યની લીલા બંધ નહિ થાય.દ્રવ્ય થાકતું નથી તે અથાક છે અને પરિવર્તનશીલ હોવા છતાં તે કાયમ ટકે છે.
નિજ પરિણામ બે પ્રકારનાં છે. એક વિભાવ પરિણામ અને બીજું સ્વભાવ પરિણામ, નિજ પરિણામ. વિકૃત પરિણામ, રાગદ્વેષ અને કષાયોના પરિણામ હોય તેને વિભાવ પરિણામ કહે છે. અને બીજો છે નિજ પરિણામ. નિજ એટલે પોતાનો સ્વભાવ, તેનો પરિણામ છે. દ્રવ્ય એકલું પણ પોતે પરિણમી શકે છે. વિભાવમાં પરિણમવું હોય તો નિમિત્તની હાજરીની જરૂર છે. તમે એકલા ક્રોધ ન કરી શકો, પણ કર્મનો ઉદય જોઈએ. કોઈ પાત્ર જોઇએ, તમને કોઈ ઉશ્કેરનાર જોઇએ. તમે ગુસ્સે થવા તૈયાર જ છો એટલે ઓલો બોલ્યો નથી કે તમે ગુસ્સે થયા નથી. કોઈકે કંઈક બોલવું કે કરવું તો પડેને ? નિમિત્તને આધીન ન થવું તે પણ તમારી સ્વતંત્રતા છે. તમારે ગુલામને આધીન ન થવું તે તમારી સ્વતંત્રતા અકબંધ છે. એકનાથ મહારાજ મહારાષ્ટ્રના સંત હતાં. એક માણસે બીજાને કહ્યું કે જો તું એકનાથને ગુસ્સો કરાવે તો તને એક લાખ સોનામહોર આપું. આવા ધંધા પણ જગતમાં થાય છે. મહારાષ્ટ્રમાં ભાગીરથી નદીમાં એકનાથ મહારાજ સ્નાન કરવા જાય છે અને ભીના કપડે મંદિરમાં જઈ આરતી ઉતારવાનો તેમનો નિયમ છે. મહા મહીનામાં કડકડતી ઠંડી છે. સવારે ચાર વાગ્યે ઊઠી સ્નાન કરવા ગયા અને પેલો માણસ રસ્તામાં બેઠો છે. જેવા સ્નાન કરીને મહારાજ આવ્યા કે આ તેના ઉપર એક વખત ઘૂંક્યો. તેઓ પાછા વળ્યા, ફરી સ્નાન કર્યું અને કથા એવી છે કે તે ૧૦૮ વખત ઘૂંકયો અને મહારાજે ૧૦૮ વખત સ્નાન કર્યું. જરાપણ ઉત્તેજિત ન થયા. ઓલો ઊભો થઈને પગે લાગ્યો અને માફી માંગી. વિભાવના કારણો હોય છતાં પણ તેને આધીન થયા વગર પોતાના સ્વભાવમાં ટકે તેના જેવી બહાદૂરી કોઈ નથી. આના જેવી કોઈ શૂરવીરતા કે સામર્થ્ય નથી. આના જેવી બીજી કોઈ કલા કે આવડત નથી અને આના જેવો બીજો કોઇ ધર્મ નથી.
સાહેબ ! વિભાવનાં બધાં જ કારણો હાજર હોવા છતાં વિભાવમાં ન જવું અને સ્વભાવમાં ટકી રહેવું તે કેમ થાય ? શું કરશો તે નક્કી કરો. હજુ પ્લાનીંગ કર્યું નથી. મૃત્યુ આવશે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org