________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૨ ૭૧ મોસંબી જ જોઈએ. બીજાને પણ એ જ જોઈએ. બાપે કંટાળીને બધા રમકડાં પાણીમાં પલાળી દીધા અને બધાને એક એક પ્યાલો શરબત આપી દીધું. અંતે ઝગડો બંધ. આકારો ઓગળી ગયા.
આમ આકાર, પ્રકાર, વિકાર ઓગળી જાય પછી બાકી રહે તે સત્. જ્યાં સુધી આકારને, પ્રકારને, વિકારને જોશો તો સત્ નહીં જોઈ શકો, સત્ બધાથી પર છે. આ ઝગડા શેના હતા? તો આકારના હતા. આ સંપ્રદાયના જે ઝગડાઓ છે તે આકારના અને પ્રકારના છે. મૂળભૂત તત્ત્વ તેમાં ક્યાં છે? સત્ની વ્યાખ્યા આપી કે ‘ઉત્પતિ-વ્યય-ધ્રૌવ્યજં સ’ વસ્તુ ટકે છે અને પર્યાયો ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે. આવો ખેલ દરિયામાં-દરિયાના પેટ ઉપર થાય છે. મોજાંઓના ખેલ થાય છે. એક મોજું આવ્યું અને ગયું, બીજું મોજું પણ આવ્યું અને ગયું. દરિયો તો એનો એ જ રહે છે. અહીં દ્રવ્ય એનું એ જ રહે છે. પર્યાયો બદલાતા રહે છે. માટે સાધનામાં કહ્યું કે ધ્યાન પર્યાય ઉપર નહિ, ધ્યાન દ્રવ્ય ઉપર. જ્યાં સુધી પર્યાયમાં ઊભા છો ત્યાં સુધી સાધના અધૂરી છે. જે દિવસે પર્યાય ઉપરથી નજર ઊઠીને દ્રવ્ય તરફ ઠરશે ત્યારે વિકલ્પ નહિ હોય. આને કહેવાય છે નિર્વિકલ્પ દશા. પર્યાય છે ત્યાં સુધી વિકલ્પ છે, પર્યાય છે ત્યાં સુધી આકાર છે અને પર્યાય છે ત્યાં સુધી પ્રકાર અને વિકાર છે અને ત્યાં સુધી વિકલ્પો છે.
મહર્ષિ પતંજલિએ કહ્યું કે શાસ્ત્રો નિર્વિકલ્પ દશા પ્રાપ્ત કરવા માટે છે અને ધ્યાનમાં સૌથી મોટો અવરોધ કોઈ હોય તો વિકલ્પ. આપણી ધ્યાનની ધારાને આ વિકલ્પો તોડે છે. માંડ માંડ ધારા સંધાણી હોય અને વિકલ્પ આવે કે શેરના ભાવો તૂટયા, ત્યાં ધારા છૂટી જાય. વિકલ્પના કારણે અનેક વાર ધારા તૂટે છે. બીજી વાત – વિકલ્પ વસ્તુનિષ્ઠ છે, તેથી જૈનદર્શને પરમ વૈરાગ્યની વાત કરી. પરમકૃપાળુદેવે કહ્યું કે “રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની, સર્વે માન્યા પુદ્ગલ એક સ્વભાવ જો હદ થઈ ગઈને ? એક રજકણ કે માટીનું કણ તો ઠીક છે પરંતુ દેવલોકમાં રહેલ સામાન્ય દેવની પગમાં પહેરવાની મોજડી લઈ ઝવેરી બજારમાં તેની કિંમત આંકવાનું કહે તો ઝવેરી કહેશે કે ચક્રવર્તીની છ ખંડની સંપત્તિ આપી દો તો પણ આ એક મોજડીની કિંમત જેટલી નહિ થાય. આ સામાન્ય દેવની મોજડી આટલી મોંધી તો વૈમાનિક દેવની મોજડી કેટલી મોંઘી હશે ? આવી વૈમાનિક દેવની રિદ્ધિ અને માટીનું કણ કૃપાળુદેવને બંને સરખાં છે. આ પ્રચંડ સાહસ છે ને ! આવું કહેનાર વીરપુરુષ જ હોય. આ પુદ્ગલ અને ધનદોલત રિદ્ધિ બધું એક સમાન છે તેવું જો સમજાઈ જાય તો વિકલ્પો ન ઊઠે. પુદ્ગલના ભિન્ન ભિન્ન આકારને કારણે વિકલ્પો ઊઠે છે. જેટલા વિકલ્પો કરશો તેટલા બીજા આવશે. અને વિકલ્પો થાય તેથી ધ્યાનની ધારા તૂટવાની જ.
જરા વિગતથી સમજજો. ત્રણ શબ્દો છે દ્રવ્ય, ગુણ અને પર્યાય. દ્રવ્ય એટલે અસ્તિત્વ, હોવાપણું. હોવાપણું એકલું નથી પરંતુ તેમાં શકિતઓ પણ છે. શકિતનો બીજો અર્થ ગુણો પણ છે. દરેક દ્રવ્ય પ્રત્યેક સમયે પરિણમનશીલ-બદલાતું હોવા છતાં તે કાયમ ટકનારું અચલ છે. તત્ત્વાર્થ સૂત્રમાં કહ્યું કે તમાવાયં નિત્યમ્ ! એ પોતે ટકીને બદલાય છે. ટકે છે દ્રવ્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org