________________
૨૭૦
પ્રવચન ક્રમાંક ૯૭, ગાથા ક્ર્માંક-૧૨૨ શિષ્ય હૃદય સુધી પહોંચે છે. આનંદધનજીના આશય માટે ઉદાહરણ આપે છે કે બાપ દીકરાને લઇને દરિયાકિનારે દરિયો બતાવે, પછી પાછો ઘેર આવે ત્યારે મા પૂછે કે દરિયો જોયો બેટા? કેવડો હતો. બાળક પોતાના નાના હાથ પસારીને કહે છે કે આવડો મોટો. સમજણ પૂરી પણ કેટલો મોટો તે બતાવી ન શકે. બાળક જેમ હાથ પસારીને દરિયાને બતાવે છે તેમ ધરતી ઉપર રહેલા વિદ્વાનો પરમ તત્ત્વનું વર્ણન કરે છે પણ પૂરેપૂરું કરી શકતા નથી. પરમતત્ત્વ પાર પામી ન શકાય તેવું અપાર અને અદ્દભુત છે, અનંત છે. અનેક પાસાઓથી વિચાર કરવો તેને જૈનદર્શન અનેકાંતવાદ કહે છે. એ પારિભાષિક શબ્દ છે. જૈનદર્શનમાં નયો આવે છે. ચાર શબ્દ છે નય, નિક્ષેપ, પ્રમાણ અને સપ્તભંગી. આ પદ્ધતિ અને રીત છે. કોઇ વસ્તુનું પૃથક્કરણ કરી જો જાણવું હોય તો નય, નિક્ષેપ, પ્રમાણ અને સપ્તભંગીથી જાણવું જોઇએ. જે સર્વ નયની અપેક્ષાથી વાત કરે છે, જેની વાણીમાં સર્વ નયોનો તાલમેલ હોય, એની વાણી પૂર્ણ કહેવાય. જ્ઞાની પુરુષો બીજાના અભિપ્રાય ઉપર જીવતા નથી. હું વિનંતી કરીને કહું છું કે કૃપા કરીને જ્ઞાની પુરુષો માટે અભિપ્રાય આપવાનું બંધ કરો. તેમને તમારા અભિપ્રાય પ્રમાણે ઢાળો નહિ. તેઓ તમારા અભિપ્રાય પ્રમાણે નથી. યશોવિજયજી મહારાજે પોતે જ પોતાના માટે અભિપ્રાય આપ્યો છે કે ‘વાણી વાચક યશ તણી, કોઇ નયે ન અધૂરી.' આ ખૂબી છે. આ પ્રતિભાની શૈલી છે. આને કહેવાય પ્રરૂપણા. પ્રરૂપણા કરવી તે મોટામાં મોટી જવાબદારી છે. આનંદધનજી મહારાજે કહ્યું. જગતમાં હિંસા, ચોરી, અસત્ય, દુરાચાર, પરિગ્રહ, રાત્રીભોજન, કંદમૂળ ભોજન વગેરે અનેક પ્રકારનાં પાપો છે. પણ ‘પાપ નહીં કોઇ ઉત્સૂત્ર ભાષણ જીસ્યો’. ઉત્સૂત્ર ભાષણ જેવું બીજું કોઇ પાપ નથી. મારી વાણી સર્વ નયથી સાપેક્ષ છે, વિચારીને પ્રગટ થઇ છે.
-
અથવા શબ્દ આવ્યો. અથવા આત્મા કર્મનો કર્તા છે, આત્મા કર્મનો ભોકતા છે તેનું કારણ છે વિભાવ. જ્યાં સુધી વિભાવ છે ત્યાં સુધી કર્મનું કર્તાપણું છે અને કર્મનું ભોકતાપણું પણ છે. આ એક અપેક્ષાથી વાત થઇ.
બીજી અપેક્ષાથી નિજ પરિણામ એટલે આત્માના પરિણામ, આ પરિણામ શબ્દ રીઝલ્ટના અર્થમાં નથી. પરિણામ શબ્દ પારિણામિકતાના અર્થમાં છે. જૈનદર્શનની મુખ્ય વાત એ છે કે દરેક દ્રવ્ય સમયે સમયે પરિણમન કરે છે. એટલા માટે તત્ત્વાર્થાધિગમનું એક સૂત્ર ‘ઉત્પાદવ્યય-ધ્રૌવ્ય-યુકતંસત્' આ સત્ની વ્યાખ્યા. ખરેખર તો તેની વ્યાખ્યા હોય નહિ. રૂપને અરૂપમાં અને અરૂપને રૂપમાં ઢાળી શકાય નહિ. અનામીને નામ આપી શકાય નહિ. નરસિંહ મહેતાએ બહુજ સરળ ભાષામાં કહ્યું છે કે, ‘ઘાટ ઘડિયા પછી નામ રૂપ જુજવા, અંતે તો હેમનું હેમ હોયે' ઘાટ બનાવ્યા પછી આ કંગન, આ કુંડળ, આ ઝાંઝર, આ હાર છે, એમ વાત છે. પરંતુ અંતે તો સોનું જ ને ? પર્યાય ભૂલી જાવ, અખંડ દ્રવ્યને યાદ રાખો. પર્યાયને જોશો ત્યાં સુધી અખંડ દ્રવ્ય નહિ દેખાય. એક પિતા પોતાના બાળકો માટે મીઠાઇ લાવ્યા. કોઇ સફરજન, કોઇ નારંગી, કોઇ મોસંબી પરંતુ બધાં સાકરનાં રમકડાં. વહેંચણી કરવા ગયા ત્યારે ઝગડાઓ ચાલુ, બાળક હોય તો પણ ઝગડો, ઝગડાઓ થવાના જ. એક દીકરો કહે મને તો
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org