________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૨૬૯ ગુરુ કહે કાંઈ અને શિષ્ય સમજે કાંઈ ? સદ્ગુરુના વચ્ચે તમે અવરોધ ન કરો, તમે તમારો પક્ષ ન કરો. તમારો ખજાનો બહાર મૂકીને આવો. ભગવાન મહાવીરે ગૌતમસ્વામીને કહ્યું કે તું ચાર વેદ જાણે છે, પરંતુ એ ચાર વેદ જ તને ઉપાધિરૂપ થઈ પડયા છે કારણ કે શબ્દોના અર્થ કેમ બેસાડવા એ કળા તારી પાસે નથી'. શબ્દોનું જે પ્રતિપાદ્ય છે, શબ્દો જેના માટે છે, શબ્દોનું જે ગ્રાહ્ય છે તેના ઉપર જઈને જ્ઞાની વાત કરે છે. અહીં શિષ્ય કહે છે કે હું સમજ્યો છું તે બરાબર સમજ્યો છું કે નહીં તેનો મારે તાળો મેળવવો છે.
પહેલું સૂત્ર - આત્મા છે. બીજું સૂત્ર આત્મા નિત્ય છે.
ત્રીજું સૂત્ર - આત્મા કર્મનો કર્તા છે અને ચોથું સૂત્ર - આત્મા તે કર્મોનો ભોકતા છે. અહીં ૧૨૨મી ગાથામાં ત્રીજા અને ચોથા સૂત્રનો પ્રારંભ કરે છે.
અથવા નિજ પરિણામ જે, શુદ્ધ ચેતનારૂપ;
કર્તા ભોક્તા તેહનો, નિર્વિકલ્પ સ્વરૂપ. આ ગાથા ગૂઢ છે. દ્રવ્યાનુયોગનો સંક્ષિપ્તમાં સાર છે. જો દ્રવ્યાનુયોગ સમજશો તો આ ગાથા સમજવી સહેલી પડશે. શબ્દ છે “અથવા”. અહીં આ શબ્દ ઘણો મહત્વનો છે. આપણે એક વાત કરી. આ પણ એક દૃષ્ટિકોણ છે. આ એક પ્રક્રિયા છે પરંતુ તે સિવાય બીજી પણ વાત છે. જુદી જુદી અપેક્ષાથી સત્યને સમજવું એને જૈનદર્શન અનેકાંતવાદ કહે છે. આઇનસ્ટાઇનનો એક શબ્દ સાપેક્ષવાદ છે. ઘણા વિદ્વાનો અનેકાંતવાદ સાથે સાપેક્ષવાદની તુલના કરે છે, પણ તે બરાબર નથી. અનેકાંતવાદ જુદી વસ્તુ છે અને સાપેક્ષવાદ પણ જુદી વસ્તુ છે. છતાં પરસ્પર સંબંધ છે. આઈનસ્ટાઈન એમ કહે છે કે સાપેક્ષવાદનું મોટું ઉદાહરણ ટાઈમ. ટાઈમની સમયની ગણત્રી ઘડિયાળ પ્રમાણે કરો અને એક બીજી પણ રીત છે. ઘડિયાળ લઈને બેસો, પાંચ મિનિટ થઈ, દશ થઇ, પંદર અને પચીશ મિનિટ થઈ. પરંતુ બે પ્રેમીઓ
જ્યારે ભેગાં મળે અને વાતો દિલ ખોલીને કરે ત્યારે કલાકોના કલાકો જાય, પછી ઘડિયાળ જોવે તો ચાર કલાક થઈ ગયા હોય, તો કહેશે ચાર કલાક ગયા ? એ ચાર કલાક તેને ચાર મિનિટ જેવા લાગે. આ એક અપેક્ષાથી વાત કરી. પરંતુ તમે લુહારને ત્યાં ધગધગતી ભઠ્ઠી પાસે બેસો તો ? ઉનાળામાં, ભર તડકામાં પાંચ મિનિટ પણ બેસો તો કેવું લાગે ? પાંચ કલાક જેવું લાગે. તો પાંચ કલાક પાંચ મિનિટ જેવાં અને પાંચ મિનિટ પાંચ કલાક જેવી, તે બધું સાપેક્ષ છે. આ તુલનાત્મક અધ્યયન થયું. ભગવાન મહાવીર એમ કહે છે કે વસ્તુ અનંત છે, વિરાટ છે, પ્રત્યેક વસ્તુના અનંત પાસાઓ પણ છે. ભાષાની મર્યાદા છે, સમજણની મર્યાદા છે. વસ્તુ અમર્યાદ છે. એટલા માટે જ્ઞાનવિમલસૂરિએ આનંદઘનજીનાં પદોની ટીકા લખી અને તેના પ્રારંભમાં એમણે એક પ્રસ્તાવના કરી કે ....
આશય આનંદઘન તણો, અતિ ગંભીર ઉદાર,
બાલક બાહ પ્રસારીને, કરે ઉદધિ વિસ્તાર. આપણે જ્ઞાનીની બુદ્ધિ સુધી પહોંચીએ પણ હૃદય સુધી પહોંચી શકતા નથી. જે હૃદય સુધી પહોંચ્યો તે શિષ્ય. બહાર રહ્યો તે ચેલો. સીધી વ્યાખ્યા છે કે ચેલો બહાર રહે છે, જ્યારે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org