________________
૨૬૮
પ્રવચન ક્રમાંક - ૯૭, ગાથા ક્રમાંક-૧૨૨ પ્રવચન ક્રમાંક - ૯૭
ગાથા ક્રમાંક - ૧૨૨ સ્વના કર્તા ભોક્તા બનો
અથવા નિજ પરિણામ જે, શુદ્ધ ચેતનારૂપ;
કર્તા ભોકતા તેહનો, નિર્વિકલ્પ સ્વરૂપ . (૧૨૨) ટીકા -અથવા આત્મપરિણામ જે શુદ્ધ ચૈતન્યસ્વરૂ૫ છે; તેનો નિર્વિકલ્પસ્વરૂપે કર્તા ભોકતા થયો. (૧૨૨)
સર્વ શાસ્ત્રનો સાર જેમાં રહસ્યપૂર્વક ઠાલવવામાં આવ્યો છે, જેના શબ્દો જેમ જેમ બોલીએ તેમ પ્રત્યેક શબ્દમાંથી અનંત રહસ્ય આપણને મળે, એવી અદ્ ભુત ગૂંથણી આ આત્મસિદ્ધિશાસ્ત્રમાં થઈ છે. ૧૪ પૂર્વ હાજર નથી, બાકીના શાસ્ત્રો જોયા નથી, છતાં વિષાદ કરવા જેવું નથી. એક માત્ર આત્મસિદ્ધિ શાસ્ત્ર આપણી પાસે હાજર છે તો બધું જ આપણી પાસે છે. આ એક અણમોલ અપૂર્વ ખજાનો છે.
શિષ્ય ગુરુદેવને કહે છે પ્રભુ ! આપે અમને પપદનાં રહસ્યો સમજાવ્યાં, ધ્યાનપૂર્વક અમે સાંભળ્યા. શિષ્યનું એક લક્ષણ એકાગ્રતાપૂર્વક, પક્ષપાત છોડી, મતભેદ દૂર કરી, પોતાના આગ્રહો દૂર કરી, હું જાણું છું એ અહંકાર દૂર કરી, અત્યંત વિનમ્ર બનીને, મનને ખાલી કરીને ધ્યાનપૂર્વક સાંભળવાનું છે. મનમાં જો કંઈ ભર્યું હશે તો નવું ભરી નહિ શકાય. સૂફી પરંપરાની એક ઘટના છે. એક શિષ્ય ગુરુ પાસે આવ્યો. પંડિત છે. તે કહે છે કે હું તમારી પાસે જાણવા આવ્યો છું. સૂફી સંત કહે છે, વાત પછી કરીશું પહેલાં ચા પી લઈએ. કપ રકાબી લાવ્યા. ચા રેડતા ગયા, રેડતા જ ગયા અને ચા ઢોળાતી ગઈ. પંડિત કહે છે સાહેબ! જુઓ તો ખરા, આપ ચા રેડી રહ્યા છો અને ચા ઢોળાઈ રહી છે. સૂફી સંતે કહ્યું કે ભૂલ મારી છે કે તમારી તે તમે નક્કી કરો. જેમ ભરેલો કપ છે તેમાં ચા કેમ ભરવી ? તેમ તમે ભરેલા છો તો ઉપદેશ કેમ રેડવો ? જ્યારે ગુરુ પાસે જાવ અને તમારું મન ભરેલું હોય તો ગુરુ ઉપદેશ કઈ રીતે રેડે ? સદ્ગુરુ પાસે મન ખાલી કરીને જવું. - શ્રી અરવિંદ મન ઉપર ઘણો ભાર મૂકે છે. મનમાં ઘણું ભર્યું છે. માન્યતાઓ, વિચારો, ખ્યાલો, કેટલું બધું જાણપણું છે ! પરંતુ આ ખંડિત જ્ઞાન છે. અખંડ નથી. આવું અધૂરું જ્ઞાન લઇને સદ્ગુરુ પાસે જઈએ છીએ તેથી સદ્ગુરુ સાથે તાલ મળતો નથી, સંવાદિતા સિદ્ધ થતી નથી, ટ્યુનીંગ થતું નથી, વર્ષો સુધી ગુરુ પાસે રહો, પરંતુ તાલ ન મળે તો એવા ને એવા રહેશો.
શિષ્ય ગુરુ પાસે આવ્યો છે. સદ્ગુરુએ કૃપા કરી આત્માનાં પર્ષદો સમજાવ્યા છે અને પછી મૌનમાં ગયા છે, સમાધિમાં ગયા છે અને સમાધિમાં ગયા પછી શિષ્ય ગુરુ પાસે આત્મ નિવેદન કરે છે કે પ્રભુ ! હું જે સમજ્યો છું તે સમ્યક છે ? સાચું છે ? આપે જે કહ્યું તેને અનુકૂળ છે ? તાલમેળ મળે છે ? જગતમાં વિરોધાભાસી સંપ્રદાયો કાયમ ઊભા થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org