________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૨ ૭૩ ત્યારે મૃત્યુને એમ નહિ કહી શકો કે સાહેબ! ઊભા રહો. મેં પ્લાનીંગ કર્યું નથી. પ્લાનીંગ એવું કરો કે વિભાવને દૂર કરી સ્વભાવમાં કરો. આનંદઘનજીએ ગાયું છે કે “નિશદિન જોઉં તારી વાટડી ઘર આવોને ઢોલા'. આ સુમતિ નામની પત્ની પોતાના પ્રિયતમને ચૈતન્યને વિનંતી કરે છે. પતિ માટે રાજસ્થાનનો શબ્દ છે ઢોલા. પિયા નિજ ઘર આવો. હું તમારી રાહ જોઉં છું. તમે માયાના ઘરમાં અને મમતાના ઘરમાં, આસકિતના અને રાગના ઘરમાં જઈ બેઠા છો. મારા વ્હાલા! તમે ત્યાં ન શોભો, એ તમારી જગ્યા નથી. ત્યાં તમે સારા ન લાગો. કોઈ રાજકુમાર દારુની દુકાનમાં જઈ દારુ પીતો હોય તો લોકો કહેશે કે તું રાજકુમાર છો. તને આ ન શોભે ભાઈ ! તેમ જ્ઞાની પુરુષ કહે છે “આત્મા ! તમે મોહ, માયા, મમતા, કુમતિ કે આસકિતના ઘેર ન શોભો. તમે તો સમતાના અને શ્રદ્ધાના ઘરમાં શોભો. તમે શુદ્ધ ચેતનાના ઘરમાં શોભો. હું તમારી નિશદિન વાટ જોઉં છું તમે ઘેર આવોને.
ઝવેરી મોલ કરે લાલકા, મેરા લાલ અણમોલા;
જાકે પટંતર કો નહિ, ઉસકા કયા મોલા. ઝવેરીઓ લાલ એટલે રત્નની કિંમત આંકે છે. ચૈતન્યમૂર્તિ ભગવાન એ તો અણમોલ રત્ન છે. કબીરજી કહે છે કે ઈસકી કિંમત કયા હો શકતી હૈ ? જા કે પટંતર કો નહિ ઉસકા કયા મૌલા ? એવા આત્મામાં રમવું તેને કહેવાય છે નિજ પરિણામ. આવા નિજ પરિણામને કૃપાળુદેવ શુદ્ધચેતનારૂપ કહે છે. આ ચેતનાની અવસ્થા, આ તમારી નિર્દોષ અવસ્થા, તે વખતે આત્મા જરૂર પરિણમે છે પણ તે વખતે તેનું પરિણમન બહાર નથી. સ્વરૂપમાં છે, ભીતરમાં છે, પોતાના સ્વભાવમાં છે અને મઝાની વાત તો એ છે કે નિજ પરિણમનમાં વિકલ્પની જરૂર નથી. વિભાવના પરિણમનમાં વિકલ્પોનો ધોધમાર વરસાદ પડે છે અને સ્વભાવના પરિણમનમાં એકપણ વિકલ્પ આવતો નથી, એવી નિર્વિકલ્પ અવસ્થા છે. ધ્યાન કરવા બેસો અને વિકલ્પ નથી કરવો, તે પણ એક વિકલ્પ છે. તો વિકલ્પને આવવા ન દો. એક ગુરુએ શિષ્યને કહ્યું કે હું તને ધ્યાનની પ્રક્રિયા આપું છું. તું ધ્યાન કરજે. શિષ્ય કહ્યું, નિઃશંક, કઈ
શરત ? તો ગુરુએ કહ્યું કે તું જે વખતે ધ્યાન કરે તો તે વખતે વાંદરાને તારે યાદ ન કરવો. શિષ્ય કહ્યું કે ભલે ! શિષ્ય તો ધ્યાન કરવા બેઠો, અને વાંદરો હાજર. ધીમે ધીમે તો માથા ઉપર આવ્યો અને બધે વાંદરો જ દેખાય. શિષ્ય ગુરુ પાસે આવીને કહ્યું કે તમે મને વાંદરાને યાદ કરવાનું ન કહ્યું હોત તો ! આ તો ઉપાધિ આવી ગઈ.
સંસાર આપણને છોડતો નથી. કારણ? વિભાવ અને સંસારને આપણે યાદ કરીએ છીએ. એક વખત વિસ્મૃતિ થઈ જાય અને સ્વભાવમાં પરિણમે તો વિકલ્પ રહિત અવસ્થા થાય. આ જ આત્માની સહજ અવસ્થા છે. અહીં વાત પૂરી કરીએ છીએ.
ધન્યવાદ, આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે માટે ધન્યવાદ. દરેકના અંતરમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org